ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
કઠોળ જેવી આવશ્યક વસ્તુઓના ભાવો પર કાર્યવાહી કરવાના સતત પ્રયાસમાં ભારત સરકારે હૉલસેલર્સ, રિટેલર્સ, મિલર્સ અને આયાતકારોને લાગુ પડતો કઠોળ પર સંગ્રહ મર્યાદા લાદતો સીમાચિહ્નરૂપ આદેશ જારી કર્યો
નિર્દિષ્ટ ખાદ્યસામગ્રી (સુધારા) પર સંગ્રહ મર્યાદા અને હેરફેરના નિયંત્રણોનો આદેશ, 2021 આજથી એટલે કે બીજી જુલાઇ 2021થી તાત્કાલિક અસરથી અમલ સાથે જારી કરવામાં આવ્યો
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નશીલ નેતૃત્વમાં ભારત સરકારે કઠોળના ભાવો અંકુશમાં રહે એ સુનિશ્ચિત કરવા માટે બહુ પાંખિયા વ્યૂહરચના ઘડી છે
ભારત સરકારનાં ઉપર્યુક્ત શ્રેણીબદ્ધ સતત પગલાંને પરિણામે કઠોળ અને તેલિબિયાંના ભાવમાં ઘટાડાનો પ્રવાહ પણ જોવાઇ રહ્યો છે
2020-21માં મુખ્ય કઠોળનું જેમાં ચણા (126.1 એલએમટી) અને મગની દાળ (26.4 એલએમટી) સાથે અત્યાર સુધીનું સર્વોચ્ચ કુલ ઉત્પાદન 255.8 એલએમટી થયું, ખાસ કરીને એમના ઉત્પાદનના ભૂતકાળના તમામ વિક્રમો તૂટી ગયા
પ્રાઇઝ સ્ટેબિલાઇઝેશન ફંડ (પીએસએફ) હેઠળ નાણાંકીય વર્ષ 2021-22માં કઠોળનું લક્ષિત બફર કદ વધારીને 23 એલએમટી કરાયું છે
કઠોળના ભાવો પર રિયલ ટાઇમ ધોરણે દેખરેખ રાખી શકાય એ માટે સંગ્રહખોરીની અનિચ્છનીય પ્રથા પર અંકુશ રાખવા એક વૅબ પોર્ટલ વિક્સાવવામાં આવ્યું છે
ખાદ્ય તેલોના ભાવ ઘટાડવા, બંદરો પર ખાદ્ય ચીજવસ્તુઓને ઝડપી મંજૂરી મળે એની દેખરેખ રાખવા એક યંત્રણા કાર્યાન્વિત કરવામાં આવી છે
તુવેર, અડદ અને મગને નિયંત્રિત શ્રેણીમાંથી મુક્ત શ્રેણીમાં ખસેડીને આયાત નીતિમાં ફેરફારો કરાયા છે
રવાના કરાયેલા માલ (કનસાઇનમેન્ટ્સ)ની મંજૂરી માટે સરેરાશ પ્રવાસ સમય કઠોળના કિસ્સામાં 10 થી 11 દિવસોથી ઘટીને 6.9 દિવસ અને ખાદ્ય તેલોના કિસ્સામાં 3.4 દિવસો થયો છે
Posted On:
02 JUL 2021 7:07PM by PIB Ahmedabad
કઠોળ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર કાર્યવાહી કરવાના સતત પ્રયાસોમાં, ભારત સરકારે એક સીમાચિહ્નરૂપ આદેશ જારી કર્યો છે જેમાં તેણે હૉલસેલર્સ, રિટેલર્સ, મિલર્સ અને આયાતકારો પર લાગુ પાડતી કઠોળ પર સંગ્રહ મર્યાદાઓ લાદી છે. નિર્દિષ્ટ ખાદ્ય સામગ્રી (સુધારા) આદેશ, 2021 પર લાયસન્સિંગની જરૂરિયાતો દૂર કરતો, સંગ્રહની મર્યાદાઓ અને હેરફેર પર નિયંત્રણો મૂકતો આ આદેશ આજથી એટલે કે બીજી જુલાઇ 2021, તાત્કાલિક અસરથી અમલી બને એ રીતે જારી કરવામાં આવ્યો છે.
