નાણા મંત્રાલય
કેન્દ્રીય નાણાં મંત્રીએ કહ્યું, GST સરળ કરવા માટે શક્ય હોય તેવા તમામ પગલાં લેવામાં આવશે
કસ્ટમ ડ્યૂટીનું માળખું ચકાસીને જરૂરી ફેરફાર કરવામાં આવશે, 400થી વધારે જુની મુક્તિઓની સમીક્ષા કરવામાં આવશે
કેટલાક મોબાઇલ પાર્ટ્સ, ઓટો પાર્ટ્સ અને કપાસ પર કસ્ટમ ડ્યૂટી વધારવાનો પ્રસ્તાવ
સોલાર સેલ/ પેનલો માટે તબક્કાવાર વિનિર્માણ આયોજનની અધિસૂચના આપવામાં આવશે
કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો લાવવા માટે કેન્દ્ર અંદાજપત્રમાં AIDC ઉપકરણનો પસ્તાવ મૂકવામાં આવ્યો
MSMEના લાભ માટે કરવેરા ચાર્જનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો
Posted On:
01 FEB 2021 1:36PM by PIB Ahmedabad
કસ્ટમ ડ્યૂટીના માળખાને વધુ વ્યવહારુ બનાવવાના ઉદ્દેશ સાથે અને અનુપાલન વધુ સરળ બને તેમજ સ્થાનિક વિનિર્માણને વધુ વેગ આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્રીય અંદાજપત્ર 2021-22માં કેટલાક અપ્રત્યક્ષ કરવેરાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સિતારમણે આજે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2021-22 રજૂ કર્યુ હતું.
GSTનું વધુ સરળીકરણ
શ્રીમતી સિતારમણે પોતાના અંદાજપત્રના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનામાં GSTનું વિક્રમી એકત્રીકરણ થયું છે. તેમણે ઉમેર્યુ હતું કે, GSTમાં હજુ પણ વધારે સરળીકરણ કરવા માટે વધુ કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. GSTN સિસ્ટમની ક્ષમતાની જાહેરાત કરવામાં આવી છે. કરચોરો અને ખોટા બિલ બનાવનારાઓને ઓળખી કાઢવા માટે ઊંડા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અમલ કરવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ વિશેષ કવાયતોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાણાં મંત્રીએ ગૃહને ખાતરી આપી હતી કે, GSTનું વધુ સરળીકરણ કરવા માટે અને વ્યસ્ત ડ્યૂટી માળખા જેવી અસંગતતાઓને દૂર કરવા માટે શક્ય હોય તેવા તમામ પગલાં લેવામાં આવશે.
કસ્ટમ ડ્યૂટી સૂયોજન
કસ્ટમ ડ્યૂટી નીતિ મુદ્દે, નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, સ્થાનિક વિનિર્માણને પ્રોત્સાહન આપવાનો અને ભારતને વૈશ્વિક પૂરવઠા શ્રૃંખલામાં અને બહેતર નિકાસમાં મદદ કરવાનો બેવડો ઉદ્દેશ છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે કાચા માલની સરળ પહોંચ અને મૂલ્ય વર્ધિત ઉત્પાદનોની નિકાસ પર વેગ આપવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે, તેમણે આ વર્ષ કસ્ટમ ડ્યૂટીમાં 400 જુની મુક્તિની સમીક્ષા કરવાની દરખાસ્ત મૂકી છે. તેમણે જાહેરાત કરી હતી કે, સઘન પરામર્શ યોજવામાં આવશે અને 1 ઓક્ટોબર, 2021ના રોજથી, કોઇપણ વિકૃતિઓ વગરનું સુધારેલુ કસ્ટમ ડ્યૂટી માળખું અમલમાં મૂકવામાં આવશે. તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે, કોઇપણ નવી કસ્ટમ ડ્યૂટી મુક્તિઓ અમલમાં મૂકવામાં આવે તેની માન્યતા તેને બહાર પાડવાં આવે તે પછીના બે વર્ષે આવતી 31 માર્ચ સુધીની રહેશે.
