સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

છ દિવસમાં પાંચમી વખત 24 કલાકમાં નવા નોંધાયેલા કેસ કરતાં નવા સાજા થયેલા દર્દીની સંખ્યા વધારે


છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોના ભારણમાં 55,344 દર્દીનો ચોખ્ખો ઘટાડો થયો

ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 18.22 કરોડથી વધારે થયો

આજદિન સુધીમાં 18થી 44 વર્ષના વયજૂથમાં 48 લાખ કરતાં વધારે લાભાર્થીનું રસીકરણ કરવામાં આવ્યું

Posted On: 16 MAY 2021 11:26AM by PIB Ahmedabad

ભારતમાં કોવિડમાંથી કુલ સાજા થનારા દર્દીઓનો આંકડો આજે 2,07,95,335 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 84.25% થયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 3,62,437 દર્દી સાજા થયા હોવાનું નોંધાયું છે. ભારતમાં છેલ્લા છ દિવસમાં પાંચમી વખત એક દિવસમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા એક દિવસમાં નવા નોંધાયેલા દર્દીઓ કરતા વધારે રહી છે.

નવા સાજા થયેલામાંથી 70.94% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017EDO.jpg

 

બીજી તરફ, આજે ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ ઘટીને આજે 36,18,458 સુધી પહોંચી ગયું છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનું ભારણ 14.66% રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 55,344 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 74.69% દર્દીઓ 10 રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002O3ZO.jpg

 

નીચે આપેલો આલેખ છેલ્લા 24 કલાકમાં રાજ્યોમાં સક્રિય કેસોની સંખ્યામાં થયેલા ફેરફાર પર પ્રકાશ પાડે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003R8J8.jpg

 

પોઝિટીવિટી દરમાં પણ સતત ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. નીચે દર્શાવ્યા અનુસાર હાલમાં પોઝિટીવિટી દર 16.98% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004NTMH.jpg

 

દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 18.22 કરોડથી વધારે થઇ ગયો છે.

આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 26,55,003 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 18,22,20,164 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 96,42,278 HCWs એ પ્રથમ ડોઝ અને 66,41,047 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,44,25,044 FLWs એ પ્રથમ ડોઝ અને 81,86,568 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 48,25,799 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,71,61,076 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 90,66,862 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,44,69,599 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,78,01,891 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.

 

 

HCWs

પ્રથમ ડોઝ

96,42,278

બીજો ડોઝ

66,41,047

FLWs

પ્રથમ ડોઝ

1,44,25,044

બીજો ડોઝ

81,86,568

18-44 વર્ષના લાભાર્થી

પ્રથમ ડોઝ

48,25,799

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના

પ્રથમ ડોઝ

5,71,61,076

બીજો ડોઝ

90,66,862

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

5,44,69,599

બીજો ડોઝ

1,78,01,891

 

કુલ

18,22,20,164

 

 

દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 66.76% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005VBLW.jpg

 

છેલ્લા 24 કલાકમાં 18 થી 44 વર્ષની વયજૂથના 5,62,130 લાભાર્થીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને આ વયજૂથમાં સમગ્ર દેશમાં 32 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા 48,25,799 થઇ ગઇ છે. નીચે આપેલા કોષ્ટકમાં 18 થી 44 વર્ષના વયજૂથના લાભાર્થીઓને આજદિન સુધીમાં આપવામાં આવેલા ડોઝની વિગતવાર માહિતી આપી છે.

 

અનુક્રમ નંબર

રાજ્ય

કુલ

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

1,181

2

આંધ્રપ્રદેશ

3,443

3

આસામ

1,96,690

4

બિહાર

6,23,255

5

ચંદીગઢ

1,938

6

છત્તીસગઢ

1,028

7

દાદરા અને નગર હવેલી

2,992

8

દમણ અને દીવ

3,137

9

દિલ્હી

5,78,140

10

ગોવા

5,800

11

ગુજરાત

4,82,501

12

હરિયાણા

4,20,625

13

હિમાચલ પ્રદેશ

14

14

જમ્મુ અને કાશ્મીર

31,188

15

ઝારખંડ

73,436

16

કર્ણાટક

1,13,335

17

કેરળ

1,553

18

લદાખ

570

19

મધ્યપ્રદેશ

1,81,722

20

મહારાષ્ટ્ર

6,48,674

21

મેઘાલય

3,884

22

નાગાલેન્ડ

4

23

ઓડિશા

1,39,177

24

પુડુચેરી

2

25

પંજાબ

6,961

26

રાજસ્થાન

7,17,784

27

તમિલનાડુ

31,356

28

તેલંગાણા

500

29

ત્રિપુરા

2

30

ઉત્તરપ્રદેશ

4,14,736

31

ઉત્તરાખંડ

1,08,125

32

પશ્ચિમ બંગાળ

32,046

કુલ

48,25,799

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં રસીના 17 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના 120મા દિવસે (15 મે 2021ના રોજ) દેશભરમાં રસીના કુલ 17,33,232 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 16,027 સત્રોનું આયોજન કરીને 11,30,928 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 6,02,304 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તારીખ: 15 મે, 2021 (દિવસ-120)

HCWs

પ્રથમ ડોઝ

14,093

બીજો ડોઝ

18,622

FLWs

પ્રથમ ડોઝ

56,699

બીજો ડોઝ

35,560

18 થી 44 વર્ષ

પ્રથમ ડોઝ

5,62,130

45 થી 60 વર્ષ

પ્રથમ ડોઝ

3,48,678

બીજો ડોઝ

3,05,017

60 વર્ષથી વધુ

પ્રથમ ડોઝ

1,49,328

બીજો ડોઝ

2,43,105

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

11,30,928

બીજો ડોઝ

6,02,304

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 3,11,170 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા દર્દીઓમાંથી 74.7% કેસ દસ રાજ્યોમાં નોંધાયા છે.

દેશભરમાં દૈનિક ધોરણે સૌથી વધારે 41,664 પોઝિટીવ કેસ કર્ણાટકમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં 34,848 જ્યારે તમિલનાડુમાં 33,658 નવા દર્દી નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006CW68.jpg

 

હાલમાં રાષ્ટ્રીય મૃત્યુદર 1.09% છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 4,077 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 75.55% દર્દી દસ રાજ્યોમાં મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ મૃત્યુ (960) નોંધાયા છે. તે પછીના ક્રમે, કર્ણાટકમાં એક દિવસમાં 349 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007HUO2.jpg

આ ઉપરાંત, કોવિડ-19ના ડામવા માટે વિદેશમાંથી સહાયરૂપે પ્રાપ્ત થઇ રહેલી રાહત સામગ્રીને ઝડપથી મંજૂરી આપીને તાકીદના ધોરણે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવી રહી છે. આજદિન સુધીમાં કુલ મળીને, 10,953 ઓક્સિજન કોન્સન્ટ્રેટર; 13,169 ઓક્સિજન સિલિન્ડર; 19 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ; 6,835 વેન્ટિલેટર/Bi PAP અને રેમડેસિવીરની 4.9 લાખ કરતાં વધારે શીશીઓનો જથ્થો જમીન અને હવાઇમાર્ગે પહોંચાડવામાં આવ્યો છે/રવાના કરવામાં આવ્યો છે.

SD/GP/JD



(Release ID: 1719067) Visitor Counter : 187