આ આદેશ હેઠળ, મગની દાળ સિવાયના તમામ દ્વિદળ અનાજ-કઠોળ માટે તમામ રાજ્યો/સંઘ પ્રદેશો માટે 31મી ઑક્ટોબર 2021 સુધી સંગ્રહની મર્યાદાઓ નિર્ધારિત કરવામાં આવી છે. જથ્થાબંધ વેપારીઓ એટલે કે હૉલસેલર્સ માટે સ્ટૉક મર્યાદા 200 એમટી ( એક વૅરાયટીનો 100 એમટીથી વધારે ન હોવો જોઇએ), છૂટક વેપારી-રિટેલર્સ માટે 5 એમટી અને મિલર્સ માટે છેલ્લા 3 મહિનાનું ઉત્પાદન અથવા વાર્ષિક સ્થાપિત ક્ષમતાના 25%, બેમાંથી જે વધારે હોય તે રહેશે. છેલ્લે, આયાતકારો માટે સ્ટૉક મર્યાદા 15મી મે 2021 પૂર્વે આયાત કરેલ/ રાખી મૂકાયેલ સ્ટૉક્સ માટે સ્ટોક મર્યાદા હૉલસેલર્સ જેટલી જ રહેશે અને 15મી મે 2021 પછી આયાત કરવામાં આવેલા જથ્થા માટે સ્ટૉક મર્યાદા હૉલસેલર્સને લાગુ પડતી સ્ટૉક મર્યાદા કસ્ટમ મંજૂરીની તારીખના 45 દિવસો પછી લાગુ પડશે. એમ પણ કહેવામાં આવ્યું છે કે જો નિર્દિષ્ટ મર્યાદાઓ કરતા વસ્તુઓનો સ્ટૉક વધી જાય તો તેમણે ગ્રાહક બાબતોના વિભાગના ઓનલાઇન પોર્ટલ (fcainfoweb.nic.in) પર એ જાહેર કરવાનું રહેશે અને આ આદેશના જાહેરનામાંના 30 દિવસોની અંદર એને નિર્દિષ્ટ મર્યાદામાં લાવવાનો રહેશે.
ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા સતત શ્રેણીબદ્ધ પગલાંનાં પરિણામે કઠોળ અને ખાદ્ય તેલોના ભાવોમાં ઘટાડાનો પ્રવાહ જોવાઇ રહ્યો છે. વધુમાં, છેલ્લા છ વર્ષોમાં, 2020-21માં મુખ્ય કઠોળનું અત્યાર સુધીનું સૌથી વધારે 255.8 એલએમટી જેટલું ઉત્પાદન થયું હતું જેમાં ચણા (126.1 એલએમટી) અને મગની દાળ (26.4 એલએમટી) થયું અને તેણે ખાસ કરીને ઉત્પાદનના ભૂતકાળના એમનાં તમામ વિક્રમો તોડી નાખ્યા છે. સમગ્ર દેશ મહામારીની અસર હેઠળ પીડાઇ રહ્યો છે ત્યારે સરકાર સમયસર પગલાં અપનાવવા કટિબદ્ધ રહી છે અને તેણે સામાન્ય માણસની ચિંતાઓ અને સંતાપનું નોંધપાત્ર રીતે શમન કર્યું છે. આ ઘટનાને સમાજના તમામ વર્ગો દ્વારા વ્યાપક રાહ્ત સાથે સ્વીકારવામાં આવી છે.
