સંરક્ષણ મંત્રાલય

આંદામાન અને નિકોબાર કમાન્ડમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની ઉજવણી

Posted On: 16 AUG 2021 12:21PM by PIB Ahmedabad

મુખ્ય અંશો:

  • આંદામાન અને નિકોબાર ટાપુઓના 50 દૂરસ્થ ટાપુઓ પર ધ્વજારોહણ અને રાષ્ટ્રગીત ગાવાનું આયોજન કરવામાં આવ્યું છે
  • INS બાઝે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો
  • ANCના 75 સેવા કર્મચારીઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો

આંદામાન અને નિકોબાર કમાન્ડ (ANC), જે દેશના એકમાત્ર સંયુક્ત દળોના કમાન્ડ છે, 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે આંદામાન અને નિકોબાર ટાપુઓના 50 દૂરસ્થ ટાપુઓ પર ધ્વજારોહણ અને રાષ્ટ્રગીત ગાવાનું આયોજન કરવામાં આવ્યું હતું.  13-15 ઓગસ્ટ, 2021ની વચ્ચે કમાન્ડના તમામ ઘટકો એટલે કે ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના અને ભારતીય તટરક્ષક દળો દ્વારા ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. એન્ડરસન આઇલેન્ડ, ક્લાઇડ આઇલેન્ડ, ગ્રબ આઇલેન્ડ, ઇન્ટરવ્યુ આઇલેન્ડ, નોર્થ સિન્ક આઇલેન્ડ, નોર્થ રીફ આઇલેન્ડ, સાઉથ સિન્ક આઇલેન્ડ અને સાઉથ રીફ આઇલેન્ડ પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0026UDP.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003TH6C.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004LXWI.jpg

આંદામાન અને નિકોબાર ટાપુઓ પરથી INS બાઝે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો અને INS બાઝમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું જેમાં ANCના ચારેય ઘટકોમાંથી 75 સેવા કર્મચારીઓએ ભાગ લીધો. લશ્કરી પરંપરાઓ અનુસાર સંયુક્ત સેવા કવાયત પણ હાથ ધરવામાં આવી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005F5A6.jpg

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1746309) Visitor Counter : 349