સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સમગ્ર દેશમાં કોવિડ-19 વિરોધી રસીના 1.8 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા


છેલ્લા 24 કલાકમાં રસીના લગભગ 14 લાખ ડોઝ આપવામાં આવ્યા

મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં દૈનિક ધોરણે નવા કેસની સંખ્યામાં તીવ્ર ઉછાળો નોંધાઇ રહ્યો છે

18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી

Posted On: 05 MAR 2021 11:31AM by PIB Ahmedabad

દેશમાં આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, કોવિડ-19 વિરોધી રસીના કુલ 1.8 કરોડથી વધારે (1,80,05,503) ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં 68,53,083 HCWs (પ્રથમ ડોઝ), 31,41,371 HCWs (બીજો ડોઝ), 60,90,931 FLWs (પથમ ડોઝ) અને 67,297 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહબીમારી ધરાવતા હોય તેવા 2,35,901 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 16,16,920 લાભાર્થી સામેલ છે.

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

68,53,083

31,41,371

60,90,931

67,297

2,35,901

16,16,920

1,80,05,503

 

ગઇકાલે રસીકરણ કવાયતના 48મા દિવસે (4 માર્ચ 2021) સમગ્ર દેશમાં રસીના લગભગ 14 લાખ (13,88,170) ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં 16,081 સત્રોનું આયોજન કરીને 10,56,808ને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) તેમજ 3,31,362 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

તારીખ : 4 માર્ચ, 2021

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

62,143

2,68,267

2,86,653

63,095

92,109

6,15,903

10,56,808

3,31,362

 

બીજી તરફ, છ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા પોઝિટીવ કેસની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કુલ પોઝિટીવ કેસ (16,838)માંથી 88.44% નવા કેસ આ છ રાજ્યોમાં છે.

સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યાં છે જ્યાં વધુ 8,998 દર્દીઓ સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં કેરળમાં વધુ 2,616 જ્યારે પંજાબમાં વધુ 1,071 દર્દી પોઝિટીવ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00137A9.jpg

આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસની સંખ્યામાં વૃદ્ધિનું વલણ જોવા મળ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002SA63.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003RISO.jpg

 

ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા આજે 1.76 લાખ (1,76,319) નોંધાઇ છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા 1.58% છે.

નીચે આપેલો આલેખ છેલ્લા 24 કલાકમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યામાં થયેલા તફાવતનો ચિતાર આપે છે. કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

બીજી તરફ, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી અને ગુજરાતમાં સમાન સમયગાળા દરમિયાન સક્રિય કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0047X4K.jpg

 

નીચે આપેલો આલેખ છેલ્લા એક મહિનામાં રાજ્યોમાં સક્રિય કેસની સંખ્યામાં થયેલો ફેરફાર દર્શાવે છે. કેરળ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તમિલનાડુ એવા ટોચના 5 રાજ્યો છે જ્યાં સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે જ્યારે બીજી તરફ, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હી એવા ટોચના 5 રાજ્યો છે જ્યાં છેલ્લા એક મહિનામાં સક્રિય કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005V36K.jpg

20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 1000 કરતાં ઓછી છે.

અરુણાચલ પ્રદેશમાં સક્રિય કેસની સંખ્યા માત્ર 2 છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006UFGF.jpg

 

દેશમાં કુલ પોઝિટીવિટી દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પોઝિટીવિટી દર 5.08% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0079IGT.jpg

 

આઠ રાજ્યોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ (2.09%) કરતા વધારે નોંધાયો છે જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ સાપ્તાહિક પોઝિટીવિટી દર 10.38% નોંધાયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008Y66Q.jpg

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના કારણે વધુ 113 દર્દીનાં મૃત્યુ નીપજ્યાં છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 88.5% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સર્વાધિક મૃત્યુઆંક (60) નોંધાયો છે. પંજાબમાં દૈનિક ધોરણે વધુ 15 અને કેરળમાં વધુ 14 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009RK6N.jpg

અઢાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં આંદામાન અને નિકોબારના ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, ચંદીગઢ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પુડુચેરી, સિક્કિમ, ત્રિપુરા અને ઉત્તરાખંડ છે.

 

SD/GP/BT/JD


(Release ID: 1702646) Visitor Counter : 230