ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 25 એપ્રિલના રોજ મોકલેલી એડવાઇઝરી અનુસાર કન્ટેઇન્મેન્ટના પગલાં અંગે વિચાર કરવાનો આદેશ બહાર પાડ્યો

Posted On: 29 APR 2021 8:32PM by PIB Ahmedabad

ગૃહ મંત્રાલય (MHA) દ્વારા આજે બહાર પાડવામાં આવેલા આદેશમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ને નિર્દેશો આપવામાં આવ્યા છે કે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoFHW) દ્વારા 25.4.2021ના રોજ મોકલવામાં આવેલી એડવાઇઝરી અનુસાર, પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને તાત્કાલિક અમલથી કન્ટેઇન્મેન્ટના પગલાં વિશે વિચાર કરવામાં આવે. મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપદા વ્યવસ્થાપન (DM) અધિનિયમ, 2005ની સંબંધિત જોગવાઇઓ અંતર્ગત, જરૂરી કન્ટેઇન્મેન્ટના પગલાંનો અમલ કરવાની તાકીદ કરી છે.

MoHFWએ 25.4.2021ના રોજ બહાર પાડેલી એડવાઇઝરીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એવા જિલ્લાઓ ઓળખી કાઢવા કહ્યું હતું, જ્યાં કાં તો છેલ્લા એક અઠવાડિયામાં પરીક્ષણોનો પોઝિટીવિટી દર 10 ટકા અથવા વધારે હોય; અથવા જ્યાં 60 ટકા કરતાં વધારે બેડ દર્દીઓથી ભરાઇ ગયા હોય; જે જિલ્લા ઉપરોક્ત ઉલ્લેખ કરેલા બે માપદંડોમાંથી કોઇપણમાં આવતા હોય તેમણે સઘન અને સ્થાનિક કન્ટેઇન્મેન્ટના પગલાં લેવા પર વિચાર કરવો જોઇએ.  

MoHFWની સલાહ અનુસાર સામુદાયિક કન્ટેઇન્મેન્ટ/ મોટા કન્ટેઇન્મેન્ટ વિસ્તારો માટેનું અમલીકરણ માળખું MHAના આદેશ સાથે જોડવામાં આવ્યું છે.

કોવિડ-19 વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય નિર્દેશોનું સમગ્ર દેશમાં ચુસ્તપણે અમલીકરણ ચાલુ રહેશે.

MHAનો આદેશ 31.5.2021 સુધી અમલમાં રહેશે.



(Release ID: 1714953) Visitor Counter : 215