મંત્રીમંડળ
મંત્રીમંડળે ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી
Posted On:
31 MAR 2021 3:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય ક્ષેત્ર યોજના - “ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજના (PLISFPI)”ને મંજૂરી આપી છે. રૂપિયા 10900 કરોડના ખર્ચ સાથે ભારતીય કુદરતી સંસાધનોની સંપદા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની ખાદ્ય ઉત્પાદનોની બ્રાન્ડ્સને સહકારને અનરૂપ વૈશ્વિક ખાદ્ય વિનિર્માણ ચેમ્પિયનો તૈયાર કરવાના આશય સાથે આ મંજૂરી આપવામાં આવી છે.
આ યોજનાના ઉદ્દેશ:
આ યોજનાનો મૂળ ઉદ્દેશ નિયત લઘુતમ વેચાણ ધરાવતી ખાદ્ય વિનિર્માણ સંસ્થાઓને સહકાર આપવાનો અને મજબૂત ભારતીય બ્રાન્ડ્સના ઉદયને વધુ પ્રબળ બનાવવા માટે પ્રસંસ્કરણ ક્ષમતાના વિસ્તરણ અને વિદેશમાં બ્રાન્ડિંગ માટે લઘુતમ નિયત રોકાણની ઇચ્છા દર્શાવવાનો છે:
- વૈશ્વિક વિનિર્માણ ચેમ્પિયનોના સર્જન માટે સહાય;
- ખાદ્ય ઉત્પાદનોની પસંદગીની ભારતીય બ્રાન્ડ્સને વૈશ્વિક સ્તરે તે નજરમાં આવે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેને સ્વીકૃતિ મળે તે માટે મજબૂત બનાવવી;
- ખેતર સિવાયની નોકરીઓની તકોમાં વધારો કરવો;
- કૃષિ ઉપજો માટે લાભદાયી ભાવો અને ખેડૂતોને વધુ આવક સુનિશ્ચિત કરવી
મુખ્ય વિશેષતાઓ:
- પ્રથમ ઘટક ચાર મુખ્ય ખાદ્ય ઉત્પાદન વિભાગો એટલે કે, રાંધવા માટે તૈયાર/ ભોજન માટે તૈયાર (RTC/ RTE) ખાદ્ય ચીજો, પ્રસંસ્કરણ કરેલ ફળો અને શાકભાજી, સમુદ્રી ઉત્પાદનો, મોઝારેલા ચીઝના વિનિર્માણને પ્રોત્સાહન આપવા સંબંધિત છે.
- આ વિભાગમાં મુક્ત રેન્જ – ઈંડા, પોલ્ટ્રી માંસ, ઇંડાના ઉત્પાદનો સહિત SME આવિષ્કારી/ ઓર્ગોનિક ઉત્પાદનો પણ ઉપરોક્ત ઘટકમાં સમાવી લેવામાં આવ્યા છે.
- પસંદગીના અરજદારોએ તેમના પ્લાન્ટ અને મશીનરીમાં પ્રથમ બે વર્ષ એટલે કે 2021-22 અને 2022-23 દરમિયાન તેમની અરજીમાં ક્વોટ કર્યા અનુસાર રોકાણ હાથ ધરવું જરૂરી છે (સૂચિત લઘુતમ રકમને આધિન).
- 2020-21માં કરેલું રોકાણ પણ સુચવવામાં આવેલા રોકાણને પૂરું કરવા માટે ગણવામાં આવશે.
- નિયત લઘુતમ વેચાણ અને સુચિત રોકાણની શરતો આવિષ્કારી/ ઓર્ગોનિક ઉત્પાદનોના નિર્માણ માટે પસંદ કરેલી કંપનીઓને લાગુ થવા પાત્ર રહેશે નહીં.
- બીજો ઘટક મજબૂત ભારતીય બ્રાન્ડ્સના ઉદયને પ્રોત્સાહન આપવા માટે વિદેશમાં બ્રાન્ડિંગ અને માર્કેટિંગને સહકાર આપવા સાથે સંકળાયેલો છે.
- ભારતીય બ્રાન્ડને વિદેશમાં પ્રોત્સાહન આપવા માટે, આ યોજનામાં અરજદાર સંસ્થાને ઇન સ્ટોર બ્રાન્ડિંગ, શેલ્ફ સ્પેસ રેન્ટિંગ અને માર્કેટિંગ માટે અનુદાન આપવાનો પણ આશય રાખે છે.
- આ યોજના આગામી છ વર્ષના સમયગાળા એટલે કે, વર્ષ 2021-22 થી 2026-27 સુધી અમલ થવા પાત્ર રહેશે.