ઇલેક્ટ્રોનિક અને મોબાઇલ ફોન ઉદ્યોગ
નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, ચાર્જરના પાર્ટ્સ અને મોબાઇલના પેટા-પાર્ટ્સમાં કેટલીક મુક્તિઓ પાછી ખેંચવામાં આવશે. વધુમાં, મોબાઇલના કેટલાક પાર્ટ્સને ‘નીલ’ માંથી ખસેડીને 2.5 ટકાના સામાન્ય દરના વર્ગમાં લઇ જવામાં આવશે. તેમણે જાહેરાત કરી હતી કે, બિન-લોહ, લોહ અને સ્ટેઇનલેસ સ્ટીલના સેમી, ફ્લેટ અને લાંબા ઉત્પાદનો પર 7.5 ટકાની એકસમાન કસ્ટમ ડ્યૂટી લાગુ કરવામાં આવશે. મંત્રીશ્રીએ 31 માર્ચ, 2022 સુધીના સમયગાળા માટે સ્ટીલના ભંગાર પરથી ડ્યૂટી મુક્તિનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. શ્રીમતી સિતારમણે કેટલાક સ્ટીલના ઉત્પાદનો પરથી ADD અને CVD પાછી ખેંચવાની પણ જાહેરાત કરી હતી. તેમણે તાંબાના ભંગાર પર ડ્યૂટી 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવાની પણ જાહેરાત કરી હતી.
કાપડ/ રસાયણો/ સોનુ અને ચાંદી
માનવસર્જિત કાપડ માટે કાચામાલના ઇનપુટ્સ પરની ડ્યૂટીને વધુ તર્કસંગત કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરીને નાણાં મંત્રીએ નાઇલોન ચેઇનને પોલિસ્ટર અને અન્ય માનવસર્જિત રેસાઓની હરોળમાં લાવવાની જાહેરાત કરી હતી. કેપ્રોલેક્ટમ, નાઇલોન ચિપ્સ અને નાઇલોન રેસાઓ તેમજ યાર્ન પર 5 ટકાના એક સમાન BCD દર કપાતની પણ તેમણે જાહેરાત કરી હતી, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આનાથી કાપડ ઉદ્યોગ, MSME અને નિકાસને ઘણી મદદ મળી રહેશે. તેમણે જાહેરાત કરી હતી કે, સ્થાનિક મૂલ્ય વર્ધનને પ્રોત્સાહન આપવા માટે અને કોઇપણ પ્રકારની વ્યસ્ત સ્થિતિઓ ટાળવા માટે રસાયણ પર કસ્ટમ ડ્યૂટીના દરમાં સુધારો કરવામાં આવશે. મંત્રીશ્રીએ સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટીમાં તર્કસંગતતા લાવવાની પણ જાહેરાત કરી હતી.
અક્ષય ઉર્જા
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, સોલર સેલ અને સોલર પેનલના તબક્કાવાર વિનિર્માણ પ્લાન અંગે અધિસૂચના આપવામાં આવશે જેથી સ્થાનિક ક્ષમતાનું નિર્માણ થઇ શકે. તેમણે, સોલર ઇન્વર્ટર પર ડ્યૂટી 5 ટકાથી વધારીને 20 ટકા કરવાની અને સોલર લાનટેર્ન પર ડ્યૂટી 5 ટકાથી વધારીને 15 ટકા કરવાની પણ જાહેરાત કરી હતી.
મૂડી ઉપકરણ
નાણાં મંત્રીએ પોતાના અંદાજપત્રના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારે મૂડી ઉપકરણના સ્થાનિક સ્તરે વિનિર્માણની અત્યંત સંભાવાનાઓ રહેલી છે. તેમણે કહ્યું હતું કે, આ સંબંધે દરના માળખામાં વ્યાપકપણે સમીક્ષા કરવામાં આવશે. તેમણે ટનલ શારકામના મશીન પરથી મુક્તિ પાછી ખેંચવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. તેનાથી 7.5% કસ્ટમ ડ્યૂટી આવશે; અને તેના પાર્ટ્સ પર 2.5%ની ડ્યૂટી આવશે જ્યારે ચોક્કસ ઓટોપાર્ટ્સ પર ડ્યૂટી વધારીને 15% કરવામાં આવશે જેથી તેમને ઓટો પાર્ટ્સના સામાન્ય દરોની સમકક્ષ લાવી શકાય.
MSME ઉત્પાદનો
અંદાજપત્રમાં MSMEને લાભો આપવા માટે કેટલાક ચોક્કસ ફેરફારોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેમાં, સ્ટીલના સ્ક્રૂ, પ્લાસ્ટિક બિલ્ડર વાયરો અને પ્રોન ફીડ પર ડ્યૂટી વધારીને 15% કરવાની દરખાસ્ત સામેલ છે. તેમાં, કપડાં, ચામડું અને હસ્તકળાની વસ્તુઓના નિકાસકારોને પ્રોત્સાહન આપવા માટે ડ્યૂટી મુક્ત વસ્તુઓની આયાત પર મુક્તિને તર્કસંગત ઠેરવવાની પણ જોગવાઈ છે. તેમાં, ચોક્કસ પ્રકારના ચામડાંની આયાત પરની છૂટ પાછી ખેંચવાની અને તૈયાર કરાયેલા કૃત્રિમ રત્નો પર કસ્ટમ ડ્યૂટી વધારવાની પણ જોગવાઈ રાખવામાં આવી છે.
કૃષિ ઉત્પાદનો
ખેડૂતોને લાભ આપવાના આશય સાથે, નાણાં મંત્રીએ કપાસ પર ડ્યૂટી વધારીને 10% કરવાની અને કાચા રેશમ તેમજ રેશમના રેસા પર ડ્યૂટી વધારીને 15% કરવાની જાહેરાત કરી હતી. તેમણે ડિનેચર્ડ (નામંજૂર) કરેલા ઇથાઇલ આલ્કોહોલ પર છેવટના વપરાશ આધારિત મુક્તિ પાછી ખેંચવાની પણ જાહેરાત કરી હતી.
કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ ઉપકર
મંત્રીશ્રીએ નાની સંખ્યામાં ચીજવસ્તુઓ પર કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ ઉપકર (AIDC)નો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આ ઉપકરનો અમલ કરતી વખતે, અમે ગ્રાહકો પર મોટાભાગની વસ્તુઓ પર વધારાનું ભારણ ના મૂકાય તેનું ધ્યાન રાખ્યું છે.” કસ્ટમ તરફથીં, AIDC હેઠળ આવરી લેવામાં આવેલી ચીજોમાં સોનુ, ચાંદી, આલ્કોહોલયુક્ત પીણાં, ક્રૂડ પામ તેલ અને સૂર્યમુખીનું તેલ, સફરજન, કોલસો, લિગ્નાઇટ અને પીટ નિર્દિશ્ટ ખાતરો, વટાણા, કાબુલી ચણા, બંગાળી ચણા, મસૂર, કપાસ આ બધામાં ગ્રાહકો પર કોઇ વધારાનો બોજો પડશે નહીં.
આબકારી તરફથી, પેટ્રોલ પર લીટર દીઠ રૂ. 2.5 અને ડીઝલ પર લીટર દીઠ રૂ. 4 AIDC લાગુ કરવામાં આવ્યો છે. જોકે, પેટ્રોલ અને ડીઝલ પર લાગુ કરવામાં આવેલા મૂળભૂત આબકારી જકાત (BED) અને વિશેષ વધારાની આબકારી જકાત (SAED) દરોને આ અંદાજપત્રમાં ઘટાડવામાં આવ્યા છે જેથી ગ્રાહકોને કોઇ વધારનું ભારણ સહન નહીં કરવું પડે. અનબ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ પર લીટર દીઠ અનુક્રમે રૂ. 1.4 અને રૂ. 1.8નો BED જ્યારે લીટર દીઠ અનુક્રમે રૂ. 11 અને રૂ. 8 SAED લાગુ થશે.
કાર્યવાહીઓના સૂયોજન અને અનુપાલનમાં સરળતાના સંદર્ભમાં નાણાં મંત્રીએ ADD અને CVD વસૂલાત સંબંધિત કેટલીક જોગવાઇઓમાં ચોક્કસ ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કસ્ટમ્સ તપાસ પૂરી કરવા માટે, નિશ્ચિત સમયમર્યાદાઓ સૂચવવામાં આવી રહી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, 2020માં અમલમાં મૂકવામાં આવેલી તાત્કાલિક કસ્ટમ પહેલથી FTAના દુરૂપયોગને અંકુશમાં લેવામાં મદદ મળી છે.
SD/GP/BT
(Release ID: 1693953)
Visitor Counter : 316