વહાણવટા મંત્રાલય

બીજી મેરિટાઇમ ઇન્ડિયા સમિટ – 2021માં 24 દેશો સહભાગી થશેઃ સમિટ બીજી માર્ચથી શરૂ થશે


પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ સમિટનું ઉદ્ઘાટન કરશે

Posted On: 11 FEB 2021 5:24PM by PIB Ahmedabad

મેરિટાઇમ ઇન્ડિયા સમિટ (MIS) 2021ની બીજી એડિશન વર્ચ્યુઅલ ફોર્મેટમાં 2થી 4 માર્ચ સુધી યોજાશે, જેમાં આશરે 20,000 પ્રતિનિધિઓ સહભાગી થશે, 24 પાર્ટનર દેશો જોડાશે અને 400થી વધારે પ્રોજેક્ટ પ્રસ્તુત થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 માર્ચના રોજ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ – 2021નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમનું આયોજન બંદર, જહાજ અને જળમાર્ગ (એમઓપીએસડબલ્યુ) મંત્રાલય કરશે, જેમાં ઔદ્યોગિક પાર્ટનર ફિક્કી અને નોલેજ પાર્ટનર ઇવાય છે.

નેશનલ મીડિયા સેન્ટરમાં આ સમિટના આયોજન વિશે માહિતી આપતા કેન્દ્રીય જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, મેરિટાઇમ ઇન્ડિયા સમિટ (MIS) આંતરરાષ્ટ્રીય જોડાણ માટે શક્તિશાળી મંચ પ્રદાન કરશે તથા જાણકારી અને તકોના પારસ્પરિક આદાનપ્રદાન માટે પાર્ટનર દેશોને એકમંચ પર લાવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ORGS.jpg

શ્રી મનસુખ માંડવિયા અને વરિષ્ઠ અધિકારીઓએ એક પત્રકાર પરિષદ દરમિયાન MIS-2021 માટે એક બ્રોશર અને વેબસાઇટ www.maritimeindiasummit.in લોંચ કરી હતી. હાલ ચાલુ કોવિડ-19 રોગચાળાની સ્થિતિને કારણે સંપૂર્ણ સમિટ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ www.maritimeindiasummit.in પર યોજાશે. મુલાકાતીઓ અને પ્રદર્શકો માટે નોંધણીની પ્રક્રિયા આ લોંચ સાથે આજથી શરૂ થઈ જશે.

બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ડો. સંજીવ રંજને બજેટ 2021-22માં દેશના વિવિધ બંદર, જહાજ અને દરિયાઈ ક્ષેત્ર સાથે સંબંધિત જાહેરાતો વિશે ટૂંકમાં જાણકારી આપી હતી તથા બજેટની પહેલોને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટેની અભૂતપૂર્વ પહેલો ગણાવી હતી. ડો. રંજને ઉમેર્યું હતું કે, મુખ્ય બંદર સત્તામંડળ બિલ, 2020 પસાર થવાની સાથે સંપૂર્ણપણે નવી અને વિવિધ તકો ઊભી થશે.

MIS 2021 વિશિષ્ટ મંચ પ્રદાન કરશે, જેમાં દુનિયાભરના વિવિધ દેશોમાંથી જહાજ અને પરિવહન મંત્રીઓ/મહાનુભાવો ફિઝિકલ અને વર્ચ્યુઅલ હાજરી આપશે. આ સમિટમાં ડેડિકેટેડ સેશન્સ દ્વારા ભારતના દરિયાઈ રાજ્યોના પ્રતિનિધિઓ પણ સામેલ છે. આ સમિટમાં એક્સક્લૂઝિવ સીઇઓ ફોરમ અને વિવિધ થીમેટિક/બ્રેકઆઉટ સેશનો પણ સામેલ હશે.

વધારે માહિતી મેળવવા માટે MIS-20021ની વેબસાઇટ જુઓ : www.maritimeindiasummit.in

 

SD/GP/BT

 



(Release ID: 1697145) Visitor Counter : 237