રોજગારી નિર્માણની સંભાવનાઓ સહિતની અસરો
- આ યોજનાના અમલીકરણથી રૂપિયા 33,494 કરોડના પ્રસંસ્કરણ કરેલા ખાદ્ય આઉટપુટના નિર્માણ માટે પ્રસંસ્કરણ ક્ષમતાનું વિસ્તરણ કરી શકાશે અને;
- વર્ષ 2026-27 સુધીમાં તેના કારણે અંદાજે 2.5 લાખ લોકો માટે રોજગારીનું સર્જન કરી શકાશે.
નાણાકીય અસરો:
ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજના અતંર્ગત ખર્ચ વિશે વિભાગ અનુસાર અને વર્ષ અનુસાર વિગતો
|
(રૂપિયા કરોડમાં)
|
|
RTC/ RTE ખાદ્યચીજો
|
પ્રસંસ્કરણ કરેલ F&V
|
સમુદ્રી ઉત્પાદનો
|
મોઝારેલા ચીઝ
|
વેચાણ પર પ્રોત્સાહન
|
વિદેશમાં બ્રાન્ડિંગ અને માર્કેટિંગ
|
વહીવટી ખર્ચ
|
કુલ
|
2021-22
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
10
|
10
|
2022-23
|
280
|
272
|
58
|
20
|
630
|
375
|
17
|
1,022
|
2023-24
|
515
|
468
|
122
|
40
|
1145
|
375
|
17
|
1,537
|
2024-25
|
745
|
669
|
185
|
63
|
1662
|
275
|
17
|
1,954
|
2025-26
|
981
|
872
|
246
|
70
|
2169
|
250
|
17
|
2,436
|
2026-27
|
867
|
701
|
212
|
54
|
1833
|
125
|
17
|
1,975
|
2027-28
|
794
|
601
|
170
|
36
|
1601
|
100
|
15
|
1,716
|
કુલ
|
4181
|
3582
|
993
|
283
|
9040
|
1500
|
110
|
10,900*
|
*આમાં રૂપિયા 250 કરોડ (કુલ ખર્ચના અંદાજે 2%) સામેલ છે જે મુક્ત રેન્જ – ઈંડા, પોલ્ટ્રી માંસ, ઇંડાના ઉત્પાદનો કે જે કોઇપણ/ તમામ વિભાગમાંથી આવતા હોય તે સહિત SME આવિષ્કારી/ ઓર્ગોનિક ઉત્પાદનો માટે અલગ રાખવામાં આવ્યા છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
વ્યૂહનીતિનો અમલ અને લક્ષ્યો:
- આ યોજનાને સમગ્ર ભારતમાં અમલમાં મૂકવામાં આવશે
- આ યોજનાનો અમલ પરિયોજના વ્યવસ્થાપન એજન્સી (PMA) કરવામાં આવશે.
- PMA અરજીઓ/ પ્રસ્તાવોના મૂલ્યાંકન, સહાયતા માટે યોગ્યતાની ચકાસણી, પ્રોત્સાહનના વળતર માટે પાત્રતા ધરાવતા દાવાઓની ચકાસણી માટે જવાબદાર રહેશે.
- આ યોજના અંતર્ગત 2026-27માં પૂરા થતા છ વર્ષ સુધીના સમય માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ચોક્કસ વર્ષ માટે ચુકવવાપાત્ર પ્રોત્સાહન તે પછીના વર્ષમાં મળવાપાત્ર રહેશે. આ યોજનાનો સમયગાળો વર્ષ એટલે કે, 2021-22 થી 2026-27 સુધી રહેશે.
- આ યોજના "મર્યાદિત ભંડોળ”ની છે એટલે કે, મંજૂરી આપવામાં આવેલી રકમનો ખર્ચ મર્યાદિત રહેશે. દરેક લાભાર્થીને મહત્તમ ચુકવવાપાત્ર પ્રોત્સાહન તે લાભાર્થીને મંજૂરી આપવામાં આવે તે સમયે અગાઉથી જ નક્કી કરવામાં આવશે. સિદ્ધિઓ/ કામગીરીને ધ્યાનમાં લીધા વગર, મહત્તમ રકમની મર્યાદા ઓળંગી શકાશે નહીં.
- આ યોજનાના અમલીકરણથી રૂપિયા 33,494 કરોડના પ્રસંસ્કરણ કરેલા ખાદ્ય આઉટપુટના નિર્માણ માટે પ્રસંસ્કરણ ક્ષમતાનું વિસ્તરણ કરી શકાશે અને વર્ષ 2026-27 સુધીમાં તેના કારણે અંદાજે 2.5 લાખ લોકો માટે રોજગારીનું સર્જન કરી શકાશે.
