પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોવિડ-19 સામે લડવા માટે તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતાને વેગ આપવા માટે પ્રધાનમંત્રીએ મુખ્ય નિર્ણયોને અધિકૃતતા આપી


ઓછામાં ઓછા 4 મહિના સુધી NEET-PGની પરીક્ષા મુલતવી રહેશે

કોવિડ ફરજમાં 100 દિવસ પૂરાં કરે તેવા તબીબી કર્મચારીઓને આગામી નિયમિત સરકારી ભરતીઓમાં પ્રાથમિકતા અપાશે

મેડિકલ ઇન્ટર્ન્સને તેમના ફેકલ્ટીની દેખરેખ હેઠળ કોવિડ વ્યવસ્થાપન ફરજોમાં નિયુક્ત કરવામાં આવશે

ટેલિ-કન્સલ્ટિંગ અને હળવા લક્ષણો ધરાવતા કોવિડના કેસોની દેખરેખ માટે MBBSના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો તેમના ફેકલ્ટીની દેખરેખ હેઠળ ઉપયોગ કરવામાં આવશે

B.Sc./GNM ક્વોલિફાઇલ નર્સોનો ઉપયોગ તેમના વરિષ્ઠ ડૉક્ટરો અને નર્સોની દેખરેખ હેઠળ પૂર્ણકાલિન કોવિડ નર્સિંગ ફરજો માટે કરવામાં આવશે

100 દિવસની કોવિડ ફરજ પૂરી કરનારા તબીબી કર્મચારીઓને પ્રધાનમંત્રીનું વિશિષ્ટ કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માન આપવામાં આવશે

Posted On: 03 MAY 2021 2:59PM by PIB Ahmedabad

 

દેશમાં વર્તમાન સમયમાં કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયા આપવા માટે માનવ સંસાધનોની વધી રહેલી માંગની પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમિયાન સંખ્યાબંધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા જે કોવિડ સંબંધિત ફરજોમાં તબીબી કર્મચારીઓની ઉપબલ્ધતાને નોંધનીય પ્રમાણમાં વેગ આપશે.

NEET-PGની પરીક્ષા ઓછામાં ઓછા ચાર મહિના સુધી મુલતવી રાખવામાં આવશે અને 31 ઑગસ્ટ 2021 પહેલાં તેનું આયોજન થશે નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પરીક્ષાનું આયોજન કરવા માટે નિર્ધારિત તારીખની જાહેરાત કર્યા પછી પરીક્ષા લેવાય તે પૂર્વે તૈયારીઓ કરવા માટે ઓછામાં ઓછા એક મહિનાનો સમય આપવામાં આવશે. આનાથી મોટી સંખ્યામાં ક્વોલિફાઇડ ડૉક્ટરો કોવિડની ફરજો માટે ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત થશે.

એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, મેડિકલ ઇન્ટર્ન્સને તેમના ઇન્ટર્નશીપ ફેરબદલીના ભાગરૂપે તેમના ફેકલ્ટીની દેખરેખ હેઠળ કોવિડ વ્યવસ્થાપનની ફરજોમાં નિયુક્ત કરવામાં આવશે. ટેલિ-કન્સલ્ટેશન અને કોવિડના હળવા લક્ષણો ધરાવતા દર્દીની દેખરેખ જેવી સેવાઓ પૂરી પાડવા માટે MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનો તેમના ફેકલ્ટીની દેખરેખ હેઠળ ઉપયોગ તેમને યોગ્ય દિશાસૂચન આપ્યા પછી કરવામાં આવશે. આના કારણે હાલમાં કોવિડની ફરજોમાં સંકળાયેલા ડૉક્ટરો પરથી કામનાં ભારણમાં ઘટાડો થશે અને ટ્રાયજિંગના પ્રયાસોને વેગ મળશે.

PGના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની (બ્રોડ તેમજ સુપર-સ્પેશિયાલિસ્ટ્સ) રેસિડેન્ટ તરીકે સેવાઓ જ્યાં સુધી PGના વિદ્યાર્થીઓની નવી બેચ ના જોડાય ત્યાં સુધી ચાલુ રહી શકે છે.

B.Sc./GNM ક્વોલિફાઇડ નર્સોનો ઉપયોગ વરિષ્ઠ ડૉક્ટરો અને નર્સોની દેખરેખ હેઠળ કોવિડ નર્સિંગની પૂર્ણકાલિન ફરજો માટે કરવામાં આવી શકે છે.

