મંત્રીમંડળ
azadi ka amrit mahotsav

મંત્રીમંડળે આપત્તિ વ્યવસ્થાપન, પુનઃસ્થાપન અને શમનના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી

Posted On: 18 AUG 2021 4:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પ્રજાસત્તાક ભારતના ગૃહ મંત્રાલયની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ) અને પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશના આપત્તિ વ્યવસ્થાપન અને રાહત મંત્રાલય વચ્ચે માર્ચ, 2021માં આપત્તિ વ્યવસ્થાપન, પુનઃસ્થાપન અને શમનના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી.

ફાયદાઃ

આ એમઓયુ એક એવી વ્યવસ્થા ઊભી કરવા ઇચ્છે છે, જેમાં ભારત અને બાંગ્લાદેશ બંનેને એકબીજાની આપત્તિ વ્યવસ્થાપન વ્યવસ્થામાંથી ફાયદો થશે અને એથી આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં તૈયારી, પ્રતિસાદ અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોને મજબૂત કરવામાં મદદ મળશે.

એમઓયુની વિશિષ્ટ ખાસિયતોઃ

  1. કોઈ પણ પક્ષના સંબંધિત વિસ્તારોમાં મોટા પાયે આપત્તિ (કુદરતી કે માનવપ્રેરિત)ના સમયે જે તે પક્ષની વિનંતી પર પારસ્પરિક સાથસહકાર આપવો, જે રાહત, પ્રતિસાદ, પુનર્નિર્માણ અને સુધારાના ક્ષેત્રમાં હશે.
  2. પ્રસ્તુત માહિતી, રિમોટ સેન્સિંગ ડેટા અને અન્ય વૈજ્ઞાનિક ડેટાનું આદાનપ્રદાન કરવું તથા પૂર્વવત્ત સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે આપત્તિ પ્રતિસાદ, સુધારા, શમન, ક્ષમતા નિર્માણ વગેરેનો અનુભવ/શ્રેષ્ઠ પદ્ધતિ વહેંચવી
  3. અદ્યતન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, વહેલાસર ચેતવણીની વ્યવસ્થા, રિમોટ સેન્સિંગ અને નેવિગેશન સેવાઓ તથા આપત્તિ સામે લડવાની તૈયારી માટે, પ્રતિસાદ આપવા અને શમન માટે કુશળતા પૂરી પાડવી તથા રિયલ ટાઇમ ડેટાની વધારે વહેંચણી કરવી.
  4. આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં અધિકારીઓને પૂરક તાલીમ આપવી.
  5. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય રીતે સંયુક્તપણે આપત્તિ વ્યવસ્થાપન કવાયતો હાથ ધરવી.
  6. આપત્તિમાં યોગ્ય પ્રતિસાદ આપવા સમુદાયોને તૈયાર કરવા ધારાધોરણો, અદ્યત્તન ટેકનોલોજીઓ અને સાધનસામગ્રીઓ વહેંચવી
  7. આપત્તિ વ્યવસ્થાપનનાં ક્ષેત્રમાં પાઠ્યપુસ્તકો, માર્ગદર્શિકાઓ સ્વરૂપે પ્રકાશનો અને સામગ્રીનું આદાનપ્રદાન કરવું તથા આપત્તિ વ્યવસ્થાપન, જોખમમાં ઘટાડો અને સુધારાના ક્ષેત્રમાં સંયુક્ત સંશોધન પ્રવૃત્તિઓ હાથ ધરી શકાશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1746995) Visitor Counter : 315