પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બાબુ જગજીવન રામને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ આપી

Posted On: 05 APR 2021 9:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાબુ જગજીવન રામને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “સ્વતંત્રતા સેનાની અને સામાજિક ન્યાયની પ્રબળતાથી તરફેણ કરનારા બાબુ જગજીવન રામને તેમની જયંતી નિમિતે વિનમ્ર શ્રદ્ધાંજલિ. સમાજના શોષિતો અને વંચિતોના ઉત્થાન માટે તેમના અસરકારક પ્રયાસો હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.”

SD/GP/JD(Release ID: 1709569) Visitor Counter : 175