વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

ટપાલ વિભાગે યુવાનો માટે આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા 2021નું આયોજન

Posted On: 22 MAR 2021 3:44PM by PIB Ahmedabad

પોસ્ટ વિભાગ સંબંધિત પોસ્ટલ સર્કલ કાર્યાલયોના માધ્યમથી દેશના તમામ રાજ્યોમાં યુવાનો માટે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (યુપીયુ)ની 2021 આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરાયું છે. સ્પર્ધા માટેનો વિષય છે "કોવિડ-19 સાથેના તમારા અનુભવ વિશે કુટુંબના સભ્યને એક પત્ર લખો". આ સ્પર્ધા 15 વર્ષ સુધીના શાળાના બાળકો માટે તા. 31.03.2021 સુધી ખુલ્લી રહેશે. રાજ્યના સંબંધિત ટપાલ વર્તુળ દ્વારા શાળાઓ/કેન્દ્રોમાં સ્પર્ધા યોજવામાં આવી શકે છે અને ઉમેદવારોને શાળામાં/કેન્દ્રોમાં પોતાની હાજરી વગર ઘરેથી સ્પર્ધામાં ભાગ લેવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. જે ઉમેદવારો ઘરેથી ભાગ લેવા ઇચ્છે છે તેઓએ સ્પીડ પોસ્ટના માધ્યમથી ઓળખપત્રો સાથે સંબંધિત પોસ્ટલ સર્કલ ઓફિસરે નિયુક્ત કરેલ નોડલ અધિકારીને તેમની એન્ટ્રીઓ મોકલવી આવશ્યક છે.

તમામ વિગતો ભારતીય પોસ્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જેની લિંક નીચે મુજબ છે:

https://www.indiapost.gov.in/VAS/Pages/News/Letter_Writing_2021.pdf

કોઈને પણ જો કોઇ પ્રશ્નો  હોય તો, ઈ-મેઇલ આઈડી rn.sikaria[at]gov[dot]in પર મોકલી શકાય છે.

SD/GP/JD


(Release ID: 1706629)