ગૃહ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતમાં પુન:વિકસિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન અને સાયન્સ સિટી અમદાવાદમાં એક્વાટિક (Aquatic) ગૅલરી, રોબોટિક્સ ગૅલરી અને નેચર પાર્ક સહિત ઘણી વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું


કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ પણ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી કાર્યક્રમમાં સામેલ થયા

આજે સમગ્ર ગુજરાત ખાસ કરીને ગાંધીનગર લોકસભા વિસ્તારના તમામ નાગરિકો માટે અપાર આનંદનો દિવસ

શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે એમનો આગ્રહ અને લક્ષ્ય ગુજરાતના તમામ વિકાસ કાર્યોને વિશ્વ સ્તરીય બનાવવાનો રહેતો હતો અને એ મુજબ જ યોજના બનતી હતી

આના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં અનેક વિકાસલક્ષી વિશ્વ સ્તરીય પરિયોજનાઓ બની છે જે સમગ્ર દુનિયામાં ઉદહારણીય છે, એમાં આજે આ યોજના પણ જોડાઈ ગઈ

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટ પર લગભગ 800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને એની સાથે બનાવાયેલ ફાઇવ સ્ટાર હૉટેલથી ગાંધીનગરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યટનને ઉત્તેજન મળશે

વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇની પ્રતિમા વિશ્વ પટલ પર આવ્યા બાદ રેલવેએ દેશના 8 મહત્વપૂર્ણ સ્થળોને જોડવાનું કાર્ય કર્યું છે અને આજે ગાંધીનગરને બાબા વિશ્વનાથની નગરી વારાણસી સાથે જોડવાનું કાર્ય પણ સંપન્ન થઈ ગયું

સાયન્સ સિટીમાં એક્વાટિક (Aquatic) ગૅલરી અને રોબોટિક ગૅલરી વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થશે

એક્વાટિક (Aquatic) ગૅલરીમાં લગભગ 40 લાખ લિટર પાણીમાં વ્હેલથી માંડીને કેટલાંય પ્રકારના દરિયાઇ જીવો અને દરિયાઇ જગત વિશે બાળકોની જિજ્ઞાસા સંતોષવાનું એક મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન

ગુજરાતની જનતા અને ગાંધીનગર લોકસભા વિસ્તાર તરફથી માનનીય પ્રધાનમંત્રીજીનો હ્રદયથી આભાર વ્યક્ત કરું છું, આપ જે આ સોગાત આપી રહ્યા છો એ ગાંધીનગર મતવિસ્તારના તમામ મતદારો માટે બહુ ઉપયોગી સાબિત થશે અને ગુજરાતના વિકાસમાં એક નવું પરિમાણ બનશે

