પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એએમએ, અમદાવાદ ખાતે ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઉદઘાટન કર્યું


જાપાનમાં જે 'ઝેન' છે એ ભારતમાં 'ધ્યાન' છે: પ્રધાનમંત્રી

બાહ્ય પ્રગતિ અને વિકાસની સાથે આંતરિક શાંતિ એ બેઉ સંસ્કૃતિઓની ગુણવત્તાની નિશાની છે: પ્રધાનમંત્રી
કેન્દ્ર સરકારના ઘણા વિભાગો, સંસ્થાઓ અને યોજનાઓમાં કૈઝનનો ઉપયોગ થાય છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ ગુજરાતમાં મિનિ-જાપાન સર્જવાના એમના વિઝનની છણાવટ કરી
ઑટોમોબાઇલ, બૅન્કિંગથી લઈને બાંધકામ અને ફાર્મા સહિતની 135થી વધુ કંપનીઓએ ગુજરાતને એમનું મથક બનાવ્યું છે: પ્રધાનમંત્રી

આપણી પાસે સદીઓ જૂનાં સાંસ્કૃતિક સંબંધોનો આત્મવિશ્વાસ છે અને ભવિષ્ય માટેનું સમાન વિઝન પણ છે: પ્રધાનમંત્રી

પીએમઓમાં જાપાન પ્લસની અમે વિશેષ વ્યવસ્થા કરી છે: પ્રધાનમંત્રી

મહામારી દરમ્યાન ભારત-જાપાન મૈત્રી વશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે વધારે અગત્યની બની છે: પ્રધાનમંત્રી

ટોકિયો ઑલિમ્પિક માટે પ્રધાનમંત્રીએ જાપાન અને જાપાનના લોકોને શુભકામનાઓ પાઠવી


Posted On: 27 JUN 2021 1:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એએમએ, અમદાવાદ ખાતે વીડિયો કૉન્ફરન્સથી ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઉદઘાટન કર્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0015SO7.jpg

ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીના લોકાર્પણને ભારત-જાપાન સંબંધોમાં સુગમતા અને આધુનિકતાના પ્રતીક તરીકે ગણાવતા પ્રધાનમંત્રીએ હ્યોગો પ્રિફેક્ચરના નેતાઓ, ખાસ કરીને ગવર્નર શ્રીમાન ટોશિઝોલ્ડો અને હ્યોગો ઇન્ટરનેશનલ એસોસિયેશનનો ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીની સ્થાપનામાં એમના યોગદાન બદલ આભાર માન્યો હતો. તેમણે ભારત જાપાન સંબંધોને નવી ઉર્જા આપવા બદલ ગુજરાતના ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિયેશનની પણ પ્રશંસા કરી હતી.

 

ઝેનઅને ભારતીયધ્યાનવચ્ચેની સમાનતાઓ તરફ ધ્યાન દોરતા પ્રધાનમંત્રી બેઉ સંસ્કૃતિઓમાં બાહ્ય પ્રગતિ અને વિકાસની સાથે આંતરિક શાંતિ અંગેના ભાર પર લંબાણપૂર્વક બોલ્યા હતા. ભારતીયોને જમાનાથી યોગ મારફત જે શાંતિ, સ્વસ્થતા અને સરળતાનો અનુભવ થાય છે શાંતિ, સ્વસ્થતા અને સરળતાની ઝલક એમને ઝેન ગાર્ડનમાં પણ જોવા મળશે. બુદ્ધે ધ્યાન’, બોધ વિશ્વને આપ્યું, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. એવી રીતે, પ્રધાનમંત્રીએ કાઇઝેનનો બેઉ બાહ્ય અને આંતરિક અર્થ ઉજાગર કર્યો હતો જે માત્રસુધારણાપર નહીં પણસતત સુધારણાપર ભાર આપે છે.

 

પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે તેમણે, ગુજરાતના વહીવટીતંત્રમાં કાઇઝેન પર ભાર મૂક્યો હતો. 2004માં ગુજરાતમાં વહીવટી તાલીમમાં દાખલ કરાયું હતું અને 2005માં ટોચના સરકારી અમલદારો માટે વિશેષ તાલીમ શિબિર પણ યોજવામાં આવી હતી. ‘સતત સુધારણાપ્રક્રિયાઓના શિષ્ટાચારમાં પ્રતિબિંબિત થાય છે જે શાસન પર હકારાત્મક અસર તરફ દોરી જાય છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ ગુજરાતનો કાઇઝેન સંબંધી અનુભવ પીએમઓ અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગોમાં લઇ આવ્યા હતા. આનાથી કચેરીઓની જગાઓનો મહત્તમ ઉપયોગ અને પ્રક્રિયાનું સરળીકરણ થયુંકેન્દ્ર સરકારના ઘણા વિભાગો, સંસ્થાઓ અને યોજનાઓમાં કાઇઝેનનો ઉપયોગ થઇ રહ્યો છે એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002XPFX.jpg

પ્રધાનમંત્રીએ જાપાન સાથેના એમના અંગત જોડાણ અને જાપાનના લોકોના સ્નેહ, એમની કાર્ય સંસ્કૃતિ, કુશળતા અને શિસ્તની એમની પ્રશંસા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કેએમનું પ્રતિપાદન કેહું ગુજરાતમાં મિની-જાપાન સર્જવા માગું છુંએમાં મુલાકાતી જાપાનીઝ લોકોની આકાંક્ષાઓની ઉષ્ણતાનો મુખ્ય ભાવ રહેલો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003GAQA.jpg

પ્રધાનમંત્રી વર્ષોથીવાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જાપાનના ઉત્સાહભેર ભાગ લેવા પર બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઑટોમોબાઇલ, બૅન્કિંગથી લઈને બાંધકામ અને ફાર્મા સહિતની 135થી વધુ કંપનીઓએ ગુજરાતને એમનું મથક બનાવ્યું છે. સુઝુકી મોટર્સ, હૉન્ડા મૉટરસાયકલ, મિત્શુબિશી, ટોયેટા, હિટાચી જેવી કંપનીઓ ગુજરાતમાં ઉત્પાદનમાં સંકળાયેલી છે. તેઓ સ્થાનિક યુવાનોના કૌશલ્ય વિકાસમાં યોગદાન આપી રહી છે. ગુજરાતમાં, ત્રણ જાપાઅન-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ફોર મેન્યુફેક્ચરિંગ ટેકનિકલ યુનિવર્સિટીઓ અને આઇઆઇટીઓ સાથે જોડાણ કરીને સેંકડો યુવાઓને કૌશલ્ય તાલીમ આપી રહી છે. વધુમાં, જેટ્રો (JETRO) નું અમદાવાદ બિઝનેસ સપોર્ટ સેન્ટર એક સાથે પાંચ સુધીની કંપનીઓને પ્લગ એન્ડ પ્લે વર્ક સ્પેસ ફેસેલિટી પૂરી પાડી રહ્યું છે. આનાથી ઘણી જાપાનીઝ કંપનીઓ લાભાન્વિત થઈ છે. પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે રસપ્રદ રીતે, એક અનૌપચારિક ચર્ચામાં તેમને થયું કે જાપાનના લોકોને ગોલ્ફ પસંદ છે. મિનિટની વિગતો તરફ ધ્યાન આપવાની બાબત તરીકે, તેમણે ગુજરાતમાં ગોલ્ફ સુવિધાઓ સુધારવા માટે વિશેષ પ્રયાસો કર્યા હતા. વખતે, ગુજરાતમાં ગોલ્ફ કોર્સ બહુ સામાન્ય હતા. આજે ગુજરાતમાં ઘણાં ગોલ્ફ કોર્સીસ છે. એવી રીતે, ગુજરાતમાં જાપાનીઝ રેસ્ટોરન્ટ્સ અને જાપાનીઝ ભાષાનો પણ પ્રસાર થયો છે એવી માહિતી પ્રધાનમંત્રીએ આપી હતી.

પ્રધાનમંત્રીએ જાપાનની શાળા પ્રણાલિ પર આધારિત ગુજરાતમાં એક મોડેલ સ્કૂલ્સ સર્જવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. જાપાનની સ્કૂલ સિસ્ટમમાં આધુનિકતા અને નૈતિક મૂલ્યોનું મિશ્રણ છે એની એમની પ્રશંસા પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે ટોકિયોમાં તાઇમેઇ એલિમેન્ટરી સ્કૂલની એમની મુલાકાતને ભાવનાશીલ રીતે યાદ કરી હતી.

 

શ્રી મોદીએ ભાર મૂક્યો, જાપાન સાથે આપણી પાસે સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોનો આત્મવિશ્વાસ છે અને ભવિષ્ય માટેનું સમાન વિઝન પણ છે. તેમણે જાપાન સાથે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના મજબૂતીકરણ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે પીએમઓમાં જાપાન પ્લસ યંત્રણા વિશેની માહિતી પણ આપી હતી.

 

જાપાન સાથેના એમના અંગત સમીકરણોનો સ્પર્શ કરતા, પ્રધાનમંત્રીએ જાપાનનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિઝો આબેની ગુજરાતની મુલાકાતને યાદ કરી હતી. મુલાકાતે ભારત જાપાન સંબંધોને નવો વેગ આપ્યો હતો. તેમણે હાલના જાપનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા સાથે એમની સમાન માન્યતાઓ પર છણાવટ કરી હતી. મહામારીના સમયમાં ભારત-જાપાન મૈત્રી વશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે વધારે અગત્યની બની છે. હાલના પડકારોની માગ છે કે આપણી મૈત્રી અને ભાગીદારી વધુ ગાઢ બને, એમ પ્ર્ધાનમંત્રીએ ભાર મૂક્યો હતો.

 

શ્રી મોદીએ કાઇઝેન અને જાપાનીઝ કાર્ય સંસ્કૃતિના ભારતમાં વધુ પ્રસાર માટે અનુરોધ કર્યો હતો અને ભારત અને જાપાન વચ્ચે વેપાર વાતચીત પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.

શ્રી મોદીએ જાપાન અને જાપાનના લોકોને ટોકિયો ઑલિમ્પિક માટે એમની શુભકામનાઓ પાઠવી હતી.

 

SD/GP/JD

 

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…



(Release ID: 1730709) Visitor Counter : 339