સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં દૈનિક ધોરણે નવા કેસમાં તીવ્ર વૃદ્ધિ નોંધાવાનું યથાવત્
રસીના કુલ 3 કરોડ ડોઝના કવરેજનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં ભારતની ઝડપભેર આગેકૂચ
Posted On:
15 MAR 2021 11:58AM by PIB Ahmedabad
મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં દૈનિક ધોરણે કોવિડ-19ના કેસમાં સતત મોટી સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ નવા કેસમાંથી 78.41% દર્દીઓ આ પાંચ રાજ્યોમાંથી નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 26,291 દર્દીઓ સંક્રમિત થયા છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 16,620 નવા કેસ (કુલ દૈનિક કેસમાંથી 63.21%) નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળમાં વધુ 1,792 જ્યારે પંજાબમાં નવા 1,492 કેસ નોંધાયા છે.
આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસની સંખ્યામાં સતત ચઢતા ક્રમમાં વધારો નોંધાઇ રહ્યો છે. આ રાજ્યો મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણા છે.
કેરળમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે.
ભારતમાં આજે કુલ સક્રિય કેસનું ભારણ 2,19,262 સુધી પહોંચ્યું છે જે કુલ પોઝિટીવ કેસમાંથી 1.93% દર્શાવે છે.
ભારતના કુલ સક્રિય કેસમાંથી 77% દર્દીઓ માત્ર ત્રણ રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે.
દેશના કુલ સક્રિય કેસના ભારણમાંથી માત્ર મહારાષ્ટ્રમાં જ 58% સક્રિય કેસ છે.
નીચે દર્શાવેલા આલેખમાં 18 જાન્યુઆરી, 2021થી સક્રિય કેસની સંખ્યામાં દૈનિક ધોરણે થયેલો તફાવત દર્શાવવામાં આવ્યો છે.
બીજી તરફ, ભારત પોતાની રસીકરણ કવાયત અંતર્ગત કુલ 3 કરોડ રસીના કવરેજ સુધી ઝડપથી આગળ વધી રહ્યું છે.
આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર કુલ 5,13,065 સત્રોનું આયોજન કરીને દેશમાં રસીના કુલ 2,99,08,038 ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં 73,55,755 HCWs (પ્રથમ ડોઝ), 43,05,118 HCWs (બીજો ડોઝ), 73,40,423 FLWs (પથમ ડોઝ) અને 11,50,535 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 14,64,014 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 82,92,193 લાભાર્થી સામેલ છે.
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
73,55,755
|
43,05,118
|
73,40,423
|
11,50,535
|
14,64,014
|
82,92,193
|
2,99,08,038
|
દેશમાં રસીકરણ કવાયતના 58મા દિવસે (14 માર્ચ 2021) 1,40,880 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ દિવસે રવિવાર હોવાથી, મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીકરણનું શિડ્યૂલ યોજવામાં આવ્યું નહોતું.
કુલ 2,211 સત્રોનું આયોજન કરીને 1,20,885 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 19,995 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 14 માર્ચ,2021
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
7,141
|
8,771
|
7,201
|
11,224
|
16,884
|
89,659
|
1,20,885
|
19,995
|
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,10,07,352 નોંધાઇ છે. દેશમાં સરેરાશ સાજા થવાનો દર 96.68% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 17,455 દર્દીઓ સાજા થઇ ગયા છે. નવા સાજા થનારા 84.10% દર્દીઓ છ રાજ્યોમાંથી છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ નવા 8,861 દર્દીઓ સાજા થઇ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 118 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
નવા મૃત્યુઆંકમાંથી 82.20% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. દેશભરમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુઆંક (50) નોંધાયો છે. તે પછીના ક્રમે પંજાબમાં દૈનિક ધોરણે 20 જ્યારે કેરળમાં વધુ 15 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં સોળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં આસામ, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ઓડિશા, ઝારખંડ, લક્ષદ્વીપ, સિક્કિમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/BT
(Release ID: 1704802)
Visitor Counter : 283
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam