યુવા બાબતો અને રમત મંત્રાલય

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ભારતના યુવાનોનું ભવિષ્ય સજ્જ કરશે અને ભારતને વિશ્વનું સૌથી કૌશલ્ય ધરાવતું વર્કફોર્સ બનાવશે: શ્રી અનુરાગ ઠાકુર

Posted On: 04 AUG 2021 5:15PM by PIB Ahmedabad

પ્રમુખ આકર્ષણો :

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના પ્રથમ વર્ષની ઉજવણીરૂપે યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયે 'યુવાનોના સશક્તકરણ અને રમતોના વિકાસ પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અસરો' વિષય પર એક વેબિનારનું આયોજન કર્યું

  • યુવા બાબતો અને રમતોના રાજ્યકક્ષાના મંત્રી શ્રી નીશિથ પ્રમાણિકે પણ વેબિનારમાં સંબોધન કર્યું

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના પ્રથમ વર્ષની ઉજવણીરૂપે યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય દ્વારા આજે 'યુવાનોના સશક્તકરણ અને રમતોના વિકાસ પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અસરો' વિષય પર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે મુખ્ય અતિથિવિશેષ પદેથી કેન્દ્રના યુવા બાબતો અને રમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. યુવા બાબતો અને રમત મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી શ્રી નિશિથ પ્રમાણિકે પણ વેબિનારમાં પ્રવચન કર્યું હતું.

પ્રસંગે કેટલાક જાણીતા વક્તાઓ અને હસ્તીઓએ ઉપસ્થિત રહીને પ્રસંગને દીપાવ્યો હતો જેમાં યુજીસીના ચેરમેન પ્રો. ડીપી સિંઘ, સ્વામી વિવેકાનંદ યુવા મૂવમેન્ટના સ્થાપક અને કેપેસિટી બિલ્ડિંગ પંચના સદસ્ય ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ, આઇઆઇએમ રોહતકના ડાયરેક્ટર પ્રો. ધીરજ શર્મા, આરજીએનઆઈવાયડી, શ્રીપેરુમ્બુદુર, તમિળનાડુના ડાયરેક્ટર પ્રો. સિબનાથ દેબ, નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી, મણીપુરના વાઇસ ચાન્સેલર આર. સી. મિશ્રા, પોલિટિકલ સાયન્સ, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને વિભાગીય વડા ડૉ. (પ્રો) સંગીત રાગીરમત વિભાગના સચિવ શ્રી રવિ મિત્તલ, યુવા બાબતોના વિભાગના સચિવ શ્રીમતિ ઉષા શર્મા, યુવા બાબતોના સંયુક્ત સચિવ શ્રી આસિત સિંઘ અને રમત વિભાગના સંયુક્ત સચિવ (ડેવલપમેન્ટ) શ્રી અતુલ સિંઘનો સમાવેશ થતો હતો.

 

પોતાના સંબોધનમાં શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કેરાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતના યુવા ભાવિને સજ્જ બનાવશે અને ભારતને વિશ્વના સૌથી મોટા કૌશલ્ય ધરાવતા વર્કફોર્સમાં પરાવર્તિત કરશે. નવી શિક્ષણ નીતિ ભારતના યુવાનોના સર્વાંગી વિકાસની કલ્પના કરે છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલી આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે સ્કીલ ડેવપલમેન્ટ પર ભાર મૂકશે. મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓને પણ સુથારીકામ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ રિપેરિંગ, બાગાયતી, માટીકામ, ભરતકામ જેવી અન્ય કુશળતામાં વ્યવસાયિક કુશળતાની તાલીમ મળી રહેશે. નીતિમાં કમસે કમ 50 ટકા વિદ્યાર્થીઓને 2025 સુધીમાં વ્યવસાયિક કુશળતાની તાલીમ આપવાનો લક્ષ્યાંક છે. પ્રકારની તાલીમ શાળાકીય સ્તરે મળી રહેશે જેને ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ સ્તર સુધી લઈ જવાશે. અમે અમારા વિદ્યાર્થીઓમાં આંતરપ્રિન્યોરની ભાવના પેદા કરીને તેમને નોકરી વાંચ્છુમાંથી નોકરી પેદા કરનારા યુવાન બનાવવા માગીએ છીએ. અમે અમારા યુવાનોને સાકલ્યવાદી શૈક્ષણિક અનુભવ પ્રદાન કરવા માટે રમતગમતની શક્તિનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ; જેનાથી તેમનામાં ટીમ ભાવના અને માનસિક ચપળતાનું નિર્માણ પણ કરી શકાશે..”

યુવા બાબતો અને રમત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નિશિથ પ્રમાણિકે જણાવ્યું હતું કે ભારતનો યુવાન 15 થી 29 વર્ષની વય ધરાવતો યુવાન નાગરિક છે જેની સંખ્યા હાલમાં દેશની વસતિના 27.5 ટકા હિસ્સો ધરાવે છે. એટલે કે અંદાજે દેશના દર ચાર નાગરિકે એક યુવાન છે. ભારત સૌથી યુવાન દેશ છે જે પરિવર્તનનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 યુવાનને શિક્ષણની સાથે સાથે રમતોમાં પણ સશક્ત બનાવવા કાર્ય કરશે. નીતિ યુવાનોને ફિટ રહેવા અને માનસિક, વિદ્વતા તથા સામાજિક વિકાસમાં સજ્જ રહેવામાં મદદ કરશે.

વેબિનાર દરમિયાન નિષ્ણાતોએ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

  • યુવાનો માટે સર્વગ્રાહી અને બહુશાખાકિય શિક્ષણ

 

  • યુવાનો માટે સુગમતા, રસ તેમજ યોગ્યતા લક્ષી શિક્ષણ

 

  • સીમાંત યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ઉચ્ચ શિક્ષણમાં સમાનતા અને સમાવેશ

 

  • યુવાનોની કારકિર્દીનો ગ્રાફ અને રોજગારીની તકો માટે ઓનલાઇન અને ડિજિટલ શિક્ષણ
     
  • યુવાનોમાં શિક્ષણને પડતું મૂકવાના દરમાં ઘટાડો કરવા તથા યુવાનો માટે તમામ સ્તરે શિક્ષણમાં વૈશ્વિક પ્રવેશ મળે તેવા પ્રયાસો

 

  • યુવાનો માટે વ્યવસાયિક શિક્ષણ

SD/GP/JD



(Release ID: 1742454) Visitor Counter : 313