સંરક્ષણ મંત્રાલય

સ્વર્ણિમ વિજય વર્ષ વિજય જ્યોત સેલ્યુલર જેલમાં

Posted On: 05 AUG 2021 11:49AM by PIB Ahmedabad

મુખ્ય અંશો:

  • 1971ના યુદ્ધમાં ભારતની જીતની 50મી વર્ષગાંઠ નિમિત્તે આંદામાન અને નિકોબાર કમાન્ડ સેલ્યુલર જેલમાં કાર્યક્રમોનું આયોજન
  • આર્મી કમ્પોનન્ટ કમાન્ડર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા
  • સેવા નિવૃત્ત સૈનિકો, લશ્કરી અધિકારીઓ અને નાગરિક મહાનુભાવો સમારોહમાં હાજરી આપી

1971ના યુદ્ધમાં ભારતની જીતની 50મી વર્ષગાંઠની ઉજવણી માટે આંદામાન અને નિકોબાર ટાપુઓના પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં સ્વર્ણિમ વિજય વર્ષ વિજય જ્યોત લઈ જવામાં આવી હતી. આંદામાન અને નિકોબાર કમાન્ડ (ANC) એ સેલ્યુલર જેલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં સંયુક્ત સેવાઓના સૈનિકો તરફથી બેન્ડ ડિસ્પ્લે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને 1971ના યુદ્ધ પર ટૂંકી ફિલ્મનો સમાવેશ થાય છે.

આર્મી કમ્પોનન્ટ કમાન્ડર બ્રિગેડિયર રાજીવ નાગ્યાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સેવાના દિગ્ગજો, વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને ગણમાન્ય નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આર્મી કમ્પોનન્ટ કમાન્ડરે માતૃભૂમિના વિવિધ ભાગોમાંથી માટી સંગ્રહની રાષ્ટ્રીય પહેલના ભાગરૂપે સેલ્યુલર જેલમાંથી માટી એકઠી કરી હતી.

સેલ્યુલર જેલ ગર્વથી ભારતની આઝાદીની લડતના પ્રતીકના રૂપમાં છે. આ જેલ કાળા પાણી તરીકે પણ ઓળખાય છે, જેલનો ઉપયોગ રાજકીય કેદીઓને દૂરસ્થ દ્વીપસમૂહમાં દેશનિકાલ કરવા માટે કરવામાં આવતો હતો. વિનાયક દામોદર સાવરકર, બટુકેશ્વર દત્ત, યોગેન્દ્ર શુક્લ અને વી. ચિદમ્બરમ પિલ્લઇ આઝાદીની લડત દરમિયાન ત્યાં કેદ હતા. આજે, સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે સેવા આપે છે.

 

SD/GP/BT



(Release ID: 1742643) Visitor Counter : 256