‘આત્મનિર્ભર ભારત’ માટેનું પોતાનું સ્વપ્ન આગળ વધારતા ભારત સરકારે કઠોળ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવો નિયંત્રણમાં રહે એ સુનિશ્ચિત કરવા માટે બહુ-પાંખી વ્યૂહરચના અપનાવી છે. ભાવ દેખરેખ યોજનાના ભાગરૂપે, જેમાં કેન્દ્ર સરકાર રાજ્યો/સંઘ પ્રદેશોની સરકારોને પ્રાઇસ મોનિટરિંગ સેન્ટર્સ સ્થાપવામાં મદદ કરે છે, આવા પ્રાઇસ મોનિટરિંગ સેન્ટર્સની સંખ્યામાં 50% વધારો થયો છે. (2014માં 57 કેન્દ્રોથી 2020માં વધીને 114 કેન્દ્રો). યોગાનુયોગે 2021ના પહેલા ત્રણ મહિનામાં જ આવા વધુ 22 કેન્દ્રો ઉમેરવામાં આવ્યા છે. આ પગલાંથી સમગ્ર દેશમાંથી ભાવ અંગેના ડેટાનો હેવાલ વધારે પ્રતિનિધિત્વકારક બને એ સુનિશ્ચિત થશે.
મોટા પાયે ડિજિટાઇઝેશનના પ્રયાસના ભાગરૂપે, ભાવના ડેટાની ગુણવત્તા સુધારવાની પ્રતિબદ્ધતા સાથે, પ્રાઇસ મોનિટરિંગ સેન્ટર્સ પરથી દૈનિક ધોરણે ભાવો જણાવવા અને ખરેખરા બજાર સ્થળને દર્શાવવા એક મોબાઇલ એપ 2021ની પહેલી જાન્યુઆરીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને ભાવોનો પ્રવાહ અને અંદાજોના વિશ્લેષણ પેદા કરવા માટે એક ડેશબૉર્ડ પણ વિક્સાવવામાં આવ્યું છે. સ્થળ પરની સ્થિતિના આકલન માટે એક માર્કેટિંગ એજન્સીની સેવાઓ પણ ઉપયોગમાં લેવાઇ રહી છે.
છૂટક ભાવો નીચા લાવવા બફરમાંથી છૂટા કરાયેલા કઠોળની તત્કાલ અસરો વધારવા માટે 2020-21માં રિટેલ દરમ્યાનગીરી માટેની એક યંત્રણા શરૂ કરવામાં આવી હતી. મગ, અદડ અને તુવેરની દાળ એફપીએસ, કન્ઝ્યુમર કો ઓપરેટિવ સોસાયટીઓ આઉટલેટ્સ ઇત્યાદિ જેવા છૂટક વેચાણના કેન્દ્રો મારફત પુરવઠા માટે રાજ્યો/સંઘ પ્રદેશોને આપવામાં આવી હતી. મિલિંગ/પ્રોસેસિંગ, પરિવહન્મ પૅકેજિંગ અને નાફેડના સર્વિસ ચાર્જ સંબંધી ખર્ચા વિભાગ દ્વારા જાતે વહન કરવામાં આવ્યા હતા. વધુમાં, ઑક્ટોબર, 2020 અને જાન્યુઆરી 2021 દરમ્યાન, 2 એલએમટી તુવેરની દાળનો નિકાલ ભાવોને કાબૂમાં લેવા માટે ખુલ્લા બજારના વેચાણ દ્વારા કરવામાં આવ્યો હતો. વધુમાં, કલ્યાણ અને પોષણ કાર્યક્રમો માટે પણ કઠોળ પુરવઠો અપાયો હતો જેમાં તુવેર માટે એમએસપીના ભાવે અને ચણાના કિસ્સામાં એમએસપી પર 5% વળતર સાથે આપવામાં આવ્યું હતું.
