સંસ્કૃતિ મંત્રાલય
પ્રધાનમંત્રીએ સાબરમતી આશ્રમ ખાતેથી આઝાદી કા અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું; દાંડી પદયાત્રાનો શુભારંભ કરાવ્યો
આઝાદી કા અમૃત મહોત્સવ જન મહોત્સવ બની રહેશે: શ્રી પ્રહલાદસિંહ પટેલ
Posted On:
12 MAR 2021 4:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમ ખાતેથી 'પદયાત્રા (સ્વતંત્રતાની કૂચ)'નો પ્રારંભ કરાવ્યો હતો અને 'આઝાદી કા અમૃત મહોત્સવ' (India@75)ની પૂર્વાવલોકન પ્રવૃત્તિઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તેમજ ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 15 ઑગસ્ટ 2022ના 75 અઠવાડિયા અગાઉ શરૂ કરવામાં આવેલા 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી 15 ઑગસ્ટ 2023 સુધી ચાલુ રાખવામાં આવશે. તેમણે આ પ્રસંગે સ્વતંત્રતાના સંગ્રામમાં પોતાનું જીવન સમર્પિત કરી દેનારા મહાત્મા ગાંધી અને અન્ય મહાન હસ્તીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ પુનરુચ્ચાર કર્યો હતો કે, આપણાં સપના અને ફરજોને પ્રેરણા તરીકે ધ્યાનમાં રાખીને પાંચ આધાર સ્તંભ એટલે કે, સ્વતંત્રતાનો સંગ્રામ, 75 પર વિચારો, 75 પર સિદ્ધિઓ, 75 પર કાર્યો અને 75 પર સંકલ્પો આગળ વધવા માટેના માર્ગદર્શક બળો છે.
પ્રધાનમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવનો મતલબ સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત થાય છે. મતલબ કે, તે સ્વતંત્રતાના સંગ્રામના આપણા યોદ્ધાઓની પ્રેરણાઓનું અમૃત છે; તે નવા વિચારો અને સંકલ્પોનું અમૃત છે અને આત્મનિર્ભરતાનું અમૃત છે.
વિગતવાર અખબારી યાદી માટે અહીં ક્લિક કરો:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1704323
વિગતવાર અખબારી યાદી માટે અહીં ક્લિક કરો:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1704336
આ પ્રસંગે સંબોધન આપતા, કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું કે, 91 વર્ષ પછી, આપણે સૌ ફરી એજ ભૂમિ પરથી દાંડી પદયાત્રાનો પ્રારંભ કરી રહ્યાં છીએ જ્યાંથી મહાત્મા ગાંધીએ શરૂઆત કરી હતી. પરંતુ હવેનું ભારત સંપૂર્ણપણે બદલાઇ ગયું છે. પ્રધાનમંત્રીના શબ્દો યાદ કરતા કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની સફર હવે આત્મનિર્ભરતા અને આત્મ સન્માન દ્વારા પરિભાષિત થશે. વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પર આપણી છબી હવે યોગદાન આપનાર તરીકેની છે. નવા અને આત્મનિર્ભર ભારતે દુનિયાને દવાઓ અને રસીઓ પૂરી પાડીછે. અમે શ્રમિકો અને શ્રમ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ જેથી, આપવી ભાવિ પેઢીઓ વધુ મજબૂત બની શકે. પ્રધાનમંત્રીએ પરિકલ્પના કરી હતી કે, જ્યારે દેશ પોતાના સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ (100મા વર્ષ)ની ઉજવણી કરતો હશે ત્યારે આપણી સિદ્ધિઓ અને સાંસ્કૃતિક કિર્તી દુનિયા સમક્ષ ઝળહળતા દૃશ્ટાંત સામન હોવી જોઇએ. શ્રી પ્રહલાદસિંહે એવું પણ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ એક જન મહોત્સવ બની રહેશે અને સામાન્ય લોકોની રૂચિ અનુસાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ખરેખર તો, લોકો દ્વારા જ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ઉપસ્થિતોને સંબોધન આપતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાતની ધરતી પરથી આપણી સ્વતંત્રતાની ઉજવણીઓ માટેના અમૃત મહોત્સવનો શુભારંભ કરાવવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આપણી સ્વતંત્રતાના સંગ્રામમાં દાંડી કૂચ ખૂબ જ મહત્વપૂર્ણ આધારચિહ્ન છે. આશાસ્પદ ભવિષ્ય માટે ભૂતકાળનો સમજવો ખૂબ જ જરૂરી છે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે આખી દુનિયાનું ધ્યાન ગુજરાત પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના બે દીકરા એટલે કે, ગાંધીજી અને સરદાર પટેલે આપણી સ્વતંત્રતાના સંગ્રામમાં ખૂબ જ મોખરાની ભૂમિકા નિભાવી હતી. અને હવે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્ત્વ હેઠળ, આપણું રાષ્ટ્ર એક વિશ્વગુરુ દેશ તરીકે પરિવર્તિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે India@75 વેબસાઇટની પ્રશંસા કરી હતી. તેમણે લુપ્ત થવાના આરે હોય તેવા કેટલાક કારીગર સમયુદાયો/ કળાઓના કૌશલ્ય અને કળાની જાળવણી માટે સાબરમતી આશ્રમ સંરક્ષણ અને સ્મારક ટ્રસ્ટની ભાગીદારીમાં સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા 'આત્મનિર્ભર ઇન્ક્યુબેટર' કાર્યક્રમની પણ પ્રશંસા કરી હતી.
'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી દ્વારા અનન્ય ચરખા અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે 'આઝાદી કા અમૃત મહોત્સવ' વિશે કે ટૂંકી ફિલ્મનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને દાંડી યાત્રા ગીત ગાવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે રંગબેરંગી અને પ્રેરણાદાયક સાંસ્કૃતિક પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હોવાથી સમગ્ર માહોલ અદભૂત બની ગયો હતો અને સમગ્ર દેશની સાંસ્કૃતિક અલગતા અને વિવિધતા તેમાં રજૂ કરવામાં આવી હતી. ખ્યાતનામ તમિલ કવિ સુબ્રમણ્ય ભારતીએ લખેલા દેશભક્તિ ગીતો માંડીને બંકીમચંદ્ર ચેટરજીએ લખેલા વંદે માતરમ્ સહિતના ગીતો તેમજ કાશ્મીરની સંસ્કૃતિની ઝલક આપતા સાંસ્કૃતિક પરફોર્મન્સ જેવી અન્ય રજૂઆતો પણ આ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ભારત સરકાર દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોની એક શ્રેણી છે. આ મહોત્સવને જન ભાગીદારીની ભાવના સાથે સમગ્ર દેશમાં એક જન-ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે.
SD/GP/JD
(Release ID: 1704400)
Visitor Counter : 388