આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

પશુપાલન અને ડેરી વિભાગની યોજનાઓના વિવિધ ઘટકોને સુધારવા અને પુન:સંગઠિત કરવા અને રૂ. 54618 કરોડના રોકાણના લાભ માટે ખાસ પશુધન પૅકેજને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

Posted On: 14 JUL 2021 4:09PM by PIB Ahmedabad

પશુધન ક્ષેત્રમાં વિકાસને વધુ વેગ મળે અને પશુપાલન ક્ષેત્રમાં રોકાયેલા 10 કરોડ ખેડૂતોને પશુપાલન વધારે લાભદાયી બને એ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કૅબિનેટ સમિતિએ ભારત સરકારની યોજનાઓ સુધારીને પુન:સંગઠિત કરીને વિવિધ પ્રવૃત્તિઓ ધરાવતા ખાસ પશુધન ક્ષેત્રના પૅકેજના અમલીકરણને 2021-22થી શરૂ કરીને આગામી પાંચ વર્ષ માટે મંજૂરી આપી છે. આ પૅકેજમાં 5 વર્ષ માટે રૂ. 54,618 કરોડના રોકાણના લાભ માટે પાંચ વર્ષના ગાળામાં રૂ. 9800 કરોડની કેન્દ્ર સરકારની મદદની કલ્પના કરાઇ છે.

નાણાંકીય સૂચિતાર્થો:

2021-22થી શરૂ કરીને આગામી 5 વર્ષો માટે ભારત સરકાર દ્વારા આ યોજનાઓ માટે રૂ. 9800 કરોડની નાણાકીય પ્રતિબદ્ધતા પશુધન ક્ષેત્રમાં રાજ્ય સરકારો, રાજ્ય સહકારીઓ, નાણાકીય સંસ્થાઓ, બાહ્ય ફંડિંગ એજન્સીઓ અને અન્ય હિતધારકો દ્વારા રોકાણના હિસ્સા સહિત રૂ. 54618 કરોડના કુલ રોકાણને પાર પાડશે.

વિગતો:

આ મુજબ, વિભાગની તમામ યોજનાઓને ત્રણ વ્યાપક શ્રેણી-કૅટેગરીઓમાં વિલિન કરી દેવાશે જેમ કે વિકાસ કાર્યક્ર્મો જેમાં રાષ્ટ્રીય ગોકુલ મિશન, નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ (એનપીડીડી), નેશનલ લાઇવસ્ટૉક મિશન (એનએલએમ) અને લાઇવસ્ટૉક સેન્સસ એન્ડ ઈંટિગ્રેટેડ સેમ્પલ સર્વે (એલસી એન્ડ આઇએસએસ)નો પેટા યોજના તરીકે સમાવેશ હશે, ડીઝીઝ કન્ટ્રોલ પ્રોગ્રામનું નામ બદલીને લાઇવસ્ટૉક હેલ્થ એન્ડ ડીઝીઝ કન્ટ્રોલ (એલએચ એન્ડ ડીસી) જેમાં હાલના લાઇવસ્ટૉક હેલ્થ એન્ડ ડિસિઝ કન્ટ્રોલ (એલએચ એન્ડ ડીસી) યોજના અને નેશનલ એનિમલ ડિસિઝ કન્ટ્રોલ પ્રોગ્રામ (એનએડીસીપી) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડનો સમાવેશ થાય છે જ્યાં, એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (એએચઆઇડીએફ) અને ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ ( ડીઆઇડીએફ)ને વિલિન કરાયા છે અને ડેરી સહકારીઓ અને ડેરી પ્રવૃત્તિઓમાં રોકાયેલા ખેત ઉત્પાદક સંગઠનોને મદદ માટે હાલની યોજના પણ આ ત્રીજી શ્રેણીમાં સામેલ કરાઇ છે.  

અસર:

રાષ્ટ્રીય ગોકુલ મિશન સ્વદેશી ઓલાદોના વિકાસ અને જાળવણીમાં મદદ કરશે અને ગ્રામીણ ગરીબોની આર્થિક સ્થિતિ સુધારવામાં પણ યોગદાન આપશે. નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ (એનપીડીડી) યોજનાનું લક્ષ્ય 8900 જેટલા બલ્ક મિલ્ક કૂલર્સની સ્થાપના કરવાનું છે, આ રીતે 8 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને લાભ પૂરો પાડશે અને 20 એલએલપીડી દૂધ વધારે પ્રાપ્ત થશે. એનપીડીડી હેઠળ, જાપાન ઇન્ટરનેશનલ કો ઓપરેશન એજન્સી (જેઆઇસીએ)થી નાણાકીય મદદ મેળવાશે અને આ રીતે 4500 ગામોમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્જાશે અને મજબૂત કરાશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1735461) Visitor Counter : 336