યોજનાનું અમલીકરણ:
- આ યોજના પર કેન્દ્રમાં કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં સચિવોના અધિકાર પ્રાપ્ત સમૂહ દ્વારા દેખરેખ રાખવામાં આવશે.
- ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય આ યોજના અંતર્ગત અરજદારોના કવરેજ માટે પસંદગીને માન્યતા આપશે, પ્રોત્સાહન તરીકે ભંડોળ મંજૂર કરશે અને તેની ચુકવણી કરશે.
- મંત્રાલય દ્વારા આ યોજનાના અમલીકરણ માટે વિવિધ પ્રવૃત્તિઓને આવરી લેતો વાર્ષિક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.
- આ કાર્યક્રમમાં તૃતીય પક્ષ દ્વારા મૂલ્યાંકન અને મધ્ય સત્રીય સમીક્ષાનું વ્યવસ્થાતંત્ર પણ તૈયાર કરવામાં આવશે.
રાષ્ટ્રીય પોર્ટલ અને MIS:
- રાષ્ટ્રીય સ્તરનું એક પોર્ટલ તૈયાર કરવામાં આવશે જેમાં અરજદાર કંપની આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકશે.
- યોજનાની તમામ પ્રવૃત્તિઓ આ રાષ્ટ્રીય પોર્ટલ પર હાથ ધરવામાં આવશે.
એક-કેન્દ્રીકરણનું માળખું
- MoFPI દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) અંતર્ગત, નાના અને મધ્યમ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગોને પૂરવઠા શ્રૃંખલા માળખાગત સુવિધાઓના મજબૂતીકરણ, પ્રસંસ્કરણની ક્ષમતાઓમાં વિસ્તરણ, ઔદ્યોગિક પ્લોટ્સની ઉપલબ્ધતામાં વૃદ્ધિ, કૌશલ્ય વિકાસની સુવિધા, સંશોધન અને વિકાસ પરીક્ષણની સુવિધાઓની જોગવાઇ વગેરેના સંદર્ભમાં સહકાર આપવામાં આવે છે.
- અન્ય મંત્રાલયો/ વિભાગો જેમ કે, કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ, પશુ સંવર્ધન અને ડેરી ઉદ્યોગ, મત્સ્ય પાલન, ઉદ્યોગ પ્રોત્સાહન અને આંતરિક વેપાર, વાણિજ્ય વગેરે વિભાગો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રના વિકાસને આગળ ધપાવી રહ્યાં છે.
- પ્રસ્તાવિત યોજના અંતર્ગત આવરી લેવામાં આવેલા અરજદારોને અન્ય યોજના અંતર્ગત ત્યારે પણ શક્ય હોય ત્યારે સેવાઓ મેળવવાની મંજૂરી આપવામાં આવશે. તે માટે એવો વિચાર કરવામાં આવ્યો છે કે, PLI યોજના અંતર્ગત કવરેજ અન્ય કોઇપણ યોજના અંતર્ગત મળતી પાત્રતાને અસર કરશે નહીં અને તેનાથી ઉલટી સ્થિતિમાં પણ કોઇ અસર પડશે નહીં.
પૃષ્ઠભૂમિ:
- ભારતમાં ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર સુક્ષ્મથી માંડીને મોટા કદના ઉદ્યોગો સુધીના તમામ વિભાગોમાં વિનિર્માણને ઉદ્યોગોને સમાવી લે છે.
- ભારત સંસાધન સંપદા, મોટા સ્થાનિક બજાર અને મૂલ્ય વર્ધિત ઉત્પાદનોના પ્રોત્સાહનના સંદર્ભમાં સ્પર્ધાત્મક લાભ ધરાવે છે.
- પોતાના ક્ષેત્રની પૂર્ણ સંભાવના પ્રાપ્ત કરવા માટે ભારતીય કંપનીઓએ ઉત્પાદનની વ્યાપકતા, ઉત્પાદકતા, મૂલ્ય વર્ધન અને વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલા સાથે તેના લિંકેજના સંદર્ભમાં તેમની વિદેશી સમકક્ષ કંપનીઓ સામે પોતાની સ્પર્ધાત્મક ક્ષમતાઓમાં સુધારો લાવવો પડશે
- ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજના "ભારતની વિનિર્માણ ક્ષમતાઓમાં ઉન્નતિ અને નિકાસમાં ઉન્નતિ માટે આત્મનિર્ભર ભારત અભિયાન” અંતર્ગત નીતિ આયોગની ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજનાના આધારે તૈયાર કરવામાં આવી છે.
SD/GP/JD
(Release ID: 1708726)
Visitor Counter : 348
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam