મંત્રીમંડળ

ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ માટેની કેન્દ્રીય પ્રાયોજિત યોજનાને વધુ બે વર્ષ જારી રાખવા કેબિનેટની મંજૂરી


જારી રહેનારી 1023 ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (FTSCs)માં 389 વિશેષ POCSO કોર્ટ પણ સામેલ

કુલ મળીને થનારા 1572.86 કરોડ રૂપિયાના ખર્ચમાં કેન્દ્રનો ફાળો 971.70 કરોડ રૂપિયા તથા રાજ્યનો ફાળો 601.16 કરોડ રૂપિયાનો રહેશે

કેન્દ્રનો ફાળો નિર્ભયા ફંડમાંથી આપવામાં આવશે

જાતીય સતામણીનો ભોગ બનેલાઓને તાકીદે ન્યાય મળે તથા જાતીય સતામણી કરનારા ગુનેગારોને કડક સજા મળે તે માટે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ સમર્પિત છે

Posted On: 04 AUG 2021 3:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્રીય કેબિનેટે દેશમાં કેન્દ્રીય પ્રાયોજિત યોજના (સીએસએસ) હેઠળની 1023 ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (FTSCs) ને 01.04.2021 થી 31.03.2023 દરમિયાન જારી રાખવાની મંજૂરી આપી છે જેમાં 389 વિશેષ પોસ્કો (POCSO)ને આવરી લેવામાં આવી છે. આ માટેનો 1572.86 કરોડનો ખર્ચ થશે જેમાં કેન્દ્રનો ફાળો 971.70 કરોડ રૂપિયા તથા રાજ્યનો ફાળો 601.16 કરોડ રૂપિયાનો રહેશે. કેન્દ્રનો ફાળો નિર્ભયા ફંડમાંથી અપાશે. આ યોજના 02.10.2019ના રોજ લોંચ કરાઈ હતી.

સરકારે હંમેશાં મહિલાઓ તથા બાળકોની સુરક્ષાને અગ્રતા આપી છે. બાળકીઓને સશક્ત બનાવવા માટે સરકારે અગાઉતી જ કેટલીક યોજના લોંચ કરેલી છે જેમાં બેટી બચાવો, બેટી પઢાવો વગેરે યોજનાનો સમાવેશ થાય છે. 12 વર્ષથી ઓછી વય ધરાવતી બાળકીઓ તથા 16 વર્ષથી ઓછી વયની મહિલાઓ પર બળાત્કારના બનાવોએ સમગ્ર દેશના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. આ પ્રકારના બનાવોની સંખ્યા તથા તેમના ટ્રાયલ્સમાં થતા વિલંબને કારણે દેશમાં એવી કોર્ટની રચનાની જરૂર પેદા થઈ હતી જેમાં ઝડપથી ટ્રાયલ્સ યોજાય અને જાતીય સતામણીનો ભોગ બનેલાઓને તાત્કાલિક ન્યાય તથા રાહત અપાવી શકે.

વધુ કડકા કાયદો લાવવા તથા આ પ્રકારના કેસનો ઝડપથી નિકાલ લાવવા માટે કેન્દ્ર સરકારે ફજદારી કાયદો (સુધારણા) 2018 ઘડ્યો હતો અને બળાત્કારીને સજા કરવા માટે તથા મૃત્યુદંડ સુધીની જોગવાઈ સાથેની કડક સજાની જોગવાઈ કરી હતી. આ અમલીકરણ સાથે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (FTSCs)ની રચના કરવામાં આવી હતી.

ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ એ સમર્પિત કોર્ટ (અદાલતો) છે કે જ્યાં ત્વરિત ન્યાયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. નિયમિત અદાલતોની સરખામણીએ કેસોનો નિકાલ કરવાનો તેમનો દર વધુ સારો છે અને તેઓ ઝડપી સુનાવણી કરે છે. લાચાર પીડિતોને ઝડપી ન્યાય પૂરો પાડવા ઉપરાંત તે શારીરિક શોષણ કરનારાઓના મનમાં કાયદાનો ડર ઊભો કરીને આવી ઘટનાઓને રોકવાની પ્રણાલીને મજબૂત કરે છે.

અત્યારે 28 રાજ્યોમાં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ છે ત્યારે આ યોજનામાં સામેલ થવા માટે પાત્ર તમામ 31 રાજ્યોમાં તેને આવરી લેવાનો પ્રસ્તાવ છે. તેનાથી દેશના અંતરિયાળ અને દૂરના વિસ્તારો સહિત સમગ્ર દેશમાં શારીરિક શોષણના લાચાર પીડિતોને ચોક્કસ સમયમર્યાદામાં ન્યાય પૂરો પાડવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટેકો મળે છે. આ યોજનાના આ પરિણામોની અપેક્ષા છે: 

  • મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા અને સલામતીના હેતુને પાર પાડવા માટેના દેશની પ્રતિબદ્ધતાને મજબૂત કરવી
  • બળાત્કાર અને પોસ્કો કાયદાના પેન્ડિંગ કેસોની સંખ્યા ઘટાડવી
  • શારીરિક અપરાધોના પીડિતોને ન્યાય સુધીની ત્વરિત પહોંચ પૂરી પાડવી અને શારીરિક શોષણની ઘટનાઓના નિવારક તરીકે કામ કરવું
  • આ કેસો પર ઝડપથી સુનાવણી કરવાથી ન્યાયતંત્ર પરનો પડતર કેસોનો બોજો ઘટાડવો

SD/GP/JD


(Release ID: 1742317) Visitor Counter : 463