નાણા મંત્રાલય

સીબીડીટીએ આવકવેરા ફોર્મ્સ 15CA/15CBના ઈલેક્ટ્રોનિક ફાઈલિંગમાં વધુ છૂટ આપી

Posted On: 05 JUL 2021 5:11PM by PIB Ahmedabad

આવકવેરા કાયદા, 1961 અનુસાર, ફોર્મ 15CA/15CB ઈલેક્ટ્રોનિક સ્વરૂપે પ્રસ્તુત કરવાની આવશ્યકતા છે. હાલમાં, કરદાતાઓ કોઈપણ વિદેશી રેમિટન્સ માટે અધિકૃત ડીલરને કોપી જમા કરાવતા અગાઉ, ઈ-ફાઈલિંગ પોર્ટલ પર, જ્યાં પણ લાગુ હોય, ત્યાં ફોર્મ 15CBમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સર્ટિફિકેટ સાથે ફોર્મ 15CA અપલોડ કરે છે.

પોર્ટલ www.incometax.gov.in પર આવકવેરા ફોર્મ 15CA/15CBના ઈલેક્ટ્રોનિક ફાઈલિંગમાં કરદાતાઓ દ્વારા જણાવેલી કઠિનતાઓને જોતા, સીબીડીટી દ્વારા અગાઉ એ નિર્ણય લેવાયો હતો કે કરદાતા ફોર્મ 15CA/15CBને અધિકૃત ફોર્મેટમાં મેન્યુઅલ ફોર્મેટમાં અધિકૃત ડીલર સમક્ષ 30 જૂન, 2021 સુધી જમા કરી શકે છે.

હવે ઉક્ત તારીખને આગળ વધારીને 15 જુલાઈ, 2021 કરવાનો નિર્ણય લેવાયો છે. જેને ધ્યાનમાં રાખીને, કરદાતાઓ હવે ઉક્ત ફોર્મ્સને 15 જુલાઈ, 2021 સુધી અધિકૃત ડીલરોને મેન્યુઅલ ફોર્મમાં જમા કરાવી શકે છે.

અધિકૃત ડીલરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આવા ફોર્મ ફોરેન રેમિટન્સ માટે 15 જુલાઈ, 2021 સુધી સ્વીકારે. ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેસ નંબર પછીની તારીખમાં પ્રાપ્ત કરવાના હેતુથી આ ફોર્મ્સ નવા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર અપલોડ કરવા સુવિધા આપવામાં આવશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1732858) Visitor Counter : 305