નાણા મંત્રાલય

ગયા વર્ષની સરખામણીએ વર્ષ 2020 - 21મા જીડીપીની ટકાવારીના રૂપમાં કેન્દ્ર અને રાજ્યો દ્વારા સંયુક્ત સામાજિક ક્ષેત્ર ખર્ચમાં વધારો થયો


મહામારી દરમિયાન નબળા વર્ગોની આર્થિક અને સામાજિક સુરક્ષાની ખાતરી કરવા માટે સરકાર દ્વારા અનેક પગલાંઓની જાહેરાત કરવામાં આવી

Posted On: 29 JAN 2021 3:40PM by PIB Ahmedabad

આર્થિક સર્વેક્ષણ 2020-21 જણાવે છે કે ગયા વર્ષની સરખામણીએ વર્ષ 2020-21મા0 ટકાવારીના રૂપમાં (કેન્દ્ર અને રાજ્યનો) સામાજિક ક્ષેત્રના ખર્ચમાં વધારો થયો છે. કેન્દ્ર સરકાર અને રાજ્યોનો સામાજિક સેવાઓ ઉપરનો ખર્ચ (શિક્ષણ, આરોગ્ય અને અન્ય સામાજિક ક્ષેત્રો) જીડીપીના એક ભાગ તરીકે સંયુક્ત રીતે વર્ષ 2019-20 (સંશોધિત અનુમાન)માં 7.5% થી વધીને 2020-21 (મૂલ્યાંકન પહેલા) 8.8 % થઈ ગયો છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી સુશ્રી નિર્મલા સિતારમણે આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2020-21 રજૂ કર્યું હતું.

સરકારે કોવિડ-19 ના કારણે ઉત્પન્ન થયેલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અનેક પગલાંઓ ભર્યા છે. સરકારે માર્ચ 2020મા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) અંતર્ગત 1.70 લાખ કરોડ રૂપિયાનું સૌપ્રથમ રાહત પેકેજ અને મે 2020મા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 20 લાખ કરોડ રૂપિયાનું વ્યાપક પ્રોત્સાહન કમ રાહત પેકેજ જાહેર કર્યું હતું. છેલ્લા વર્ષો દરમિયાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિકાસ અને કલ્યાણકારી યોજનાઓની સાથે સાથે આ રાહતના પગલાઓ વડે દેશને કોવિડ-19 મહામારીની અસરને હળવી કરવામાં મદદ મળી છે અને તે સતત પ્રગતિશીલ (V-shaped) આર્થિક રિકવરીની દિશામાં આગળ વધી શક્યો છે.

સર્વેક્ષણ અનુસાર કુલ 189 દેશોમાંથી ભારતનો એચડીઆઈમાં ક્રમાંક 2018મા 129ની સરખામણીએ 2019મા 131 નોંધાયો છે. એચડીઆઈ માનાંકોના પેટા ઘટક અનુસારના પ્રદર્શન મુજબ જોવામાં આવે તો ભારતની “માથા દીઠ કુલ રાષ્ટ્રીય આવક (2017 પીપીપી $) 2018મા 6427 અમેરિકી ડોલરથી વધીને 2019મા 6681 અમેરિકી ડોલર જેટલી થઈ ગઈ છે અને “જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય” અનુક્રમે 69.4 થી વધીને 69.7 વર્ષ જેટલું વધ્યું છે.

કોવિડ-19 મહામારી દરમિયાન ઓનલાઈન શિક્ષણમાં મોટા પાયે શરૂઆત થઈ. ઓનલાઈન શિક્ષણ અને રિમોટ વર્કિંગના કારણે ડેટા નેટવર્ક સુધીની પહોંચ અને , ઇલેક્ટ્રોનિક સાધનો જેવા કે કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ ફોન્સ વગેરેના મહત્વમાં ઉમેરો થયો છે. આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે સમાજના દરેક તબક્કાને ઓનલાઈન ડિજિટલ શિક્ષણના માધ્યમ હેઠળ લાવવા માટે રચનાત્મક પગલાઓ ભરવામાં આવ્યા હતા.