Posted On: 16 JUL 2021 7:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતમાં ઘણી વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. પરિયોજનાઓમાં નવા સ્વરૂપે પુનર્વિકસિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન અને સાયન્સ સિટી અમદાવાદમાં એક્વાટિક (Aquatic) ગૅલરી, રોબોટિક્સ ગૅલરી અને નેચર પાર્કનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ પણ વીડિયો કૉન્ફરન્સિંગ મારફત કાર્યક્રમમાં સામેલ થયા હતા. પ્રસંગે શ્રી શાહે કહ્યું કે આજે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તમામ નાગરિકો માટે અપાર આનંદનો દિવસ છે. 35 વર્ષો બાદ ગાંધીનગર રેલવે સ્ટેશનનો સંપૂર્ણ કાયાકલ્પ માનનીય પ્રધાનમંત્રીના વરદ હસ્તે થઈ રહ્યો છે. જ્યારે રેલવે સ્ટેશનનો વિચાર રાખવામાં આવ્યો, મૂળ સ્વરૂપ બન્યું અને ત્યાર બાદ જ્યારે બાંધકામ શરૂ થયું ત્યારે ઘણાં લોકોને લાગતું હતું કે એક પ્રકારનું ઇજનેરી સાહસ છે પણ આજે સાહસ સફળ થયું છે અને એનું લોકાર્પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહ્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે એમનો આગ્રહ અને લક્ષ્ય ગુજરાતના તમામ વિકાસ કાર્યોને વિશ્વસ્તરીય બનાવવા પર રહેતો હતો અને મુજબ યોજનાઓ બનતી હતી. એના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં અનેક વિકાસલક્ષી વિશ્વસ્તરીય પરિયોજનાઓ બની છે જે સમગ્ર વિશ્વમાં ઉદાહરણીય છે, એમાં આજે યોજના પણ જોડાઈ ગઈ છે. શ્રી અમિત શાહે કહ્યું કે ગાંધીનગર કૅપિટલ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટ પર લગભગ 800 કરોડનો ખર્ચ થયો છે અને એની સાથે બનાવવામાં આવેલ ફાઇવ સ્ટાર હૉટેલથી ગાંધીનગરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યટનને ઉત્તેજન મળશે. શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ રેલવેએ ગુજરાતમાં ઘણી પરિયોજનાઓ પૂર્ણ કરી છે. તાજેતરમાં વિશ્વમાં સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા વિશ્વ માનસપટલ પર આવ્યા બાદ રેલવેએ દેશના 8 મહત્વપૂર્ણ સ્થળોને જોડવાનું કાર્ય પણ કર્યું છે અને આજે ગાંધીનગરને બાબા વિશ્વનાથની નગરી વારાણસી સાથે જોડવાનું કાર્ય પણ પૂર્ણ થયું છે. સાથે ગાંધીનગરથી વરેઠા વચ્ચે મેમુ (Mainline Electric Multiple Unit-MEMU) સર્વિસ ટ્રેનની પણ શરૂઆત થઈ રહી છે જે મુસાફરી કરતા લોકો માટે બહુ ઉપયોગી સાબિત થશે. મહેસાણા-વરેઠા રેલવે સેક્શનનું ગૅજ પરિવર્તન અને વિદ્યુતીકરણ અને સુરેન્દ્રનગર-પીપાવાવ સેક્શનના વિદ્યુતીકરણનું પણ આજે લોકાર્પણ થઈ રહ્યું છે એનાથી રેલવે ગૅજ પરિવર્તન અને વિદ્યુતીકરણનું લક્ષ્ય વધુ આગળ વધશે. ગાંધીનગર સેન્ટ્રલ રેલવે સ્ટેશન એક રીતે બહુપયોગી પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે, એની સાથે વાવોલ અંડરપાસ, જે અંડરપાસથી રોજ 11 હજારથી વધારે ફોરવ્હીલર્સ અંદાજે 2.5 કિમીનું ચક્કર લગાવતા એના બદલે એક અંડરપાસથી નીકળીને પોતાના ગંતવ્ય સ્થાન સુધી જશે.

શ્રી અમિત શાહે કહ્યું કે સાયન્સ સિટીમાં એક્વાટિક (Aquatic) ગૅલરી અને રોબોટિક્સ ગૅલરી વિજ્ઞાનમાં રૂચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થશે. રોબોટિક ગૅલરીમાં લગભગ 11 હજાર સ્કૅવર મીટરના ક્ષેત્રમાં રોબોટિક્સ ઉદ્યોગ અને એના પરિમાણોને બહુ સુંદર અને રસપ્રદ રીતે નાના બાળકો સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એમાં માનવ-રોબોટ સંવાદથી લઈને કૃષિ, અંતરિક્ષ, સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોની અંદર રોબોટના ઘણા ઉપયોગ દર્શાવાયા છે. એક્વાટિક (Aquatic) ગૅલરીમાં લગભગ 40 લાખ લિટર પાણીમાં વ્હેલથી લઈને ઘણાં પ્રકારના સમુદ્રી જીવો અને દરિયાઇ જગત વિશે બાળકોની જિજ્ઞાસા સંતુષ્ટ કરવાનું એક મહત્વપૂર્ણ કાર્ય આજે સાયન્સ સિટીમાં સંપન્ન થવા જઈ રહ્યું છે. સાથે લગભગ 8 હૅક્ટરમાં 13 કરોડ રૂપિયાના ખર્ચે નેચર પાર્કનું પણ આજે પ્રધાનમંત્રીજીના વરદ હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે. એને બાયોલોજિકલ પાર્કમાં પણ રૂપાંતરિત કરવાની યોજના છે.      

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે એમના માટે બહુ સૌભાગ્યની વાત છે કે એમના મતવિસ્તાર ગાંધીનગરમાં વિશ્વસ્તરીય વિકાસ પરિયોજનાઓ શરૂ થઈ રહી છે. શ્રી અમિત શાહે કહ્યું કે આના માટે તેઓ ગુજરાતની જનતા અને ગાંધીનગર લોકસભા વિસ્તાર તરફથી માનનીય પ્રધાનમંત્રીજીનો હ્રદયથી આભાર વ્યક્ત કરે છે, આપ જે સોગાતો આપી રહ્યા છો ગાંધીનગર મતવિસ્તારના તમામ મતદારો માટે બહુ ઉપયોગી સિદ્ધ થશે અને ગુજરાતના વિકાસમાં એક નવું પરિમાણ બનશે. શ્રી શાહે ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

SD/GP/JD

                                                                                                                                                                                                      

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1736294) Visitor Counter : 337