વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

પૂણે સ્થિત સ્ટાર્ટ-અપ નોન-ટોક્સિક, કોમળ, લાંબા સમય સુધી ચાલે એવું હેન્ડ સેનેટાઈઝર બજારમાં ઉતારવા તૈયાર

Posted On: 17 JUN 2021 9:06AM by PIB Ahmedabad

બજારમાં ટૂંક સમયમાં હેન્ડ સેનેટાઈઝર ઉપલબ્ધ થઈ જશે, જે પર્યાવરણને કોઈ ક્ષતિ પહોંચાડતું નથી અને ઉપયોગમાં તે એટલું કોમળ છે કે તે લગાવવાથી હાથમાં શુષ્કતા આવતી નથી. આ સેનેટાઈઝર આલ્કોહોલ મુક્ત છે. આ સાથે જ તે જ્વલનશીલ નથી અને ટોક્સિક પણ નથી એટલે કે તે બિલકુલ ઝેરીલું નથી. આ પૂણેના એક સ્ટાર્ટઅપે સિલ્વર નેનોપાર્ટિકલ્સથી વિકસિત કર્યું .

હાથ પર સતત સેનેટાઈઝર લગાવવાથી હાથ શુષ્ક થઈ જાય છે. કોવિડ-19 મહામારી દરમિયાન લોકોને હાથની શુષ્કતાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

વી-ઈનોવેટ બાયોસોલ્યુશન્સ દ્વારા વિકસિત હેન્ડ સેનેટાઈઝર જીવાણુ સામે લડવાની પ્રક્રિયા વધારી દે છે એટલે કે તેની અસર લાંબા સમય સુધી જળવાઈ રહે છે, જેના કારણે તેને વારંવાર લગાવવાની જરૂર પડતી નથી. સિલ્વર નેનોપાર્ટિકલ્સમાં સિલ્વર આયન્સ ધીમે અને સતત રીતે નીકળતા રહે છે અને જે પણ માઈક્રો-ઓર્ગેનિઝમ સંપર્કમાં આવે છે, તે તરત મરી જાય છએ. તેના સિવાય તેને સરળતાથી રાખી પણ શકાય છે.

ક્લિનિકલ ટ્રાયલના હવાલાથી આ હેન્ડ સેનેટાઈઝર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (કેન્દ્રીય ઔષધિ માપદંડ નિયંત્રક સંગઠન-સીડીએસસીઓ)ની કસોટીમાં પાર ઉતર્યું છે અને તેણે વાયરસને મારવામાં પોતાની તાકાત સાબિત કરી છે.

વી-ઈનોવેટ બાયોસોલ્યુશ્સને રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનિકલ ઉદ્યમિતા વિકાસ બોર્ડ (એનએસટીઈડીબી)ના કવચ 2020 અનુદાન દ્વારા સમર્થન પ્રાપ્ત છે. આ સંસ્થા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)ને આધીન છે. તેને પૂણેના ઉદ્યમિતા વિકાસ કેન્દ્ર (ઉપક્રમ કેન્દ્ર)માં વિકસિત કરવામાં આવેલ છે. આ સૌએ કોલોયડલ સિલ્વર સોલ્યુશન આધારિત હેન્ડ સેનેટાઈઝર વિકસિત કર્યુ છે. ઉલ્લેખનીય છે કે કોલોયડલ સિલ્વર સોલ્યુશન એક એવું ઘટક હોય છે, જે બેક્ટેરિયાને મારવાની અને ઘાને રૂઝાવવામાં કામ આવે છે. તેમાં શુદ્ધ ચાંદીનો ઉપયોગ થાય છે. આ સેનેટાઈઝરની ટેકનીક સિલ્વર નેનોપાર્ટિકલ્સ પર આધારિત છે, જેથી વાયરલ નેગેટિવ-સ્ટ્રેન્ડ આરએનએ અને વાયરલ બડિંગને મળવાથી રોકે છે. એટલે કે વાયરસ પોતાની સંખ્યા વધારવા માટે ઉછરતા વાયરસ સાથે જોડાઈ ન શકે.

વી-ઈનોવેટ બાયોસોલ્યુશન્સના સહસ્થાપક અને મુખ્ય સંચાલક અધિકારી (સીઓઓ) ડો. અનુપમા એન્જિનિયરે કહ્યું, “અભ્યાસના પરિણામોથી અમે સંપૂર્ણપણે વિશ્વસ્ત છીએ અને ભારતના સીડીએસસીઓએ પોતાના હેન્ડ સેનેટાઈઝર નુસખા માટે લાયસન્સની રાહ જોઈ રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે આ પ્રકારના નવાચારથી દેશા ‘આત્મનિર્ભર ભારત’ મિશનને બળ મળશે અને ભવિષ્યમાં આ પ્રકારના મહામારીનો સામનો કરવામાં ભારત ખુદ પોતાના બળ પર સક્ષમ હશે.”

સિલ્વર નેનોપાર્ટિકલ્સને એન્ટીવાયરલ એજન્ટ તરીકે કારગત જોવામાં આવ્યું છે, જે એચઆઈવી, હેપેટાઈટીસ-બી, હર્પીઝ સિંપ્લેક્સ વાયરસ, એન્ફ્લુએન્ઝા વાયરસ જેવા ઘાતક વાયરસ વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરે છે. હાલના રિપોર્ટ્સથી ખ્યાલ આવે છે કે ગ્લુટેથિયોન કેપ્ડ-એજી2એસ એનસી (સિલ્વર નોન-ક્લસ્ટર્સ) કોરોનાવાયરસ વિરુદ્ધ કામ કરે છે. આ કામ તે વાયરલ નેગેટિવ-સ્ટ્રેન્ડ આરએનએ અને વાયરલ બડિંગને મળવાથી રોકીને કરે છે. કોલાયડલ સિલ્વર પર વી-ઈનોવેટ બાયોસોલ્યુશન્સની ટેકનોલોજી આધારિત છે, જે આરએનએને પોતાની સંખ્યા વધારવાથી રોકે છે, જેનાથી કોવિડ-19ના ફેલાવા પર અંકુશ આવે છે. તે કારગત રીતે સપાટી પર રહેલા ગ્લાકોપ્રોટીન્સને પણ બ્લોક કરી દે છે.

અત્યારના સમયે સમૂહ એ પણ મૂલ્યાંક કરી રહ્યું છે કે વિવિધ પ્રકારના વાયરસ પર આ હેન્ડ સેનેટાઈઝર કેટલું અસરકારક છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BK60.pnghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020JDB.png

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1727875) Visitor Counter : 308