સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકારે આજદિન સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 16.54 કરોડથી વધારે ડોઝ વિનામૂલ્યે આપ્યા


રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે હજુ પણ 75 લાખ કરતાં વધારે ડોઝ ઉપલબ્ધ

આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 60 લાખ કરતાં વધારે ડોઝ પ્રાપ્ત થશે

Posted On: 03 MAY 2021 11:38AM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારી સામે દેશની જંગમાં ભારત સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને “સંપૂર્ણ સરકાર”ના અભિગમ સાથે સતત અગ્રેસર રહીને સ્થિતિને સંભાળી રહી છે. કોવિડ-19 મહામારીના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ટેસ્ટ, ટ્રેસ, ટ્રેક અને કોવિડ માટે યોગ્ય આચરણના પાલન ઉપરાંત, ભારત સરકારની પાંચ મુદ્દાની વ્યૂહનીતિમાં પાંચમો મહત્વપૂર્ણ આધારસ્તંભ રસીકરણ કવાયત છે.

દેશભરમાં કોવિડ-19 રસીકરણ માટે ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિનો 1 મે 2021થી પ્રારંભ કરવામાં આવ્યો છે. નવા પાત્રતા ધરાવતા વયજૂથના લાભાર્થીઓ માટે નોંધણીની પ્રક્રિયા 28 એપ્રિલના રોજથી શરૂ કરી દેવામાં આવી છે.

ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં રસીના લગભગ 16.54 કરોડ (16,54,93,410) ડોઝ વિનામૂલ્યે પૂરાં પાડ્યાં છે. આમાંથી રસીના બગાડ સહિત 15,79,21,537 ડોઝનો વપરાશ થયો છે (આજે સવારે 8 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર).

કોવિડની રસીના 75 લાખ કરતાં વધારે ડોઝ (75,71,873) હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ આગળ વધારવા માટે ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 59 લાખ કરતાં વધારે (59,70,670) ડોઝ પ્રાપ્ત થઇ જશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YAZB.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002NHUU.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003X7D5.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004AH7S.jpg

SD/GP/JD


(Release ID: 1715640) Visitor Counter : 219