માનવ સંસાધન વિકાસ મંત્રાલય
ઇન્ડિયા ટોય ફેર 2021માં શૈક્ષણિક રમકડાં પ્રદર્શિત કરતી ત્રણ કેન્દ્રીય વિદ્યાલય
Posted On:
02 MAR 2021 1:14PM by PIB Ahmedabad
કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના વિદ્યાર્થીઓ ઈન્ડિયા ટોર ફેર-2021માં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. કે.વી.એસ. તરફથી આશરે કુલ 3.5 લાખ નોંધણીઓ થઈ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરી 2021ના રોજ ઈન્ડિયા ટોય ફેરનું ઉદઘાટન કર્યું હતું. ટોય ફેરના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણા દેશના રમકડા ઉદ્યોગમાં ઘણી શક્તિ છુપાયેલી છે. આ શક્તિ વધારવી અને તેની ઓળખ વધારવી એ આત્મનિર્ભાર ભારત અભિયાનનો મોટો ભાગ છે.
દેશભરમાંથી ત્રણ કેન્દ્રીય વિદ્યાલયોની મેળામાં પોતાના સ્ટોલ્સનું પ્રદર્શન કરવા માટે પસંદગી કરવામાં આવી છે. આ દિલ્હી ક્ષેત્રની કેવી જેએનયુ, કે.વી. નંબર 1 એએફએસ. ગુરુગ્રામ અને કે.વી. આઇ.આઈ.ટી કાનપુર તેમના અનોખા રમકડાં પ્રદર્શિત કરી રહ્યા છે.
કેવીના સ્ટોલ્સ હોલ નંબર 9માં પ્રદર્શિત છે, જ્યાં લર્નિંગ અને શૈક્ષણિક રમકડાં પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. કે.વી. જે.એન.યુ.ની સ્ટોલ નંબર-i347 પર મુલાકાત લઈ શકો છો, જ્યારે કે.વી. આઇઆઈટી કાનપુરે તેના રમકડા સ્ટોલ નંબર-i1550 પર પ્રદર્શિત કર્યા છે અને કે.વી. નંબર 1 એએફએસ. ગુરુગ્રામ સ્ટોલ નંબર i361 પર ઉપસ્થિત છે.
કે.વી. જેએનયુએ 25 રમકડા પ્રદર્શિત કર્યા છે, જેમાં પ્રાણીની કઠપૂતળીઓ જે વિવિધ વાર્તાઓનું વર્ણન કરે છે, ડાન્સિંગ એક્રોબેટ હાડપિંજર, ફેફસાંના બલૂન, નાક બગ વગેરે છે.
કે.વી.આઇઆઈટી કાનપુરે તેના સ્ટોલ પર 33 રમકડાં પ્રદર્શિત કર્યા છે, જેમાં બોર્ડ ગેમ્સ, ડિજિટલ ગેમ્સ, મિકેનિકલ ગેમ્સ અને સાયન્સ એક્ટિવિટી ગેમ્સનો સમાવેશ થાય છે, જેમાં રોલિંગ જોકર, પેપર પપેટ્સ, ડાયનેમિક ડોલ, નોલેજ એક્સપ્રેસ, વે મેકર, ટચિંગ સ્લેટ, કોવિડ રક્ષક, ટોય પેરાશુટ વગેરે સામેલ છે.
કેવી નંબર 1 એએફએસ ગુરુગ્રામે તેના સ્ટોલ પર 14 રમકડાંઓ પ્રદર્શિત કર્યા છે જેમાં એડિશન મશીન, વર્ડ હાઉસી, હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમ, જોડગાડી, નલતરંગ, પ્રોબિનો વગેરે સામેલ છે.
પહેલીવાર આ પ્રકારની પહેલ થઈ છે, જ્યાં બાળકોના પરંપરાગત અને આધુનિક રમકડાંને એક અનોખી દુનિયામાં લઇને દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો છે.
ઈન્ડિયા ટોય ફેર 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ, 2021 દરમિયાન યોજવામાં આવ્યો છે, જ્યાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળે, જેમાં પરંપરાગત રમકડા બનાવવાના હસ્તકલા નિદર્શન અને રમકડા સંગ્રહાલયો અને ફેક્ટરીઓની વર્ચુઅલ મુલાકાતનો સમાવેશ થાય છે.
SD/GP/JD
(Release ID: 1701916)
Visitor Counter : 284