વહાણવટા મંત્રાલય

કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જૂના ગોવામાં ફ્લોટિંગ જેટ્ટીનું ઉદઘાટન કર્યું


જૂના ગોવા અને પંજીમને ટૂંક સમયમાં ફેરી અને ક્રુઝ મારફતે જોડવામાં આવશે તેવી શ્રી માંડવિયાની જાહેરાત

Posted On: 30 MAY 2021 4:16PM by PIB Ahmedabad

કેન્દ્રના પોર્ટ, શિપિંગ અને જળમાર્ગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ગોવાના સ્થાપના દિવસ નિમિત્તે ગોવાના મુખ્ય મંત્રી શ્રી પ્રમોદ સાવંતની ઉપસ્થિતિમાં જૂના ગોવા ખાતે બીજી ફ્લોટિંગ જેટ્ટીનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું.
 

શ્રી માંડવિયાએ એવી આશા વ્યક્ત કરી હતી કે જૂના ગોવા ખાતેની આ ફ્લોટિંગ જેટ્ટી ગોવાના પ્રવાસન ઉદ્યોગમાં આમુલ પરિવર્તનકર્તા પુરવાર થશે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે પંજીમ અને ગોવાને આ ફેરી અને ક્રુઝ સેવા સાથે જોડવામાં આવશે. મંત્રીએ ઉમેર્યું હતું કે આ જેટ્ટી પ્રવાસીઓ માટે સુરક્ષિત અને અડચણરહિત પરિવહનની સેવા પૂરી પાડશે. પ્રવાસન ઉદ્યોગ રાજ્યના વિકાસનું એન્જિન પુરવાર કરવાના પ્રયાસ હાથ ધરવા બદલ શ્રી માંડવિયાએ ગોવા સરકારની પ્રશંસા કરી હતી.

ભારત સરકારે જૂના ગોવા અને પંજીમને જોડતી માંડોવી નદી (નેશનલ હાઇવે-68) પરની આ બે સિમેન્ટની ફ્લોટિંગ જેટ્ટીની રચનાને મંજૂરી આપી છે. માંડોવી નદી (નેશનલ હાઇવે-68) પર આ બીજી ફ્લોટિંગ જેટ્ટીની રચના કરવામાં આવી છે. અગાઉ પંજીમ ગોવાના કેપ્ટન ઓફ પોર્ટ ખાતે પ્રથમ જેટ્ટી સ્થપાયેલી છે જેનું 2020ની 21મી ફેબ્રઆરીએ પંજીમ ખાતે ગોવાના મુખ્ય મંત્રીની ઉપસ્થિતિમાં પોર્ટ, શિપિંગ અને જળમાર્ગના મંત્રીએ ઉદઘાટન કર્યું હતું.
સિમેન્ટ જેટ્ટીના ફિક્સ જેટ્ટી કરતાં ઘણા ફાયદા છે - તેની કિંમત ફિક્સ જેટ્ટી કરતાં 1/5 ભાગ જેટલી ઓછી હોય છે. આ જ રીતે તેનું બાંધકામ ઝડપી અને સરળ છે અને તેનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે. ફ્લોટિંગ જેટ્ટીનું આયુષ્ય 50 વર્ષ જેટલું હોય છે. ઉપયોગકર્તાની જરૂરિયાત મુજબ તેના કદમાં વધારો કે ઘટાડો થઈ શકે છે અથવા તો જેટ્ટીની સાઇટની હાઇડોગ્રાફિક પ્રોફાઇલ મુજબ તેમાં ફેરફાર કરી શકાય છે.

ગોવાની પ્રજાને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતાં મંત્રી શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે  રાજ્ય સરકાર સાથે મળીને ભારત સરકાર રાજ્યના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના વિકાસ માટે મુરમુગાંવ પોર્ટે પણ નોંધપાત્ર યોગદાન આપેલું છે.

કેન્દ્રના આયુષ (આઇ/સી) મંત્રાલયના મંત્રી શ્રી શ્રીપદ યેસ્સો નાઇક અને ગોવા રાજ્ય સરકારના પોર્ટના મંત્રી શ્રી માઇકલ લોબો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
SD/GP/JD

 



(Release ID: 1722988) Visitor Counter : 253