જે વ્યક્તિ કોવિડ વ્યવસ્થાપનની કામગીરીમાં સેવાઓ આપવી રહ્યાં હોય તેને કોવિડ ફરજના ઓછામાં ઓછા 100 દિવસ પૂરાં કર્યાં પછી, ભવિષ્યમાં આવનારી નિયમિત સરકારી ભરતીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

જે મેડિકલના વિદ્યાર્થીઓ/પ્રોફેશનલ્સને કોવિડ સંબંધિત કાર્યોમાં જોડાય તેમનું યોગ્ય રસીકરણ કરવામાં આવશે. આ પ્રકારે સંકળાયેલા તમામ આરોગ્ય પ્રોફેશનલોને કોવિડ-19 સામેની લડાઇમાં જોડાયેલા આરોગ્ય કર્મચારીઓ માટે સરકાર દ્વારા લાવવામાં આવેલી વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

જેઓ કોવિડ ફરજો માટે ઓછામાં ઓછા 100 દિવસ માટે જોડાય અને તે સમયગાળો સફળતાપૂર્વક પૂરો કરે તેવા પ્રોફેશનલોને ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રીનું વિશિષ્ટ કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માન આપવામાં આવશે.

કોવિડ વ્યવસ્થાપનના મૂળાધારનું નિર્માણ કરતા ડૉક્ટરો, નર્સો અને સંલગ્ન પ્રોફેશનલો પણ અગ્ર હરોળના કર્મચારીઓ છે. પૂરતા દર્દીઓની જરૂરિયાતને સારી રીતે પહોંચી વળવા માટે તેમનું પૂરતા પ્રમાણમાં સંખ્યાબળ હોવું ખૂબ જ આવશ્યક છે. તબીબી સમુદાયે આ સમયમાં કરેલાઅવિરત કામ અને ફરજ પ્રત્યેની તેમની ઊંડી કર્તવ્યનિષ્ઠાની નોંધી લેવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ સંબંધિત ફરજોમાં જોડાયેલા ડૉક્ટરો/નર્સોને સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ સાથે 16 જૂન 2020ના રોજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી હતી. કોવિડ વ્યવસ્થાપન સંબંધિત સુવિધાઓ અને માનવ સંસાધનમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે જાહેર આરોગ્ય કટોકટી સહાયતા અંતર્ગત રૂપિયા 15000 કરોડનું વિશેષ ભંડોળ પૂરું પાડ્યું હતું. રાષ્ટ્રીય આરોગ્ય મિશન મારફતે કર્મચારીઓને જોડવા ઉપરાંત, આ પ્રક્રિયા દ્વારા વધુ 2206 તજજ્ઞો, 4685 મેડિકલ ઓફિસરો અને 25,59. સ્ટાફ નર્સોની ભરતી કરવામાં આવી હતી.

સમીક્ષા દરમિયાન લેવામાં આવેલા મુખ્ય નિર્ણયોની સંપૂર્ણ વિગતો:

 

  1. રાહત/સુવિધા/મુદતમાં વધારો:

NEET-PGને ઓછામાં ઓછા 4 મહિના સુધી મુલતવી રાખવામાં આવી: કોવિડ-19ના કેસોની સંખ્યામાં થઇ રહેલી વૃદ્ધિના કારણે પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને, NEET (PG)– 2021ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષા 31 ઑગસ્ટ 2021 પહેલાં યોજવામાં આવશે નહીં. પરીક્ષા લેવા માટે જાહેરાત કર્યા પછી પરીક્ષાની તૈયારીઓ માટે ઓછામાં ઓછા એક મહિનાનો સમય આપવામાં આવશે.

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા આવા સંભવિત NEETના પ્રત્યેક ઉમેદવારો સુધી પહોંચવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે અને તેમને જરૂરિયાતના આ સમયમાં કોવિડ-19 કાર્યદળમાં જોડાવા માટે વિનંતી કરવામાં આવશે. કોવિડ-19ના વ્યવસ્થાપનની કામગીરી માટે MBBS ડૉક્ટરોની સેવાઓનો પણ ઉપયોગ થઇ શકે છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો મેડિકલ ઇન્ટર્ન્સને તેમના ફેકલ્ટીની દેખરેખ હેઠળ ઇન્ટર્નશીપ ફેરબદલીનાભાગરૂપે કોવિડ વ્યવસ્થાપનની ફરજોમાં નિયુક્ત કરી શકે છે. MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનો ઉપયોગ ટેલિ-કન્સલ્ટેશન અને કોવિડના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની દેખરેખ માટે તેમના ફેકલ્ટીની દેખરેખ હેઠળ અને યોગ્ય દિશાસૂચન આપ્યા પછી થઇ શકે છે.

PGના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની સેવા ચાલુ રાખવી:PGના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ (બ્રોડ તેમજ સુપર-સ્પેશિયાલિસ્ટ્સ)ને જ્યાં સુધી PGના વિદ્યાર્થીઓની નવી બેચ ના ભરાય ત્યાં સુંધી રેસિડેન્ટ તરીકે તેમની સેવીઓ ચાલુ રહી શકે છે. તેવી જ રીતે, વરિષ્ઠ રેસિડેન્ટ્સ/ રજિસ્ટ્રારની સેવાઓ પણ જ્યાં સુધી નવી ભરતી ના કરવામાં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવી શકે છે.

