સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

સામાજિક અધિકારીતા અને સશક્તીકરણ મંત્રી ‘ઓપરેશન બ્લુ ફ્રીડમ-લેન્ડ વર્લ્ડ રેકોર્ડ એટ સિયાચીન ગ્લેશિયર’ને ફ્લેગ-ઓફ આપશે


સશસ્ત્ર દળોના દિગ્ગજોની એક ટીમ દ્વારા તાલીમપ્રાપ્ત, ચુનંદા દિવ્યાંગ લોકો કુમાર પોસ્ટ સુધી અભિયાન ચલાવશે

દિવ્યાંગ લોકોની સૌથી મોટી ટીમ દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રમાં પહોંચશે

દિવ્યાંગજનોને સશક્ત બનાવવામાં એક લીડર તરીકે ભારતને વૈશ્વિક મંચ પર મજબૂતીથી ઊભું રાખવા માટે છે ઓપરેશન બ્લુ ફ્રીડમ

Posted On: 13 AUG 2021 1:43PM by PIB Ahmedabad

દેશભરમાંથી દિવ્યાંગજનો વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયર પર પોતાના અસામર્થ્ય સાથે એક વિશાળ ટીમ તરીકે પહોંચીને નવો વિશ્વ વિક્રમ સ્થાપશે. ભારત સરકારે સિયાચીન ગ્લેશિયર પર ચઢાણ કરવા માટે શારીરિક અસામર્થ્ય ધરાવતા લોકોની ટીમને અનુમતિ આપી છે. દિવ્યાંગજનોની ટીમને સશસ્ત્ર દળોનાં અગ્રણીઓની ટીમ ‘Team CLAW’એ તાલીમ આપી છે. દેશભરમાંથી પસંદ કરાયેલા દિવયાંગજનો કુમાર પોસ્ટ (સિયાચીન ગ્લેશિયર) સુધી ચઢાણ કરશે જેથી દિવ્યાંગજનોની સૌથી વિશાળ ટીમ દ્વારા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર પર પહોંચીને એક નવો રેકોર્ડ સ્થાપી શકાય.

આઝાદી પર્વ નિમિત્તે, કેબિનેટ મંત્રી ડો. વીરેન્દ્ર કુમારે દિવ્યાંગજન સિયાચન ગ્લેશિયર એક્સ્પિડિશન ટીમને લઈ જતા વાહનને ફ્લેગ-ઓફ આપીને ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર, 15 જનપથ, નવી દિલ્હી ખાતેથી રવાના કર્યુ હતું, જે હાંસિયામાં રહેલા સમુદાયોને સશક્ત કરવા માટે અને સમાજમાં સામાજિક આર્થિક પરિવર્તન લાવવા માટેના સંશોધન અને નીતિ પ્રદાન કરવા માટેની ફરજિયાત અગ્રણી સ્વાયત્ત સંશોધન સંસ્થા છે.

આ અગ્રણી અભિયાન, ‘ઓપરેશન બ્લુ ફ્રિડમના સફળ અમલીકરણ, ભારતને દિવ્યાંગજનોને સશક્ત બનાવવામાં એક નેતા તરીકે વૈશ્વિક મંચ પર મજબૂતીથી સ્થાપિત કરશે જ પણ સાથે યુદ્ધના મેદાન ઉપરાંત તેની બહાર પણ ભારતના સશસ્ત્ર દળોના કૌશલ્ય અને હૃદયને પણ શક્તિશાળી સ્વરૂપે ચિત્રિત કરશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1745413) Visitor Counter : 380