સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

અન્ય સર્વિસ પ્રોવાઇડર્સ (OSP) માટેની માર્ગદર્શિકામાં વધુ ઉદારીકરણ : ટેલિકોમ મંત્રી શ્રી રવિ શંકર પ્રસાદની જાહેરાત


ઉદ્યોગ-વેપારમાં વધુ સારો સુમેળ સાધવા માટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ઓએસપીમાં કોઈ ભેદભાવ નહીં

ઘરેથી કાર્ય (વર્ક ફ્રોમ હોમ) અથવા તો ક્યાંયથી પણ કાર્યને વધુ સરળ બનાવાયું

Posted On: 23 JUN 2021 3:31PM by PIB Ahmedabad

કેન્દ્રના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશનલ ટેકોનલોજી, કમ્યુનિકેશન્સ અને લો એન્ડ જસ્ટિસ મંત્રી શ્રી રવિ શંકર પ્રસાદે આજે પત્રકારો સાથેની વાતચીતમાં જાહેરાત કરી હતી કે અન્ય સર્વિસ પ્રોવાઇડર્સ (OSP) માટેની માર્ગદર્શિકામાં ટેલિકોમ્યુનિકેશન વિભાગે વધુ ઉદારીકરણ દાખવ્યું છે. સંસ્થાઓ બિઝનેસ પ્રક્રિયા આઉટસોર્સિંગ (BPO) સંસ્થાનો છે જે ભારત અને વિદેશમાં વોઇસ આધારિત સેવા પૂરી પાડે છે. નવેમ્બર 2020માં અગાઉથી જાહેર કરાયેલા વિવિધ પગલાં અને અમલીકરણના ઉમેરામાં આજે જારી કરાયેલી માર્ગદર્શિકામાં ઓએસપીને વધારાના લાભો આપવામાં આવ્યા છે.

 

શ્રી રવિ શંકર પ્રસાદે માહિતી આપી હતી કે ભારતનો બીપીઓ ઉદ્યોગ વિશ્વના સૌથી મોટા બીપીઓ ઉદ્યોગ પૈકીનો એક છે. આજે ભારતનો આઇટી-બીપીએમ ઉદ્યોગ 37.6 અબજ અમેરિકી ડોલર (2019-20) અર્થાત 2.8 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ ધરાવે છે. તે દેશમાં લાખો યુવાનોને રોજગારીની તકો પૂરી પાડે છે. ઉપરાંત 2025 સુધીમાં ઉદ્યોગ 55.5 અબજ અમેરિકી ડોલર એટલે કે 3.9 લાખ કરોડ રૂપિયાના વિકાસની શક્યતા ધરાવે છે.

આત્મનિર્ભર ભારત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની ચાવીરૂપ પહેલ છે અને ઇન્સેન્ટિવ સ્કીમ સાથે જોડાણ ધરાવતી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ફળદ્રૂપતા, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્લસ્ટર તથા ટેલિકોમના સાધનો માટેની પીએલઆઈ સમર્પિત યોજનાઓ તરફની દિશામાં લેવાયેલા પગલાંના ભાગરૂપે છે.

 

રીતે વેપાર કરવામાં સરળતા ઉચ્ચાલનનુ કેન્દ્રબિન્દુ છે જે આઇટી અને ટેલિકોમ ક્ષેત્રે વર્તમાન સરકાર દ્વારા લેવાયેલા શ્રેણીબદ્ધ સુધારા પગલા પર આધારિત છે જેમાં ટચ વીએનઓ લાઇસન્સ, સ્પેકટ્રમ શેરિંગ અને વેપાર, કેટલાક ચોક્કસ ફ્રિકવન્સી બેન્ડના આવર્તનનો સમાવેશ થાય છે. અને, હવે ઓએસપીમાં ઉદારીકરણ દિશામાં વધુ એક આવકાર્ય પગલું છે.

નવેમ્બર 2020માં ઓએસપીની માર્ગદર્શિકાઓમાં મુજબના ઉદારીકરણના પગલા લેવાયા હતા.

