સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકારે આજદિન સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 16.16 કરોડથી વધારે ડોઝ વિનામૂલ્યે પૂરાં પાડ્યાં છે


રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે 1 કરોડ કરતાં વધારે ડોઝ હજુ પણ ઉપલબ્ધ છે

આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 20 લાખ કરતાં વધારે ડોઝ પ્રાપ્ત થશે

Posted On: 29 APR 2021 10:39AM by PIB Ahmedabad

 

કોવિડ-19 મહામારી સામે દેશની જંગમાં ભારત સરકાર સતત અગ્રેસર રહીને સ્થિતિને સંભાળી રહી છે. મહામારી સામે લડવા માટે ટેસ્ટ, ટ્રેસ, ટ્રેક અને કોવિડ માટે યોગ્ય આચરણના પાલન ઉપરાંત, ભારત સરકારની વ્યૂહનીતિનો પાંચમો મહત્વપૂર્ણ આધારસ્તંભ રસીકરણ કવાયત છે.

દેશમાં 1 મે 2021ના રોજથી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3નો અમલ થશે. નવા પાત્રતા ધરાવતા વસ્તી સમૂહો માટે નોંધણીની પ્રક્રિયા ગઇકાલે (28 એપ્રિલ) શરૂ થઇ ગઇ છે. સંભવિત લાભાર્થીઓ સીધા CoWIN પોર્ટલ (cowin.gov.in) પર અથવા આરોગ્ય સેતૂ એપ્લિકેશનની મદદથી તેમની નોંધણી કરાવી શકે છે.

આજદિન સુધીમાં ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના લગભગ 16.16 કરોડ (16,16,86,140) ડોઝ વિનામૂલ્યે આપ્યા છે. આમાંથી બગાડ સહિત કુલ 15,10,77,933 ડોઝનો વપરાશ થયો છે.

કોવિડની રસીના 1 કરોડથી વધારે ડોઝ (1,06,08,207) હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ આગળ વધારવા માટે ઉપલબ્ધ છે.

આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 20 લાખ કરતાં વધારે (20,48,890) ડોઝ પ્રાપ્ત થઇ જશે.

તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓને ટાંકીને એવા મીડિયા અહેવાલો સામે આવ્યા છે કે, રાજ્યમાં રસીના ડોઝનો જથ્થો પૂરો થઇ ગયો છે અને તેના કારણે રાજ્યમાં રસીકરણની કામગીરી પર વિપરિત અસર પડી રહી છે.

અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે, 28 એપ્રિલ 2021 (સવારે 8 વાગે) સુધીમાં મહારાષ્ટ્રને કોવિડ વિરોધી રસીના કુલ 1,63,62,470 ડોઝ પ્રાપ્ત થયા છે. આમાંથી બગાડ (0.22%) સહિત કુલ 1,56,12,510 ડોઝનો વપરાશ થયો છે. બાકી રહેલા 7,49,960 રસીના ડોઝ હજુ પણ રાજ્ય પાસે પાત્રતા ધરાવતા વસ્તી સમૂહોના રસીકરણ માટે ઉપલબ્ધ છે.

વધુમાં, કોવિડ વિરોધી રસીના 20,48,890 ડોઝની આગામી ત્રણ દિવસમાં ડિલિવરી કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001R8IB.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002DBWK.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00381M2.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ZNSL.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005TF3B.jpg

                                                                                                                *****************************

SD/GP/JD/PC

 

 


(Release ID: 1714783) Visitor Counter : 267