સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે સક્રિય કેસોમાં સતત ઘટાડાની દિશામાં આગેકૂચ જળવાઇ રાખી
રાષ્ટ્રીય સાજા થવાનો દર હવે 97.32% છે જે દુનિયામાં સર્વાધિક પૈકી એક છેલ્લા 24 કલાકમાં 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકપણ નવા મૃત્યુ નોંધાયા નથી; 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક પણ નવો કેસ નોંધાયો નથી કોવિડ-19 વિરોધી રસી લેનારા લાભાર્થીઓની સંખ્યા 87 લાખથી વધારે
Posted On:
16 FEB 2021 12:11PM by PIB Ahmedabad
સક્રિય કેસોની સંખ્યામાં સતત ઘટાડાની દિશામાં ભારતે આગેકૂચ જાળવી રાખી છે. ભારતમાં આજે કુલ સક્રિય કેસોની સંખ્યા ઘટીને 1.36 લાખ (1,36,872) થઇ ગઇ છે.
ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી હવે માત્ર 1.25% સક્રિય કેસો રહ્યાં છે.
આજદિન સુધીમાં કુલ 1.06 કરોડથી વધારે (1,06,33,025) લોકો કોવિડમાંથી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં નવા 11,805 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે. ભારતમાં સાજા થવાનો દર પણ 97.32% થઇ ગયો છે જે દુનિયામાં સર્વાધિક રિકવરી દર પૈકી એક છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસોની સંખ્યાનો તફાવત સતત વધીને આજે 1,04,96,153 થઇ ગયો છે.
અન્ય એક સકારાત્મક બાબત એ છે કે, 31 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે નોંધાયો છે. દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલીમાં સાજા થવાનો દર 99.88% છે.
સત્તર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં લક્ષદ્વીપ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), મેઘાલય, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, હરિયાણા, આંદામાન અને નિકોબારના ટાપુઓ, રાજસ્થાન, નાગાલેન્ડ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી છે.
આ ઉપરાંત, છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ નવો પોઝિટીવ કેસ નોંધાયો નથી. આમાં સિક્કિમ, મેઘાલય, આંદામાન અને નિકોબારના ટાપુઓ, નાગાલેન્ડ, ત્રિપુરા, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી છે.
દેશમાં ચાલી રહેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત 16 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8:00 વાગ્યા સુધીમાં રસી લેનારા આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અગ્ર હરોળના કર્મચારીઓની કુલ સંખ્યા 87 લાખથી વધુ થઇ ગઇ છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરી 2021ના રોજથી સમગ્ર દેશ રસીકરણ કવાયતનો પ્રારંભ કરાવ્યો હતો.
આજે સવારે 8 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, આજદિન સુધીમાં કુલ 1,84,303 સત્રોનું આયોજન કરીને 87,20,822 લાભાર્થીને રસી આપવામાં આવી છે. રસીકરણના કુલ લાભાર્થીઓમાં 61,07,120 HCW (1લો ડોઝ), 1,60,291 HCW (2જો ડોઝ) અને 24,53,411 FLW (1લો ડોઝ) છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
રસી લેનારા લાભાર્થીઓ
|
1લો ડોઝ
|
2જો ડોઝ
|
કુલ ડોઝ
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
3,847
|
182
|
4,029
|
2
|
આંધ્રપ્રદેશ
|
3,61,814
|
14,630
|
3,76,444
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
16,613
|
1,574
|
18,187
|
4
|
આસામ
|
1,28,613
|
3,862
|
1,32,475
|
5
|
બિહાર
|
4,95,717
|
13,309
|
5,09,026
|
6
|
ચંદીગઢ
|
9,212
|
144
|
9,356
|
7
|
છત્તીસગઢ
|
2,82,031
|
5,193
|
2,87,224
|
8
|
દાદરા અને નગર હવેલી
|
3,061
|
45
|
3,106
|
9
|
દમણ અને દીવ
|
1,258
|
30
|
1,288
|
10
|
દિલ્હી
|
2,02,125
|
4,047
|
2,06,172
|
11
|
ગોવા
|
13,166
|
517
|
13,683
|
12
|
ગુજરાત
|
6,90,074
|
9,278
|
6,99,352
|
13
|
હરિયાણા
|
2,01,007
|
3,977
|
2,04,984
|
14
|
હિમાચલ પ્રદેશ
|
82,400
|
1,894
|
84,294
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
1,45,600
|
1,849
|
1,47,449
|
16
|
ઝારખંડ
|
2,17,610
|
4,137
|
2,21,747
|
17
|
કર્ણાટક
|
5,00,491
|
11,985
|
5,12,476
|
18
|
કેરળ
|
3,67,367
|
3,570
|
3,70,937
|
19
|
લદાખ
|
2,904
|
77
|
2,981
|
20
|
લક્ષદ્વીપ
|
1,776
|
0
|
1,776
|
21
|
મધ્યપ્રદેશ
|
5,75,728
|
0
|
5,75,728
|
22
|
મહારાષ્ટ્ર
|
7,08,276
|
4,857
|
7,13,133
|
23
|
મણીપુર
|
25,452
|
319
|
25,771
|
24
|
મેઘાલય
|
16,053
|
170
|
16,223
|
25
|
મિઝોરમ
|
12,330
|
227
|
12,557
|
26
|
નાગાલેન્ડ
|
11,601
|
341
|
11,942
|
27
|
ઓડિશા
|
4,16,756
|
10,034
|
4,26,790
|
28
|
પુડુચેરી
|
6,320
|
193
|
6,513
|
29
|
પંજાબ
|
1,06,797
|
1,057
|
1,07,854
|
30
|
રાજસ્થાન
|
6,18,919
|
8,791
|
6,27,710
|
31
|
સિક્કિમ
|
8,543
|
0
|
8,543
|
32
|
તમિલનાડુ
|
2,64,283
|
4,936
|
2,69,219
|
33
|
તેલંગાણા
|
2,79,237
|
14,205
|
2,93,442
|
34
|
ત્રિપુરા
|
73,814
|
1,491
|
75,305
|
35
|
ઉત્તરપ્રદેશ
|
9,16,568
|
18,394
|
9,34,962
|
36
|
ઉત્તરાખંડ
|
1,15,281
|
1,421
|
1,16,702
|
37
|
પશ્ચિમ બંગાળ
|
5,45,299
|
9,821
|
5,55,120
|
38
|
અન્ય
|
1,32,588
|
3,734
|
1,36,322
|
|
કુલ
|
85,60,531
|
1,60,291
|
87,20,822
|
રસીકરણ કવાયતના 31મા દિવસે (15 ફેબ્રુઆરી 2021) કુલ 4,35,527 લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી. આમાં 10,574 સત્રોનું આયોજન કરીને 2,99,797 લાભાર્થીને પ્રથમ ડોઝની રસી આપવામાં આવી હતી જ્યારે 1,35,730 HCWને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 9,121 દર્દીઓ સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.
નવા નોંધાયેલા 80.54% કેસ 5 રાજ્યોમાંથી છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 3,365 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે કેરળમાં વધુ 2,884 અને તમિલનાડુમાં નવા 455 દર્દી સંક્રમિત થયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 84 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 70.37% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી હતા.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુઆંક (23) નોંધાયો છે. તે પછીના ક્રમે, કેરળમાં દૈનિક ધોરણે 13 અને પંજાબમાં 10 નવા મૃત્યુ નોંધાયા છે.
SD/GP/JD
****
(Release ID: 1698380)
|