સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ મહત્વપૂર્ણ સીમાચિન્હ સાથે 48 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 60 લાખથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર 97.37% થયો

છેલ્લા 24 કલાકમાં 42,625 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતનું સક્રિય કેસ ભારણ (4,10,353) હાલમાં કુલ કેસનું 1.29% છે

દૈનિક સકારાત્મકતા દર (2.31%) સળંગ 58 દિવસથી 5% કરતા ઓછો

Posted On: 04 AUG 2021 9:35AM by PIB Ahmedabad

ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો મહત્વપૂર્ણ સીમાચિન્હ સાથે 48 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 56,83,682 સત્રોનું આયોજન કરીને રસીના 48,52,86,570 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 62,53,741 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,18,462

બીજો ડોઝ

79,00,794

FLWs

પ્રથમ ડોઝ

1,80,03,726

બીજો ડોઝ

1,14,89,972

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

16,41,84,445

બીજો ડોઝ

98,50,898

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

10,85,51,839

બીજો ડોઝ

4,06,01,807

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

7,70,32,125

બીજો ડોઝ

3,73,52,502

કુલ

48,52,86,570

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,09,33,022 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 36,668 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.37% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001MKL1.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 42,625 નવા કેસ નોંધાયા છે.

પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002X7GG.jpg

દેશમાં સક્રિય કેસનું ભારણ આજે 4,10,353 છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.29% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003PGC4.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,47,518 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 47.31 કરોડથી વધારે (47,31,42,307) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.36% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.31% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 58 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KJP4.jpg

 

SD/GP/BT



(Release ID: 1742228) Visitor Counter : 286