નર્સિંગ કર્મચારીઓ:B.Sc./GNM ક્વોલિફાઇડ નર્સોનો ઉપયોગ વરિષ્ઠ ડૉક્ટરો અને નર્સોની દેખરેખ હેઠળ પૂર્ણકાલિન ધોરણે કોવિડ નર્સિંગ ફરત અને ICU વગેરે માટે થઇ શકે છે. M.Sc. નર્સિંગના વિદ્યાર્થીઓ, પોસ્ટ બેઝિક B.Sc. (N) અને પોસ્ટ બેઝિક ડિપ્લોમા નર્સિંગના વિદ્યાર્થીઓ નર્સિંગ ઓફિસરો તરીકે નોંધાયેલ છે અને કોવિડ-19ના દર્દીઓની સંભાળ લેવા માટે હોસ્પિટલના પ્રોટોકોલ/નીતિઓ અનુસાર તેમની સેવાઓ લેવામાં આવી શકે છે. GNM અથવા B.Sc. (નર્સિંગ)ના છેલ્લા વર્ષમાં છેલ્લી પરીક્ષાની રાહ જોઇ રહેલા વિદ્યાર્થીઓને પણ વરિષ્ઠ ફેકલ્ટીની દેખરેખ હેઠળ વિવિધ સરકારી/ખાનગી સુવિધાઓમાં કોવિડ નર્સિંગની ફરજો પર પૂર્ણકાલિન ધોરણે નિયુક્ત કરવામાં આવી શકે છે.

કોવિડ વ્યવસ્થાપનમાં સહાયતા માટે સંલગ્ન આરોગ્ય સંભાળ પ્રોફેશનલ્સની સેવાઓ પણ તેમની તાલીમ અને પ્રમાણિતાના આધારે લેવામાં આવી શકે છે.

આ પ્રકારે વધારાના માનવ સંસાધનોને ફક્ત કોવિડની સુવિધાએના વ્યવસ્થાપન માટે ઉપયોગમાં લેવામાં આવશે.

B. પ્રોત્સાહન/સેવાની સ્વીકૃતિ

કોવિડ વ્યવસ્થાપનને લગતી સેવાઓ આપી રહેલા લોકોને તેમણે કોવિડ સંબંધિત સેવામાં ઓછામાં ઓછા 100 દિવસી ફરજ પૂરી કર્યા પછી આગમી સમયમાં નિયમિત સરકારી ભરતીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

વધારાના માનવબળને જોડવા માટે ઉપરોક્ત પ્રસ્તાવિત પહેલના અમલીકરણ માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરાર આધારિત માનવ સંસાધન માટે રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)ના ધોરણોને ધ્યાનમાં લેવામાં આવી શકે છે. NHMમાં ઉલ્લેખ કરવામાં આવેલા વળતરમાં કોઇપણ ફેરફાર કરવાનો નિર્ણય લેવાની છૂટ રાજ્યોને આપવામાં આવશે. વિશિષ્ટ કોવિડ સેવા માટે યથાયોગ્ય સન્માન વિશે પણ વિચાર કરવામાં આવશે.

કોવિડ સંબંધિત કાર્યોમાં મેડિકલના જે વિદ્યાર્થીઓ/પ્રોફેશનલોને જોડવામાં આવશે તેમનું યોગ્ય રસીકરણ કરવામાં આવશે. આ પ્રકારે સંકળાયેલા તમામ આરોગ્ય પ્રોફેશનલોને કોવિડ-19 સામેની લડાઇમાં જોડાયેલા આરોગ્ય કર્મચારીઓ માટે સરકાર દ્વારા લાવવામાં આવેલી વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

જેઓ કોવિડ ફરજો માટે ઓછામાં ઓછા 100 દિવસ માટે જોડાય અને તે સમયગાળો સફળતાપૂર્વક પૂરો કરે તેવા પ્રોફેશનલોને ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રીનું વિશિષ્ટ કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માન આપવામાં આવશે.

રાજ્ય સરકારો જ્યાં કેસોની વૃદ્ધિ થઇ રહી હોય તેવા વિસ્તારોમાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં આ પ્રક્રિયા મારફતે જોડાયેલા વધારાના આરોગ્ય પ્રોફેશનલોને ઉપલબ્ધ કરી શકે છે.

આરોગ્ય અને તબીબી વિભાગોમાં ડૉક્ટરો, નર્સો અને સંલગ્ન પ્રોફેશનલો તેમજ અન્ય આરોગ્ય સંભાલ સ્ટાફની ખાલીજગ્યાઓને NHMના ધોરણોના આધારે કરાર આધારિત નિયુક્તિ દ્વારા 45 દિવસમાં તાકીદના ધોરણે હાથ ધરવામાં આવલી પ્રક્રિયા મારફતે ભરવામાં આવશે.

માનવબળની મહત્તમ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ઉપરોક્ત પહેલો ધ્યાનમાં લેવાનો અનુરોધ કરવામાં આવે છે.

 

SD/GP/JD/PC

 



(Release ID: 1715690) Visitor Counter : 300