સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 21.89 કરોડ કરતાં વધુ ડોઝ આપવામાં આવ્યા
રસીકરણ કામગીરી માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજુ પણ 1.77 કરોડ કરતાં વધુ ડોઝ ઉપલબ્ધ
Posted On:
25 MAY 2021 2:00PM by PIB Ahmedabad
દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં સહકાર આપવાના ઉદ્દેશ સાથે ભારત સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસીના ડોઝ વિનામૂલ્યે આપી રહી છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સીધી રસીની ખરીદી કરવાની પણ સુવિધા કરી આપવામાં આવી છે. મહામારીના વ્યવસ્થાપન અને નિયંત્રણ માટે ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી વ્યાપક વ્યૂહનીતિમાં રસીકરણ અભિયાન એક મહત્વપૂર્ણ આધારસ્તંભની રચે છે. આ વ્યૂહનીતિના અન્ય મુદ્દામાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને કોવિડ માટે યોગ્ય વર્તણૂકનું પાલન સામેલ છે.
ઉદારીકૃત અને પ્રવેગિત કોવિડ-19 રસીકરણ તબક્કા-3ની વ્યૂહનીતિનો દેશભરમાં 1 મે 2021થી અમલ શરૂ કરાયો છે.
આ નીતિ અંતર્ગત, દર મહિને કોઇપણ ઉત્પાદક માટે કેન્દ્રીય દવા લેબોરેટરી (CDL) દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ ડોઝમાંથી 50% ડોઝ ભારત સરકાર દ્વારા લેવામાં આવશે. ભારત સરકાર અગાઉની જેમ જ આ તમામ ડોઝ રાજ્ય સરકારોને સંપૂર્ણ વિનામૂલ્યે આપવાનું ચાલુ રાખશે.
ભારત સરકારે વિનામૂલ્યે શ્રેણી અને રાજ્યો દ્વારા સીધી પ્રાપ્તિની શ્રેણી એમ બંને અંતર્ગત આજદિન સુધીમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 21.89 કરોડ કરતાં વધારે (21,89,69,250) ડોઝ પૂરા પાડ્યા છે.
આમાંથી, બગાડ સહિત 19,93,39,750 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે (આજે સવારે 8 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર).
રસીકરણની કામગીરી આગળ વધારવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજુ પણ કોવિડની રસીના 1.77 કરોડ કરતાં વધારે (1,77,67,850) ડોઝ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત, રસીના 7 લાખ (7,00,000) ડોઝ કામગીરી હેઠળ છે અને આવનારા 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આ જથ્થો પ્રાપ્ત થઇ જશે.
SD/GP/JD
(Release ID: 1721543)
Visitor Counter : 291