સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

ગુજરાતના જામનગરમાં કાલે દિવ્યાંગજન માટે ‘સામાજિક અધિકારિતા શિબિર’માં 3805 દિવ્યાંગજન સહાયક ઉપકરણ પ્રાપ્ત કરશે

Posted On: 19 JUN 2021 11:51AM by PIB Ahmedabad

ગુજરાતના જામનગરમાં કાલે ‘સામાજિક અધિકારિતા શિબિર’માં કોવિડ-19 મહામારી માટે નિયમોનું પાલન કરીને બ્લોક/પંચાયત સ્તરે 3805 દિવ્યાંગજનોને 3.57 કરોડ રૂપિયાની કિંમતના કુલ 6225 સહાયક અને સહાયતા ઉપકરણ નિઃશુલ્ક વિતરિત કરવામાં આવશે.

સામાજિક ન્યાય તેમજ અધિકારિતા મંત્રાલય, ભારત સરકારની એડીઆઈપી યોજના અંતર્ગત દિવ્યાંગજનને સહાયક અને સહાયતા ઉપકરણોના વિતરણ માટે આ શિબિર દિવ્યાંગજન સશક્તીકરણ વિભાગ (ડીઈપીડબલ્યુડી) દ્વારા એલિમ્કો અને જિલ્લા તંત્રના સહયોગથી આયોજિત કરાયેલ છે.

ઉદઘાટન સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી મુખ્ય અતિથિ તરીકે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે. સામાજિક ન્યાય તેમજ અધિકારિતા મંત્રી ડો. થાવરચંદ ગહેલોત સમારંભની અધ્યક્ષતા કરશે.

ગુજરાતના ગ્રામીણ વિકાસ, મત્સ્ય અને પરિવહન મંત્રી શ્રી રણછોડભાઈ ફળદુ, રાજ્યના સામાજિક ન્યાય તેમજ અધિકારિતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, ખાદ્ય અને નાગરિક પુરવઠા, ગ્રાહક મામલાઓ અને કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્ર સિંહ, જાડેજા, જામનગરના સાંસદ પૂનમ માડમ, નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટિલની સાથે સાથે ડીઈપીડબલ્યુડી, એલિમ્કો અને જિલ્લા તંજ્ઞના વરિષ્ઠ અધિકારીઓ સહિત અનેક ગણમાન્ય વ્યક્તિ પણ સમારંભમાં વર્ચ્યુઅલી/ખુદ સામેલ રહેશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1728663) Visitor Counter : 228