સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1.20 લાખ નવા કેસ નોંધાયા, લગભગ બે મહિનામાં દૈનિક ધોરણે સૌથી ઓછા કેસ
સળંગ 9 દિવસથી દૈનિક નવા કેસોનો આંકડો 2 લાખથી નીચે જળવાઇ રહ્યો
15,55,248 સક્રિય કેસો સાથે સતત પાંચમા દિવસે પણ સક્રિય કેસોનું ભારણ 20 લાખ કરતાં ઓછું રહ્યું
સતત 23મા દિવસે દૈનિક ધોરણે સાજા થનારાઓની સંખ્યા નવા દર્દીઓ કરતાં વધારે રહી
સાજા થવાનો દર વધીને 93.38% પર પહોંચ્યો
દૈનિક પોઝિટીવિટી દર વધુ ઘટીને 5.78% થયો, સળંગ 12 દિવસથી 10% કરતાં ઓછા પોઝિટીવિટી દરનું વલણ જળવાઇ રહ્યું છે
છેલ્લા 24 કલાકમાં રસીના 36.5 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા
Posted On:
05 JUN 2021 10:16AM by PIB Ahmedabad
ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 1,20,529 કેસ નોંધાયા છે. લગભગ બે મહિનામાં (છેલ્લા 58 દિવસ) દૈનિક ધોરણે નવા કેસોનો આ સૌથી ઓછો આંકડો છે. દેશમાં સતત 9 દિવસથી દૈનિક કેસોનો આંકડો 2 લાખ કરતાં ઓછો નોંધાયો છે. કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલા સહયોગપૂર્ણ પ્રયાસોનું આ પરિણામ છે.
ભારતમાં સક્રિય કેસોના ભારણમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં આજે સક્રિય કેસોનું ભારણ ઘટીને 15,55,248 નોંધાયું હતું. સતત પાંચમા દિવસે સક્રિય કેસોનો આંકડો 20 લાખ કરતાં નીચે જળવાઇ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કેસોના ભારણમાં 80,745 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે અને દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી હવે માત્ર 5.42% સક્રિય કેસો રહ્યાં છે.
સતત 23મા દિવસે દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે જળવાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1,97,894 દર્દી સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસો કરતાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 77,365 વધારે છે.
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,67,95,549 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 1,97,894 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 93.38% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,84,421 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હોવાથી ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 36.1 કરોડથી વધારે (36,11,74,142) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 6.89% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર ઘટ્યો છે અને આજે 5.78% નોંધાયો છે. સળંગ 12 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.
સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલા કોવિડ-19 રસીકરણ અભિયાનના ભાગરૂપે આજદિન સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીના આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો આજે 22.78 કરોડથી આગળ નીકળી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રસીના 36,50,080 ડોઝ આપવામાં આવ્યા છે.
આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 32,00,677 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 22,78,60,317 ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં સામેલ છે:
HCWs
|
પ્રથમ ડોઝ
|
99,45,863
|
બીજો ડોઝ
|
68,41,480
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,60,57,349
|
બીજો ડોઝ
|
86,38,798
|
18 થી 44 વર્ષનું વયજૂથ
|
પ્રથમ ડોઝ
|
2,59,69,460
|
બીજો ડોઝ
|
1,19,137
|
45 થી 60 વર્ષનું વયજૂથ
|
પ્રથમ ડોઝ
|
6,97,94,194
|
બીજો ડોઝ
|
1,11,93,705
|
60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
6,01,85,472
|
બીજો ડોઝ
|
1,91,14,859
|
કુલ
|
22,78,60,317
|
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1724660)
Visitor Counter : 235