સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ટીકા ઉત્સવના પ્રથમ દિવસે રસીના લગભગ 30 લાખ ડોઝ આપવાથી કુલ રસીકરણ કવરેજનો આંકડો 10.45 કરોડ થઇ ગયો
ભારતમાં દૈનિક સરેરાશ ડોઝની સંખ્યા 40 લાખના આંકડાને ઓળંગી ગઇ, ભારતે વૈશ્વિક સ્તરે સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું
દૈનિક ધોરણે નવા નોંધાયેલા 80% કેસો 10 રાજ્યોમાં
કુલ સક્રિય કેસોના ભારણમાંથી 70.16% દર્દીઓ 5 રાજ્યોમાં
Posted On:
12 APR 2021 11:39AM by PIB Ahmedabad
સમગ્ર દેશમાં આજે ટીકા ઉત્સવનો બીજો દિવસ છે. આજે કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત સમગ્ર દેશમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝનો આંકડો 10.45 કરોડ સુધી પહોંચી ગયો છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 15,56,361 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 10,45,28,565 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 90,13,289 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 55,24,344 HCWsએ બીજો ડોઝ લીધો છે, 99,96,879 FLWs (પ્રથમ ડોઝ) અને 47,95,756 FLWs (બીજો ડોઝ) છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 4,05,30,321 એ પ્રથમ ડોઝ, 19,42,705 એ બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 3,20,46,911 પ્રથમ ડોઝ અને 6,78,360 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.
HCWs
|
FLWs
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
|
90,13,289
|
55,24,344
|
99,96,879
|
47,95,756
|
3,20,46,911
|
6,78,360
|
4,05,30,321
|
19,42,705
|
10,45,28,565
|
દેશમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 60.13% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
દેશમાં ગઇકાલે ટીકા ઉત્સવના પ્રથમ દિવસે રસીના લગભગ 30 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.
સમગ્ર દેશમાં ટીકા ઉત્સવના પ્રથમ દિવસે કુલ 63,800 કાર્યરત કોવિડ રસીકરણ કેન્દ્રો (CVCs) જોવા મળ્યા હતા જે સરેરાશ 18,800 કાર્યરત CVCsની વૃદ્ધિ દર્શાવે છે. મોટાભાગના CVCs ખાનગી કાર્યસ્થળોએ કાર્યરત રહ્યા હતા. વધુમાં, રવિવારે સામાન્યપણે રસીકરણની સંખ્યા ઓછી નોંધાતી હોય છે પરંતુ ટીકા ઉત્સવના પ્રથમ દિવસે રવિવાર હોવા છતાં પણ રસીના લગભગ 30 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.
કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 86મા દિવસે (11 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 29,33,418 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 38,398 સત્રોનું આયોજન કરીને 27,01,439 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 2,31,979 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 11 એપ્રિલ, 2021
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
9,226
|
16,055
|
43,264
|
36,547
|
17,70,258
|
36,878
|
8,78,691
|
1,42,499
|
27,01,439
|
2,31,979
|
દૈનિક ધોરણે આપવામાં આવતા ડોઝના સંદર્ભમાં ભારત સમગ્ર દુનિયામાં દૈનિક ધોરણે રસીના સરેરાશ 40,55,055 આપીને સતત સૌથી ટોચનું સ્થાન જાળવી શક્યું છે. ગઇકાલે આ સરેરાશ આંકડો 38,34,574 હતો.
ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1,68,912 નોંધાઇ છે.
દસ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, છત્તસીગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં દરરોજ કોવિડના નવા કેસોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. એક દિવસમાં નવા નોંધાયેલા કુલ કેસોમાંથી 83.02% દર્દીઓ આ દસ રાજ્યોમાંથી છે.
દેશમાં એક દિવસમાં સૌથી વધુ 63,294 નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં નવા 15,276 કેસ જ્યારે દિલ્હીમાં નવા 10,774 કેસ પોઝિટીવ નોંધાયા છે.
નીચેના આલેખમાં દર્શાવ્યા અનુસાર સોળ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાઇ રહેલા કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસોનું ભારણ હવે 12,01,009 સુધી પહોંચી ગયું છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો હવે 8.88% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 92,922 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને કેરળ આ પાંચ રાજ્યોમાં ભારતના કુલ સક્રિય કેસોમાંથી 70.16% દર્દીઓ છે. માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના 47.22% સક્રિય કેસોનું ભારણ છે.
ભારતમાં કુલ સાજા થઇ ગયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 1,21,56,529 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 89.86% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 75,086 દર્દીઓ સાજા થયા છે.
દૈનિક ધોરણે નવા નોંધાતા મૃત્યુઆંકમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 904 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
દૈનિક ધોરણે નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 89.16% દર્દીઓ દસ રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે મહત્તમ મૃત્યુઆંક (349) નોંધાયો છે. છત્તીસગઢમાં એક દિવસમાં વધુ 122 દર્દીના મૃત્યુ થયા છે.
નવ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં ઓડિશા, હિમાચલ પ્રદેશ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મેઘાલય, સિક્કિમ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1711127)
Visitor Counter : 312
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam