ચૂંટણી આયોગ

ગુજરાતમાંથી રાજ્ય પરિષદની પેટા ચૂંટણી

Posted On: 04 FEB 2021 2:19PM by PIB Ahmedabad

ગુજરાતમાંથી રાજ્ય પરિષદમાં બે ખાલી જગ્યાઓ છે જે અનિયત છે. ખાલી જગ્યાઓની વિગતો નીચે મુજબ છે:-

ક્રમાંક

સભ્યનું નામ

કારણ

ખાલી જગ્યાની તારીખ

સુધી મુદત

1.

શ્રી પટેલ અહેમદ મોહમ્મદ

મૃત્યુ

25.11.2020

18.08.2023

2.

શ્રી અભય ગણપતરાય ભારદ્વાજ

મૃત્યુ

01.12.2020

21.06.2026

 

2.  આયોગ દ્વારા નીચે મુજબની સમાન અનુસૂચિ મુજબ ઉપરોક્ત ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાતમાંથી રાજ્ય પરિષદની બે અલગ અલગ પેટા-ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કર્યો છે: -

ક્રમાંક

કાર્યક્રમ

તારીખ

1.

સૂચનાઓ પ્રકાશિત કરવાની તારીખ

11 February, 2021 (ગુરુવાર)

2.

નામાંકન ભરવાની છેલ્લી તારીખ

18 ફેબ્રુઆરી, 2021 (ગુરુવાર)

3.

      નામાંકનની ચકાસણી

19 ફેબ્રુઆરી, 2021 (શુક્રવાર)

4.

ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ

22 ફેબ્રુઆરી, 2021 (સોમવાર)

5.

મતદાનની તારીખ

01 માર્ચ, 2021 (સોમવાર)

6.

મતદાનના કલાકો

સવારના 09:00 થી બપોર 04:00

7.

મતોની ગણતરી

01 માર્ચ, 2021 (સોમવાર) સાંજે 05:00 કલાકે

8.

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ

03 માર્ચ, 2021 (બુધવાર)

 

3. સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મુખ્ય માર્ગદર્શિકાઓનું પાલન તમામ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવશે:-

I. ચૂંટણી સંબંધિત દરેક પ્રવૃત્તિ દરમિયાન દરેક વ્યક્તિ ફેસ માસ્ક પહેરશે

II. ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાતા હોલ / ઓરડા / જગ્યાના પ્રવેશ પર:

  1. તમામ વ્યક્તિઓનું થર્મલ સ્કેનીંગ હાથ ધરવામાં આવશે
  2. સેનિટાઇઝર બધા સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવશે

III. રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલયના પ્રવર્તમાન કોવિડ-19 દિશાનિર્દેશો અનુસાર સામાજિક અંતર જાળવવામાં આવશે.

4. ગુજરાતમાં મુખ્ય સચિવને રાજ્યના વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવા સૂચના અપાઈ છે કે જેથી સુનિશ્ચિત થાય કે આ પેટા ચૂંટણી યોજવાની વ્યવસ્થા કરવામાં આવે ત્યારે કોવિડ-19 કન્ટેઇનમેન્ટ પગલાં અંગેની હાલની સૂચનાઓનું પાલન કરવામાં આવે છે.

5. આ ઉપરાંત પંચે ગુજરાતમાં મુખ્ય ચૂંટણી અધિકારીને આ ચૂંટણીઓ માટે નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે.

 

SD/GP/BT


(Release ID: 1695129) Visitor Counter : 246