સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ રાહત સામગ્રી અને સહાય પર નવીન જાણકારી
કોવિડ મહામારીનો સામનો કરવા વિદેશોમાંથી પ્રાપ્ત થતી સહાયતા સામગ્રીની ફાળવણી કરી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને નિયમિત સ્વરૂપે મોકલવામાં આવે છે
અત્યાર સુધી લગભગ 11,000થી વધારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર, 13,000થી વધારે ઓક્સિજન સીલિન્ડર, 19 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, 6800થી વધારે વેન્ટિલેટર્સ/બીઆઈ પીએપી અને લગભગ 4.90 લાખ રેમડેસિવિર ઇન્જેક્શનની વહેંચણી કરવામાં/રવાના કરવામાં આવી છે
Posted On:
15 MAY 2021 2:54PM by PIB Ahmedabad
અત્યારે કોવિડ-19 મહામારીનો મુકાબલો કરવા માટે ભારત સરકાર “સંપૂર્ણ સરકાર”ના દ્રષ્ટિકોણ સાથે સતત આગળ વધી રહી છે. કોવિડ સામે ચાલુ લડાઈમાં પોતાના પ્રયાસોને આગળ વધારવા માટે ભારત સરકારને દુનિયાના વિવિધ દેશો/સંસ્થાઓ પાસેથી આંતરરાષ્ટ્રીય અનુદાન અને કોવિડ-19 રાહત ચિકિત્સા સામગ્રી અને ઉપકરણો સ્વરૂપે મદદ મળી રહી છે. વિદેશોમાંથી પ્રાપ્ત થનારી આ મદદ 27 એપ્રિલ, 2021થી સતત ચાલુ છે. ખાસ વાત એ છે કે, ભારત સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગોએ વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થનારી સહાયતા સામગ્રીને સુવ્યવસ્થિત અને સુઆયોજિત વ્યવસ્થાના માધ્યમથી રાજ્યો/કેન્દ્રશાસિ પ્રદેશો સુધી ઝડપથી પહોંચાડવા માટે પરસ્પર સમન્વય સ્થાપિત કર્યો છે.
27 એપ્રિલ, 2021થી 14 મે, 2021 સુધી કુલ 10,953 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર, 13,169 ઓક્સિજન સીલિન્ડર 19 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, 6,835 વેન્ટિલેટર્સ/બીઆઈ પીએપી અને લગભગ 4.90 લાખ રેમડેસિવિરના ઇન્જેક્શનનું વિતરણ થઈ ગયું છે.
13/14 મેના રોજ જે દેશોએ મુખ્યત્વે મોટા પાયે રાહત સામગ્રી મોકલી છે, તેમાં અમેરિકા, ઇટાલી, કેનેડા, દક્ષિણ કોરિયા, ઓમાન, બ્રિટિશ ઓક્સિજન કંપની (યુકે), કોહારુ 3એસપી (જાપાન) અને ગિલિઆડ (યુએસએ) સામેલ છેઃ
- રેમડેસિવિર: 68,810
- ટોસિલિઝુમેબ: 1,000
- વેન્ટિલેટર્સ/BiPAP/CPAP: 338
- ઓક્સિજનના સીલિન્ડર: 900
- ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ: 157
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તથા સંસ્થાઓ સુધી આ રાહત સામગ્રીની અસરકારક રીતે ફાળવણી કરવી અને વિતરણ કરવું એક નિયમિત પ્રક્રિયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય નિયમિત રીતે આ પ્રક્રિયા પર નજર રાખી રહ્યું છે. વિદેશોમાંથી પ્રાપ્ત અનુદાન, સહાયતા અને દાન સ્વરૂપે આવતી કોવિડ રાહત સામગ્રીની પ્રાપ્તિ અને ફાળવણીનું વધારે સારી રીતે મેનેજમેન્ટ કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં એક સમર્પિત સમન્વય વિભાગ (ડેડિકેટેડ કોઓર્ડિનેશન સેલ) ઊભો કરવામાં આવ્યો છે. આ વિભાગે 26 એપ્રિલ, 2021થી કાર્યરત થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ સંબંધમાં 2 મે, 2021ના રોજ કામગીરી કરવાની એક પ્રમાણભૂત પ્રક્રિયા તૈયાર કરીને એને લાગુ કરી દીધી છે.
ફોટો 1 યુકેમાંથી પ્રાપ્ત થયેલું ઓક્સિજન સીલિન્ડર, જેને ગુજરાત મોકલવામાં આવ્યું હતું.
(Release ID: 1718840)
Visitor Counter : 208