આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
azadi ka amrit mahotsav

મંત્રીમંડળે નોર્થ ઇસ્ટર્ન રિજનલ એગ્રિકલ્ચરલ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડને ફરી સક્રિય કરવાની મંજૂરી આપી


રૂ. 77.45 કરોડનું પુનરોદ્ધાર પેકેજ મંજૂર કર્યું (રૂ. 17 કરોડ ફંડ આધારિત ટેકા માટે અને રૂ. 60.45 કરોડ બિન-ફંડ આધારિત ટેકા માટે ફાળવવામાં આવશે)

આ પગલાંથી પૂર્વોત્તર ભારતના ખેડૂતોને તેમના ઉત્પાદનો પર લાભદાયક કિંમત મેળવવામાં મદદ મળશે

આશરે 33,000 વ્યક્તિઓને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે રોજગારી મળશે

Posted On: 18 AUG 2021 4:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ પૂર્વોત્તર પ્રાંત વિકાસ મંત્રાલય (એમડીઓએનઇઆર)ના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્યરત કેન્દ્ર સરકારનું સાહસ નોર્થ ઇસ્ટર્ન રિજનલ એગ્રિકલ્ચરલ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ (એનઇઆરએએમએસી)ને ફરી સક્રિય કરવા રૂ. 77.45 કરોડનાં પુનરોદ્ધાર પેકેજ (રૂ. 17 કરોડ ફંડ આધારિત ટેકો અને રૂ. 60.45 કરોડ બિન-ફંડ આધારિત ટેકો)ને મંજૂરી આપી હતી.

ફાયદાઃ

પુનરોદ્ધાર પેકેજના અમલ સાથે એનઇઆરના ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે લાભદાયક કિંમત સુનિશ્ચિત થશે.

આ પેકેજ એનઇઆરએએમએસીને વિવિધ નવીન યોજનાઓ અમલ કરવામાં મદદ કરશે, જેમ કે કૃષિની શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરવી, સમુદાયોમાં ખેડૂતોને તાલીમ આપવી, ઓર્ગેનિક બિયારણો અને ખાતરો આપવા, કાર્યક્રમોમાં ભાગીદારી દ્વારા દુનિયાના બજારમાં પૂર્વોત્તરના ખેડૂતોના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા લણણી પછીની સુવિધાઓ પ્રદાન કરવી, જીઆઇ ઉત્પાદનોની નોંધણી વગેરે.

વીઆરએસ અને ખર્ચ ઘટાડવાના અન્ય પગલાંઓને કારણે કોર્પોરેશનની આવક વધશે અને ખર્ચમાં ઘટાડો થશે તથા કોર્પોરેશન સાતત્યપૂર્ણ ધોરણે નફો કરવાનું શરૂ કરશે અને ભારત સરકારની લોન પર એની નિર્ભરતા દૂર થશે.

રોજગારી પેદા કરવાની સંભાવનાઃ

એનઇઆરએએમએસીને ફરી સક્રિય કર્યા પછી કૃષિ ક્ષેત્રમાં,  પ્રોજેક્ટ્સ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર, લોજિસ્ટિક્સ, સોર્ટિંગ અને ગ્રેડિંગ તથા મૂલ્ય સંવર્ધન, ઉદ્યોગસાહસિકતા અને માર્કેટિંગમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે રોજગારીનું સર્જન થશે. એક અપેક્ષા મુજબ, આશરે 33,000 વ્યક્તિઓ માટે રોજગારીનું સર્જન થશે.

લક્ષ્યાંકોઃ

આ પેકેજથી એનઇઆરએએમએસીને વિવિધ નવીન યોજનાઓનો અમલ કરવામાં મદદ મળશે, જેમ કે કૃષિની શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરવી, સમુદાયોમાં ખેડૂતોને તાલીમ આપવી, ઓર્ગેનિક બિયારણો અને ખાતરો આપવા, કાર્યક્રમોમાં ભાગીદારી દ્વારા દુનિયાના બજારમાં પૂર્વોત્તરના ખેડૂતોના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા લણણી પછીની સુવિધાઓ પ્રદાન કરવી, જીઆઇ ઉત્પાદનોની નોંધણી, ખેડૂત ઉત્પાદક મંડળીઓ (એફપીઓ) અને અન્ય ઉત્પાદકોને પ્રોત્સાહન વગેરે. આ ઉપરાંત વાંસના વાવતેર અને મધમાખી ઉછેર પર ધ્યાન કેન્દ્રીત, ભારત સરકારની પીએમ કિસાન સંપદા યોજના અને આત્મનિર્ભર ભારત અંતર્ગત કૃષિ માળખાગત ભંડોળ, કૃષિ ઉડાન અને કિસાન રેલ જેવી યોજનાઓનો લાભ લેવા ઇ-કોમર્સ મારફતે વેચાણ, ઊંચું મૂલ્ય ધરાવતા ઓર્ગેનિક પાકોમાં સંકળાયેલા ખેડૂતો અને ઉદ્યોગસાહસિકો સાથે જોડાણ, એનઇ ફ્રેશ અને વન (ઓર્ગેનિક નોર્થ ઇસ્ટ) જેવી પોતાની બ્રાન્ડ્સ અંતર્ગત ફ્રેન્ચાઇઝ વિભાવના હેઠળ રિટેલ આઉટલેટ શરૂ કરવા તથા નાફેડ, ટ્રાઇફેડ મારફતે વેચાણ કરવા જેવી કામગીરી પર પણ વિચારણા ચાલી રહી છે.

આ પેકેજનો અમલ થવાથી કૃષિ ક્ષેત્રમાં,  પ્રોજેક્ટ્સ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર, લોજિસ્ટિક્સ, સોર્ટિંગ અને ગ્રેડિંગ તથા મૂલ્ય સંવર્ધન, ઉદ્યોગસાહસિકતા અને માર્કેટિંગમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે રોજગારીનું સર્જન થશે.

દેશના અન્ય વિસ્તારોમાં અને દેશની બહાર એનઇઆરના ઓર્ગેનિક ઉત્પાદનોનું જીઆઈ ટેગિંગ અને માર્કેટિંગ આ ઉત્પાદનોની નિકાસ વધારશે, જેનાથી પૂર્વોત્તર ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1746983) Visitor Counter : 315