ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય

ઓપરેશન ગ્રીન્સ યોજના

Posted On: 10 AUG 2021 12:30PM by PIB Ahmedabad

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયે નવેમ્બર 2018માં ટામેટા, ડુંગળી અને બટાકા (TOP) મૂલ્ય સાંકળના સંકલિત વિકાસ માટે TOP ખેડૂતોના મૂલ્યની અનુભૂતિ વધારવા, લણણી પછીના નુકસાનમાં ઘટાડો, ઉત્પાદક અને ગ્રાહકો માટે ભાવ સ્થિરીકરણ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષમતામાં વધારો અને મૂલ્યવર્ધન વગેરે હેતુઓ સાથે ઓપરેશન ગ્રીન્સ યોજના શરૂ કરી.

આ યોજના 50 ટકાના દરે પરિવહન અને સ્ટોરેજ સબસિડી પૂરી પાડવા દ્વારા ટૂંકા ગાળાના હસ્તક્ષેપ અને પ્રોજેક્ટ દીઠ મહત્તમ રૂ. 50 કરોડને આધીન લાયક પ્રોજેક્ટ ખર્ચની 35થી 70 ટકા અનુદાન સહાય સાથે મૂલ્યવર્ધન પ્રોજેક્ટ્સ દ્વારા લાંબા ગાળાના હસ્તક્ષેપ માટે પ્રદાન કરે છે.  

યોજના હેઠળ, રાજ્યવાર ભંડોળ ફાળવવામાં આવતું નથી કારણ કે યોજના માંગ આધારિત છે અને પાત્ર ઉત્પાદન ક્લસ્ટરોમાં પ્રોજેક્ટ્સની સ્થાપના માટે પ્રાપ્ત અરજીઓના આધારે યોજના માર્ગદર્શિકા મુજબ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવે છે. શરૂઆતથી યોજના હેઠળ ફાળવવામાં આવેલા અને બહાર પાડવામાં આવેલા ભંડોળની વિગતો નીચે આપેલા કોષ્ટકમાં આપવામાં આવી છે.

(રૂ. કરોડમાં)

વર્ષ

BE

RE

AE

2018-19

0.00

200.00

5.50

2019-20

200.00

32.48

2.84

2020-21

127.50

38.22

38.21

2021-22

73.40

-

15.84 [05.08.2021 સુધી]

 

આ યોજનાનો ઉદ્દેશ ખેડૂત ઉત્પાદક સંગઠનો (એફપીઓ #), કૃષિ-લોજિસ્ટિક્સ, પ્રોસેસિંગ સુવિધાઓ અને મૂલ્યવર્ધન વગેરેને પ્રોડક્ટ ક્લસ્ટર્સમાં પ્રોત્સાહન આપવાનો છે અને તે મુજબ ₹ 363.30 કરોડના પ્રોજેક્ટ ખર્ચના 6 પ્રોજેક્ટ્સ, ₹ 136.82 કરોડની સહાય સાથે ગુજરાત (3) માં ટમેટા, ડુંગળી અને બટાકા માટે અત્યાર સુધી એક -એક, મહારાષ્ટ્રમાં ડુંગળી માટે બે (2) અને આંધ્રપ્રદેશમાં ટમેટા માટે એક એવા 6 ઉત્પાદન ક્લસ્ટરમાં 31 FPOને લક્ષ્યાંક બનાવીને મંજૂરી આપવામાં આવી છે.

બજેટ જાહેરાત 2021-22 મુજબ, વિસ્તૃત ઓપરેશન ગ્રીન્સ યોજના ઝીંગા સહિત 22 ખરાબ થવાવાળા ખાદ્ય પદાર્થને આવરી લે છે.

આ યોજના મુજબ પાક મુજબ/રાજ્યવાર ચોક્કસ ભંડોળ ફાળવવામાં આવતું નથી કારણ કે યોજના માંગ મુજબ ચાલતી હોય છે અને સમયસર બહાર પાડવામાં આવેલા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) સામે રોકાણકારો પાસેથી મળેલી અરજીઓના આધારે પ્રોજેક્ટ્સને ઓળખવામાં આવેલા ઉત્પાદન ક્લસ્ટરોમાં મંજૂર કરવામાં આવે છે.

આ માહિતી ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે આજે લોકસભામાં લેખિત જવાબમાં આપી હતી.

 

SD/GP/BT



(Release ID: 1744427) Visitor Counter : 343