સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે 6 કરોડ વેક્સિન ડોઝ આપવાની સાથે મહત્ત્વપૂર્ણ સિમાચિહ્ન પાર કર્યુ
દેશમાં 24 કરોડથી વધુ કોવિડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યાં
મહારાષ્ટ્ર, છત્તિસગઢ, કર્ણાટક, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં ઊંચો દૈનિક નવા કેસો નોંધાવવાના ચાલુ રહ્યાં
કેસમાં થયેલો ઉછાળો નિયંત્રણમાં લેવા કેન્દ્ર સરકારે કેસોની વધુ સંખ્યા ધરાવતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કડક પગલાં ભરવા સલાહ આપી
Posted On:
28 MAR 2021 11:24AM by PIB Ahmedabad
કોવિડ 19 સામેની લડાઇમાં ભારતે તેની નોંધપાત્ર સિદ્ધી નોંધાવી છે. આજે દેશનો કુલ રસી આપવામાં આવેલી વ્યક્તિઓની સંખ્યા સંખ્યા 6 કરોડને પાર કરી ગઇ છે.
આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ અનુસાર 9,85,018 સત્રો દ્વારા 6,02,69,782 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં હતાં.
આમાં 1,52,808 HCWs (પ્રથમ ડોઝ), 51,75,597 HCWs (બીજો ડોઝ), 88,90,046 FLWs (પથમ ડોઝ) અને 36,52,749 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 66,73,662 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 2,77,24,920 લાભાર્થી સામેલ છે.
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
81,52,808
|
51,75,597
|
88,90,046
|
36,52,749
|
66,73,662
|
2,77,24,920
|
6,02,69,782
|
આઠ રાજ્યો અત્યાર સુધી આપવામાં આવેલા એકંદર વેક્સિન ડોઝનો 60% હિસ્સો ધરાવે છે. આઠ રાજ્યોમાંથી દરેક રાજ્યો 30 લાખથી વધારે ડોઝ આપી ચૂક્યાં છે.
ભારતમાં રસીકરણ કવાયતના 71મા દિવસે (27 માર્ચ 2021) રસીના કુલ 21,54,170 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, કુલ 39,778 સત્રોનું આયોજન કરીને કુલ 20,09,805લાભાર્થીને પ્રથમ ડોઝ અને જ્યારે 1,44,365 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ:27 માર્ચ, 2021
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
56,039
|
31,279
|
1,37,107
|
1,13,086
|
5,00,021
|
13,16,638
|
20,09,805
|
1,44,365
|
સાત રાજ્યો મહારાષ્ટ્ર, છત્તિસગઢ, કર્ણાટક, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં કોવિડના દૈનિક નવા કેસની સૌથી વધારે સંખ્યા નોંધાઇ હતી. આ રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં 81.46% દૈનિક નવા કેસો (62,714) નોંધવામાં આવ્યાં હતાં.
આઠ રાજ્યો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોનો 84.74% એકંદર હિસ્સો ધરાવે છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે 35,726 દૈનિક નવા કેસો નોંધાયા હતા. ત્યારબાદ કર્ણાટકમાં 3,162 જ્યારે કર્ણાટકમાં 2,886 નવા કેસો નોંધાયા છે.
દસ રાજ્યો દૈનિક નવા કેસોની વધતી સંખ્યા દર્શાવી રહ્યાં છે.
નીચેનો આલેખ દેશમાં દૈનિક નવા કેસોની સંખ્યામાં વધારો દર્શાવી રહ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવે ગઇકાલે 12 રાજ્યોના અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો અને સચિવો (આરોગ્ય અને પરિવાર કલ્યાણ) અને કોવિડ-19ના કારણે વધી રહેલા કેસો અને વધી રહેલા મૃત્યુ આંકથી સૌથી વધુ પ્રભાવિત 46 જિલ્લાઓના મુનિસિપાલ કમિશનરો અને જિલ્લા કલેક્ટરો સાથે ઊચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી અને નવા કોવિડ કેસોના ઉછાળાને નિયંત્રણમાં લેવા પાંચ-સ્તરીય રણનીતિ સૂચવી હતી. આ રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, તમિલનાડુ, છત્તિસગઢ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, પંજાબ અને બિહાર છે.
વધુ એક નોંધપાત્ર ઘટનાક્રમમાં, સમગ્ર ભારતમાં કુલ હાથ ધરવામાં આવેલા પરીક્ષણો 24 કરોડને પાર કરી ગયા છે જ્યારે એકંદર પોઝિટિવિટી દર 5%થી નીચે રહેવા પામ્યો છે.
પંદર રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો રાષ્ટ્રીય સરેરાશ કરતાં પ્રતિ મિલયન ઓછા પરીક્ષણો ધરાવે છે. (1,74,602)
દૈનિક પોઝિટિવિટી દર 5%થી (5.04%) સહેજ વધ્યો છે.
આઠ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો રાષ્ટ્રીય સરેરાશ 5.04%થી વધારે સાપ્તાહિક પોઝિટિવિટી દર ધરાવે છે. 22.78%ના સાપ્તાહિક પોઝિટિવિટી દર સાથે ભારત તમામ રાજ્યોમાં અગ્રેસર છે.
ભારતનો કુલ સક્રિય કેસલોડ કુલ પોઝિટિવ કેસના 4.06%નો સમાવેશ કરતાં 4,86,310 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસલોડમાંથી 33,663 કેસોનો ચોખ્ખો ઘટાડો નોંધાયો હતો.
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,13,23,762 સુધી પહોંચી છે. સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર 94.59% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 28,739 દર્દીઓ સાજા થઇ ગયા છે. નવા સાજા થયેલા 14,523 કેસો સાથે મહારાષ્ટ્રે એક જ દિવસની સૌથી વધારે સંખ્યા નોંધાવી છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 312 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
છ રાજ્યો નવા મૃત્યુનો 82.69% પ્રમાણ ધરાવે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે મૃત્યુ (166) નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં પંજાબમાં 45 દૈનિક મૃત્યુ અને કેરળમાં 14 મૃત્યુ નોંધવામાં આવ્યાં છે.
14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું હોય તેવો એકપણ કિસ્સો નોંધાયો નથી. આમાં, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, આસામ, લક્ષદ્વીપ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મણીપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબારના ટાપુઓ, નાગાલેન્ડ તેમજ અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1708192)
Visitor Counter : 262