  •  
  •  
  • ડાટા સંબંધિત ઓએસપીને કોઈ પણ નિયમન ધારામાંથી સંપૂર્ણપણે અલગ કરી દેવાયા હતા.
     
  • બેંક ગેરન્ટીની કોઈ જરૂર નથી
  • સ્થિર આઇપી (IP)ની કોઈ જરૂર નથી
  • DoTને રજૂઆત કરવાની કોઈ જરૂર નથી
  • નેટવર્ક ડાયાગ્રામ પ્રકાશિત કરવાની કોઈ જરૂર નથી
  • કોઈ દંડ નહીં
  • હકીકતમાં કોઈ પણ સ્થળેથી કાર્ય કરી શકો

 

2019-20માં બીએમપીની આવક 37.6 અબજ અમેરિકન ડોલર હતી જે કોરોનાની મહામારી છતાં 2020-21માં વધીને 38.5 અબજ અમેરિકન ડોલર થઈ ગઈ હતી. બહોળી માત્રામાં શક્ય બની શક્યું કેમ કે ઓએસપી હેઠળ ઓએસપીના કાર્યકાળ હેઠળ WFHની જરૂરિયાતોમાં ભારત સરકારે ઘણી રાહત આપતાં ઉદ્યોગો કોઈ પણ સ્થળેથી કાર્ય કરવા સક્ષમ હતા. માર્ચ 2020માં બાબત  કામચલાઉ હતી જે નવેમ્બર 2020ની માર્ગદર્શિકા બાદ સંપૂર્ણ સુધારા સાથે કાર્યક્ષમ બન્યા હતા.

વૈશ્વિક વેપારની એક ઝલક અહીં રજૂ કરી છે.

  • વર્તમાન BPM માર્કેટ198 અબજ અમેરિકન ડોલર
  • આઉટસોર્સિંગ માર્કેટ 91 અબજ અંમેરિકન ડોલર (46%)
  • વર્તમાન  BPM આઉટસોર્સિંગ આવક, ભારત  – 38.5 અબજ અમેરિકન ડોલર (2.8 લાખ કરોડ રૂપિયા)

આજે જાહેર કરાયેલી ઉદાર માર્ગદર્શિકાના મુખ્ય ઘટકો:-

  • ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ઓએસપી વચ્ચેનો ભેદભાવ દૂર કરાયો. એક સમાન ટેલિકોમ સ્રોત ધરાવતા બીપીઓ સેન્ટર હવે ભારત સહિત સમગ્ર વિશ્વના ગ્રાહકોને સેવા પૂરી પાડી શકશે.
  • ઓએસપીનું ઇપીએબીએક્સ (ઇલેક્ટ્રોનિક પ્રાયવેટ ઓટોમેટિક બ્રાન્ચ એક્સચેન્જ) હવે વિશ્વમાં કોઈ પણ સ્થળેથી કાર્ય કરી શકશે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સની ઇપીએલબીએક્સ સર્વિસનો ઉપયોગ કરવા ઉપરાંત ઓએસપી હવે ભારતમાં થર્ડ પાર્ટી ડાટા સેન્ટરના ઇપીએબીએક્સનો પણ ઉપયોગ કરી શકશે..

ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ઓએસપીનો ફાવત દૂર થવાની સાથે તમામ પ્રકારના ઓેસપી સેન્ટરના આંતરિક જોડાણને હવે મંજૂરી આપવામાં આવી છે.

ઓએસપીના અંતરિયાળ એજન્ટ હવે કેન્દ્રિત ઇપીએબીએક્સ/ઓએસપીના ઇપીએબીએક્સ/વાયરલાઇન કે વાયરલેસ સહિતના બ્રોડબેન્ડની ટેકનોલોજીનો ગમે ત્યાંથી ઉપયોગ કરતાં ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરી શકશે.

એક કંપનીના કોઈ પણ ઓએસપી કેન્દ્રો અથવા તો કંપનીના જૂથ કે અન્ય સંબંધિત હોય તેની કંપની વચ્ચે ડાટાના આંતરિક જોડાણ પર કોઈ પ્રતિબંધ નહીં.

  • અત્રે યાદ અપાવવવું જરૂરી છે કે DoT અગાઉથી ડાટા આધારિત સર્વિસને ઓએસપીના ધારામાંથી રાહત આપેલી છે. ઉપરાંત ઓએસપીને નિયમ હેઠળ જરૂરી રજિસ્ટ્રેશનમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત કોઈ બેંક ગેરન્ટી રજૂ કરવાની જરૂર નહીં રહે. ઘરેથી કાર્ય અથવા તો ગમે ત્યાંથી કાર્યને મંજૂરી આપવામાં આવી છે.
     

સરકારને બિઝનેસમાં ભરોસો છે તેની ખાતરી કરાવતાં નિયમભંગ સામે લાદવામાં આવતા દંડને નાબૂદ કરી દેવાયો છે.

. ઉપરાંત આજની ઉદાર માર્ગદર્શિકાને પગલે ભારતમાં ઓએસપી ઉદ્યોગના વિકાસને બમણો વેગ મળશે. બાબતથી ભારતમાં વિપુલ પ્રમાણમાં તકો, આવક અને રોજગારીનું નિર્માણ થશે.

 

 એપ્રિલ 2021માં ઓએસપી સુધારણાની અસરો અંગે નાસ્કોમ (NASSCOM) દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં સંખ્યાબંધ મહત્વના તારણો બહાર આવ્યા હતા :

72% ટકા કરતા વધારે લોકોએ રજૂઆત કરી હતી કે ઓેએસપીમાં થયેલા સુધારાથી તેઓ સંતુષ્ટ છે.

  • 95% જેટલા લોકોએ નોંધ્યું હતું કે તેનાથી ભારતમાં વેપાર કરવામાં પાલનબોજ અને પડતર ઘટાડવામાં મદદ મળી છે.
  • 95% લોકોએ એવી પણ રજૂઆત કરી હતી કે આમ થતાં આઇટી સેવાને સમગ્ર વિશ્વમાં વધુ સ્પર્ધાત્મક બનાવવામાં મદદ મળશે.
  • અન્ય 77% લોકોના મતે ઓએસપી સુધારણાને કારણે ઉત્પાદકતા વધારવામાં મદદ મળી છે.
  • 92% લોકોનો મત છે કે સુધારણાને કારણે કંપનીઓને તેમનો આર્થિક બોજો ઘટાડવામા મદદ મળી છે.
  • 62% લોકોએ નોંધ્યું હતું કે તેઓ ઓએસપી સુધારણાને કારણે તેમના પોતાના બિઝનેસનો વ્યાપ વધારવા અથવા તો તેમાં નવેસરથી રોકાણ કરવા અંગે વિચારણા કરશે.
  • 55% લોકોએ એમ પણ રજૂઆત કરી હતી કે સુધારણા તેમને વધુ રોજગારીની તકો પેદા કરવામાં અને પ્રતિભાને વિકસાવવામાં મદદરૂપ બનશે.

 

આજના સુધારા બીએમપી ઉદ્યોગોને તેમના વ્યવસાયની પડતર ઘટાડવામાં અને વિવિધ કંપનીઓ સાથે સુમેળ સ્થાપવામાં મદદરૂપ બનશે. સુધારણા પ્રક્રિયા મારફતે વધુને વધુ એમએનસી હવે ભારતને તેમના મનગમતા સ્થળ તરીકે ગણીને દેશ તરફ  આકર્ષાશે અને અંતે તેનાથી વધુ એફડીઆઈ (વિદેશી રોકાણ)ની તક વધશે.
 

 

સાથે વર્તમાન સરકાર અને ભૂતકાળની યુપીએ સરકારના કાર્યકાળની એફડીઆઈની ઝલક પણ રજૂ કરી છે.  :

 

(2007-14)

(2014-21)

Growth (%)

ટેલિકોમ

11.64 અબજ અમેરિકન ડોલર

23.5 અબજ અમેરિકન ડોલર

102%

આઇટી સેક્ટર (કમ્પ્યુટર S/W and હાર્ડવેર)

7.19 અબજ અમેરિકન ડોલર

58.23 અબજ અમેરિકન ડોલર

710%

SD/GP/JD

 



(Release ID: 1729839) Visitor Counter : 289