સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં 1 લાખ દૈનિક નવા કેસ નોંધાય છે, જે 61 દિવસમાં સૌથી ઓછા છે


સતત 11 દિવસોથી દૈનિક નવા કેસ 2 લાખથી ઓછા

ભારતનો એક્ટિવ કેસલોડ આજે ઘટીને 14,01,609 પર પહોંચી ગયો છે

સળંગ 25મા દિવસે પણ દૈનિક ધોરણે નવા કેસ કરતાં નવા સાજા થનારાનો આંકડો વધારે નોંધાયો

રાષ્ટ્રીય રિકવરી રેટ સતત વધીને 93.94 ટકા થયો

સાજા થવાનો દર વધીને 93.94% સુધી પહોંચ્યો

દૈનિક પોઝિટીવિટી દર 6.34% થયો જે સતત 14 દિવસથી 10%ની નીચે છે

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 23.27 કરોડ લોકોને રસી આપવામાં આવી

Posted On: 07 JUN 2021 11:02AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,00,636 નવા કેસ નોંધાયા છે. છેલ્લાં બે મહિનામાં આ સૌથી ઓછા છે. દેશમાં હાલમાં 11 સતત દિવસો માટે 2 લાખથી ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. જે કેન્દ્ર, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સંપૂર્ણ સરકાર અભિગમને અનુરૂપ સહયોગી અને સતત પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001KSXM.jpg

ભારત સક્રિય કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશનો સક્રિય કેસ બીજા દિવસે પણ 15 લાખની નીચે રહ્યા, જે આજે 14,01,609ની સપાટીએ છે. સતત સાત દિવસો માટે કેસલોડ 20 લાખથી નીચે રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 76,190 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો થયો છે અને દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસોની સંખ્યા 4.85% રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0025SBB.jpg

 

COVID-19 રોગચાળાથી સાજા થતા લોકોની સંખ્યા વધતા, ભારતનો દૈનિક સાજા થવાની ટકાવારી સતત 25 મા દિવસે દૈનિક નવા કેસની સરખામણીએ આગળ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1,74,399 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન એક દિવસમાં નવા નોંધાયેલા કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 73,763 વધારે નોંધાઇ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003C8MK.jpg

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,71,59, 180 દર્દીઓ સાજા થઇ ગયા છે આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 93.94% થયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,87,589 પરીક્ષણો કરવામાં આવ્યા છે અને આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 36.6 કરોડ (36,63,34,111) થઇ ગઇ છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દૈનિક પોઝિટીવિટી દર ઘટ્યો છે અને આજે 6.34% નોંધાયો છે. સળંગ 14 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004W5V1.jpg

દેશભરમાં ચાલી રહેલા કોવિડ-19 રસીકરણ અભિયાનના ભાગરૂપે આજદિન સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીના કુલ 23.27 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 32,68,969 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 23,27,86,482 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

 

 

 

HCWs

પ્રથમ ડોઝ

99,68,836

બીજો ડોઝ

68,62,013

FLWs

પ્રથમ ડોઝ

1,62,06,661

બીજો ડોઝ

86,71,758

18 થી 44 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

2,86,18,514

બીજો ડોઝ

1,68,302

45 થી 60 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

7,10,44,966

બીજો ડોઝ

1,13,34,356

60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

6,06,75,796

બીજો ડોઝ

1,92,35,280

કુલ

23,27,86,482

 

****

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1725039) Visitor Counter : 249