વધારે તાજેતરમાં, બમ્પર ઉત્પાદનના સમયમાં ખેડૂતો પાસેથી વધારાયેલી પ્રાપ્તિથી બફરનું નિર્માણ થવું જોઇએ અને અસ્થિરતાના સમયગાળા દરમ્યાન ભાવો નીચા લાવવા બફર છૂટું કરવું જોઇએ એવા સિદ્ધાંતથી માર્ગદર્શન સાથે, વધારાયેલી પ્રાપ્તિના સ્વરૂપે અસરકારક હસ્તક્ષેપ અને વધારેલા બફર સ્ટૉક લક્ષ્યાંકો ભાવ સ્થિરતા માટે બનાવાયા હતા. નાણાંકીય વર્ષ 2021-22 માટે કઠોળનું લક્ષિત બફર પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ (પીએસએફ) હેઠળ જાળવવાનું છે એ વધારીને 23 એલએમટી કરવામાં આવ્યું છે અને ચણા બફર વધારીને 10 એલએમટી કરવામાં આવ્યો છે. પીએસએફ હેઠળ, મધ્ય પ્રદેશમાં એક એલએમટી ઉનાળુ મગની પ્રાપ્તિ પણ હાથ ધરાઇ રહી છે કેમ કે રાજ્ય દ્વારા પ્રાઇસ સપોર્ટ સ્કીમ (પીએસએસ) હેઠળ પ્રાપ્તિ માટેનો જથ્થો ઑફર કરાયો છે એ એના માટેની મંજૂરીના જથ્થા કરતા વધી ગયો છે. આ પગલું, ખેડૂતોની આવક વધારશે કેમ કે તેમને એમના ઉત્પાદન માટે ફાયદાકારક ભાવો મળશે અને આગામી સિઝન દરમ્યાન એ પાક માટે ખેતીનો વિસ્તાર તેઓ ઘટાડે નહીં એ પણ સુનિશ્ચિત થશે.
માર્ચ-એપ્રિલમાં, કઠોળના ભાવોમાં ટકાઉ વધારો થયો હતો. બજારને ખરા સંકેતો મોકલવા માટે તાકીદે નીતિ નિર્ણયની જરૂરિયાત અનુભવાઇ હતી. પહેલ વહેલી વાર, દેશભરમાં, કઠોળનો રિયલ ટાઇમ સ્ટૉક જાહેર કરવા, કૃત્રિમ તંગી ઊભી કરીને ભાવ વધારા તરફ ફોરી જાય એવી સંગ્રહાખોરીની અનિચ્છનીય પ્રથા પર અંકુશ રાખવા માટે એક યંત્રણા અપનાવાઇ હતી. કઠોળના ભાવો પર રિયલ ટાઇમ દેખરેખ રાખી શકાય અને પારદર્શિતા સુનિશ્ચિત થાય એ માટે, વિવિધ હિતધારકો દ્વારા ધરાવાતો જથ્થો જાહેર કરવા માટે સરકાર દ્વારા એક વૅબ પોઋતલ વિક્સાવાયું છે. રાજ્યો/સંઘ પ્રદેશોને સરકાર દ્વારા 2021ની 14મી મેએ મિલર્સ, આયાતકારો, ડિલર્સ અને સ્ટોકિસ્ટ્સના કઠોળના જથ્થાને ઈસી એક્ટ, 1995 (આવશ્યક ચીજ અવસ્તુઓનો કાયદો, 1955) હેઠળ જાહેર કરવા અને નોંધવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ પગલાંને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે કેમ કે અત્યાર સુધીમાં, 7001 નોંધણીઓ થઈ છે અને 28.31 લાખ એમટી જેટલો સ્ટૉક જાહેર કરવામાં આવ્યો છે.
સમાંતર રીતે, ઘરેલુ ઉપલબ્ધતા વધારવા અને કઠોળની આયાતનો પ્રવાહ સરળ કરવા માટે, તુવેર, અડદ અને મગને નિયંત્રિત શ્રેણીમાંથી મુક્ત શ્રેણીમાં 15મી મે 2021થી 31મી ઑક્ટોબર 2021ના ગાળા માટે ખસેડીને આયાત નીતિમાં ફેરફારો કરવામાં આવ્યા છે. વધુમાં, અડદની 2.5 એલએમટી જથ્થાની અને એક એલએમટી તુવેરની વાર્ષિક આયાત માટે મ્યાનમાર સાથે 5 વર્ષના એમઓયુ પર સહી સિક્કા કરાયા છે, તુવેરની એક એલએમટી વાર્ષિક આયાત માટે મલાવી સાથે અને 2 એલએમટી તુવેરની વાર્ષિક આયાત માટે મોઝામ્બિક સાથેના એમઓયુ વધુ 5 વર્ષ લંબાવાયા છે. આ એમઓયુ વિદેશમાં ઉત્પાદિત અને ભારતમાં નિકાસિત કઠોળના જથ્થાની આગાહી સુનિશ્ચિત કરશે, આ રીતે ભારત અને કઠોળની નિકાસ કરતા દેશ બેઉને લાભદાયી રહેશે.
