સંરક્ષણ મંત્રાલય

સ્વર્ણિમ વિજય વર્ષ વિજય જ્યોત માયાબંદર, આંદામાન અને નિકોબાર ટાપુઓ સુધી પહોંચી

Posted On: 09 AUG 2021 11:12AM by PIB Ahmedabad

મુખ્ય અંશો:

  • ANCના સંયુક્ત સેવાઓ સાયકલ અભિયાન વિજય જ્યોત સાથે
  • કિશોરી નગરની સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળામાં જ્યોત લઈ જવામાં આવી
  • ટીમે 1971ના યુદ્ધમાં ભારતની જીતની યાદમાં બાળકોમાં જાગૃતિ ફેલાવી
  • સાયકલ સવારો ચાર દિવસમાં 300 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું

સ્વર્ણિમ વિજય વર્ષ વિજય જ્યોત સાથે આંદામાન અને નિકોબાર કમાન્ડ (ANC) ના સંયુક્ત સેવા સાયકલ અભિયાન 08 ઓગસ્ટ, 2021ના રોજ માયાબંદર પહોંચ્યું. સાયકલ સવારોએ ચાર દિવસમાં 300 કિલોમીટર સુધીનું અંતર સફળતાપૂર્વક પાર કર્યું. કિશોરી નગર ખાતેની સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળામાં વિજય જ્યોત લઈ જવામાં આવી હતી જ્યાં જિલ્લાના અધિકારીઓ, સશસ્ત્ર દળોના દિગ્ગજો અને શાળાના મુખ્ય શિક્ષકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજય જ્યોતના સન્માન માટે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાયકલ અભિયાન ટીમે 1971ના યુદ્ધમાં ભારતના વિજયની ઉજવણી માટે બાળકોમાં જાગૃતિ ફેલાવવા માટે શ્રાવ્ય દ્રશ્ય પ્રસ્તુતિઓ કરી હતી. સાઇકલ સવારોએ બાળકોને સશસ્ત્ર દળોમાં જોડાવા અને સાહસ અને રમતગમતને તેમના જીવનનો મહત્વનો ભાગ બનાવવા પ્રોત્સાહિત કર્યા. ટીમે નિવૃત્ત સૈનિકો, શાળાના અધિકારીઓ અને બાળકોને સ્મૃતિચિહ્નનું વિતરણ પણ કર્યું હતું.

સાયકલ અભિયાન છેલ્લે 09 ઓગસ્ટ, 2021ના રોજ દિગ્લીપુર ખાતે સ્પોર્ટ્સ સ્ટેડિયમ પહોંચશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1743947) Visitor Counter : 255