સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલા રસીના 26 લાખ કરતાં વધારે ડોઝ સાથે કુલ રસીકરણ કવરેજની સંખ્યા 12 કરોડથી વધારે થઇ


રસીકરણના 12 કરોડ ડોઝ સુધી પહોંચવામાં ભારતને 92 દિવસ થયા, દુનિયામાં સૌથી વધુ ઝડપે આ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં દરેક રાજ્યમાં 1 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા

નવા 79% પોઝિટીવ કેસો 10 રાજ્યોમાં નોંધાયા

Posted On: 18 APR 2021 11:32AM by PIB Ahmedabad

ભારતમાં હાથ ધરવામાં આવેલી દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયત અંતર્ગત આજદિન સુધીમાં દેશમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 12 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 18,15,325 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 12,26,22,590 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 91,28,146 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 57,08,223 HCWsએ બીજો ડોઝ લીધો છે, 1,12,33,415 FLWsએ પ્રથમ ડોઝ અને 55,10,238 FLWsએ બીજો ડોઝ લીધો છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 4,55,94,522 એ પ્રથમ ડોઝ, 38,91,294 એ બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 4,04,74,993 પ્રથમ ડોઝ અને 10,81,759 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.

 

HCWs

FLWs

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

91,28,146

57,08,223

1,12,33,415

55,10,238

4,04,74,993

10,81,759

4,55,94,522

38,91,294

12,26,22,590

 

દેશમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 59.5% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે. ચાર રાજ્યો એટલે કે ગુજરાત (1,03,37,448), મહારાષ્ટ્ર (1,21,39,453), રાજસ્થાન (1,06,98,771) અને ઉત્તરપ્રદેશ (1,07,12,739)માં દરેકમાં એક કરોડથી વધારે લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં રસીકરણનો 1 કરોડનો આંકડો 16 એપ્રિલના રોજ પ્રાપ્ત થયો હતો જ્યારે બાકીના ત્રણ રાજ્યોએ આ સિદ્ધિ 14 એપ્રિલના રોજ પ્રાપ્ત કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001MF4V.jpg

 

ભારતને રસીકરણના 12 કરોડ ડોઝ સુધી પહોંચવામાં 92 દિવસનો સમય લાગ્યો છે જે દુનિયામાં સૌથી ઝડપી ગતિએ રસીકરણ દર્શાવે છે. ભારત પછીના ક્રમે અમેરિકા છે જેણે 97 દિવસમાં જ્યારે ચીને 108 દિવસમાં આ મુકામ પ્રાપ્ત કર્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002HIHV.jpg

 

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં 26 લાખથી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 92મા દિવસે (17 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 26,84,956 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 39,998 સત્રોનું આયોજન કરીને 20,22,599 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 6,62,357 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 17 એપ્રિલ, 2021 (દિવસ-92)

HCWs

FLWs

45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

22,717

37,405

89,353

1,01,666

12,51,018

1,20,249

6,59,511

4,03,037

20,22,599

6,62,357

 

ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં એકધારી વૃદ્ધિ થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીઓની સંખ્યા 2,61,500 છે.

દેશમાં એક દિવસમાં નવા નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 78.56% દર્દીઓ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત, તમિલનાડુ અને રાજસ્થાન આ દસ રાજ્યોમાં રાજ્યોમાંથી છે.

સમગ્ર દેશમાં એક દિવસમાં સૌથી વધુ 67,123 નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં નવા 27,334 કેસ જ્યારે દિલ્હીમાં નવા 24,375 કેસ પોઝિટીવ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00367EF.jpg

 

નીચેના આલેખમાં દર્શાવ્યા અનુસાર સોળ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાઇ રહેલા કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ANT1.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00535UM.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006E720.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0076WVQ.jpg

 

નીચે આપેલો આલેખ ભારતમાં દૈનિક ધોરણે હાથ ધરવામાં આવતા પરીક્ષણો અને દૈનિક પોઝિટીવિટીનો દર દર્શાવે છે. છેલ્લા 12 દિવસમાં દૈનિક પોઝિટીવિટી દર વધીને બમણો થયો છે જે 8.00% થી વધીને 16.29% સુધી પહોંચી ગયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0080EMP.jpg

 

છેલ્લા એક મહિનામાં રાષ્ટ્રીય પોઝિટીવિટી દર 3.05%થી વધીને 13.54% સુધી પહોંચી ગયો છે. તમામ રાજ્યોમાં છત્તીસગઢમાં સૌથી વધારે સાપ્તાહિક પોઝિટીવિટી દર નોંધાયો છે જે હાલમાં 30.38% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009TJ8I.jpg

 

ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસોનું ભારણ 18,01,316 સુધી પહોંચી ગયું છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો હવે 12.18% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,21,576 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળ આ પાંચ રાજ્યોમાં ભારતના કુલ સક્રિય કેસોમાંથી 65.02% દર્દીઓ છે. માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના 38.09% સક્રિય કેસોનું ભારણ છે.

 

ભારતમાં કુલ સાજા થઇ ગયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 1,28,09,643 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 86.62% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 1,38,423 દર્દીઓ સાજા થયા છે.

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1,501 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

દૈનિક ધોરણે નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 82.94% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધારે 419 દર્દીના મૃત્યુ થયા છે. તે પછીના ક્રમે, દિલ્હીમાં દૈનિક મૃત્યુઆંક 167 નોંધાયો છે.

 

નવ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, મિઝોરમ, મણીપુર, લક્ષદ્વીપ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ છે.

SD/GP/JD



(Release ID: 1712531) Visitor Counter : 256