વધુમાં, ખાદ્ય તેલોના ભાવો હળવા કરવા, બંદરો પર ક્રુડ પામ ઑઇલ (સીપીઓ) જેવી ખાદ્ય ચીજવસ્તુઓની ઝડપી મંજૂરી પર દેખરેખ રાખવા કસ્ટમ વિભાગ, એફએસએસઆઇ, પ્લાન્ટ ક્વૉરન્ટાઇન ડિવિઝનના નોડલ ઑફિસોને સાંકળતી એક યંત્રણા કાર્યાન્વિત કરાઇ છે. ગ્રાહકોનાં હિતોના રક્ષણ માટે પણ સીપીઓ પરની જકાત 30મી જૂન 2021થી 30મી સપ્ટેમ્બર 2021 સુધી 5% સુધી ઘટાડી દેવાઇ છે. પ્રસંગોચિત રીતે, આ ઘટાડો સપ્ટેમ્બર સુધી જ માન્ય છે કેમ કે સરકાર ખેડૂતોનાં હિતોના રક્ષણ માટે પણ કટિબદ્ધ છે. આ ઘટાડો સીપીઓ પરનો અસરકારક કર દર અગાઉના 35.75%થી નીચે લાવી 30.25% કરે છે અને એનાથી ખાદ્ય તેલોનાં છૂટક ભાવો નીચા આવશે. વધુમાં, રિફાઇન્ડ પામ ઑઇલ/પામોલિન પરની ડ્યુટીએ 45%થી ઘટાડીને 37.5% કરાઇ છે.
રિફાઇન્ડ બ્લીચ્ડ ડીઓડૉરાઇઝ્ડ (આરબીડી) પામ ઑઈલ અને આરબીડી પામોલિન માટેની સુધારેલી આયાત નીતિ 30મી જૂન 2021થી અમલમાં મૂકાઇ છે જેના હેઠળ તેમને નિયંત્રિત શ્રેણીમાંથી મુક્ત શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. બંદરો ખાતે વધારે કાર્યક્ષમ અને સરળ પ્રક્રિયાઓને વધુ ટેકો આપવા, કઠોળની અને ખાદ્ય તેલોની આયાતના કન્સાઇનમેન્ટ્સને વધારે ઝડપી મંજૂરી માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવામાં આવી છે. કન્સાઇનમેન્ટ્સ- મોકલેલા માલ માટેનો સરેરાશ પ્રવાસ સમય કઠોળના કેસમાં 10 થી 11 દિવસોથી ઘટીને 6.9 દિવસ અને ખાદ્ય તેલના કિસ્સામાં 3.4 દિવસ થયો છે.
મહામારીને કારણે પુરવઠા સાંકળમાં વિક્ષેપ અને અન્ય આર્થિક પરિણામો છતાં, સરકારે સમગ્ર દેશમાં એના તમામ નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો વિક્ષેપરહિત પુરવઠો અને સરળતાથી મળે એ માટે અગમચેતીથી શક્ય તમામ પગલાં લીધાં છે. એના લોકોની જરૂરિયાતો સંતોષવા અને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને આગળ ધપાવવા તે ઘરેલુ ક્ષમતાઓના નિર્માણ પર જ ધ્યાન કેન્દ્રીત કરીને જ નહીં પણ વિદેશ વેપાર સાથે નેશનલ ઑઇલસીડ્સ મિશન જેવી એની નીતિઓ એકરૂપ કરીને મિશન મોડમાં કાર્ય કરવાનું ચાલુ રાખશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1732418)
Visitor Counter : 337