સર્વેક્ષણ જોવા મળ્યું છે કે વર્ષ 2018-19ને રોજગારી નિર્માણ માટે એક સારા વર્ષ તરીકે જોવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન આશરે 1.64 કરોડ વધારાની રોજગારીનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામીણ ક્ષેત્રમાં આશરે 1.22 કરોડ અને શહેરી ક્ષેત્રમાં 0.42 કરોડ રોજગારનો સમાવેશ થાય છે. મહિલા એલએફપીઆર 2017-18 માં 17.6 ટકાની સરખામણીએ 2018-19મા 18.6 જેટલો વૃદ્ધિ પામ્યો છે.

સર્વેક્ષણ જણાવે છે કે, સરકારે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના અંતર્ગત રોજગારીને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહકો આપ્યા છે. બદલાતા શ્રમ બજારોના પ્રવાહો સાથે આ કાયદાઓને તાલ બદ્ધ કરવા માટે વર્તમાન કેન્દ્રીય શ્રમ કાયદાઓને ચાર શ્રમ સંહિતામાં તર્કબદ્ધ અને વધુ સરળ બનાવવામાં આવ્યા છે, જેમ કે I) વેતન પર કોડ, 2019, ii) ઔદ્યોગિક સંબંધો કોડ, 2020, iii) વ્યાવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્યની સ્થિતિ કોડ, 2020 અને iv) સામાજિક સુરક્ષા ઉપરનો કોડ, 2020.

20 ડિસેમ્બર, 2020ના રોજ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)નો નેટ પે રોલ ડેટા દર્શાવે છે કે ઇપીએફઓમાં નવા સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં 2018-19 માં 61.1 લાખની સરખામણીએ 2019-20મા 78.58 લાખ જેટલો કુલ વધારો થયો છે. શહેરી ક્ષેત્રોને આવરી લેતા ત્રિ-માસિક પીએલએફએસમાં 2019ની ચોથા ત્રિ-માસની સરખામણીએ વર્ષ 2020ના ચોથા ત્રિ-માસમાં રોજગારની સ્થિતિમાં સુધારો થયો છે.

સમીક્ષામાં દર્શાવવામાં આવ્યું છે કે સમય વપરાશ સર્વે 2019 દર્શાવે છે કે મહિલાઓ પોતાના પુરુષ સમકક્ષોની સરખામણીએ પોતાના પરિવારના સભ્યો માટે વેતન વિનાના ઘરેલુ અને કાળજી આપનારી સેવાઓ ઉપર વધુ સમય વિતાવે છે. તે ભારતમાં મહિલાઓના એકંદરે ઓછા એલએફપીઆર સ્તર માટેનું કારણ દર્શાવે છે. સર્વેમાં સલાહ આપવામાં આવી છે કે કાર્યના સ્થળ ઉપર ભેદભાવ વગરની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે જેમ કે વેતન અને કરિયરમાં પ્રગતિ, કામના પ્રોત્સાહકોમાં સુધારો જેમાં મહિલા કર્મચારીઓ માટે અન્ય મેડિકલ અને સામાજિક સુરક્ષા લાભોનો સમાવેશ થાય છે.

આરોગ્ય ક્ષેત્રમાં, નવજાત શિશુ મૃત્યુ દરની સાથે એનએફએચએસ-5ના પરિણામોમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર અને આરોગ્ય કાળજી ડિલિવરીમાં ચોકસાઇને મજબૂત કરવાની ઈચ્છા શક્તિ પ્રતિબિંબિત થતી જોવા મળે છે. એનએફએચએસ – 4 ની સરખામણીએ એનએફએચએસ – 5મા મોટાભાગના પસંદ કરાયેલ રાજ્યોમાં નવજાત શિશુ મૃત્યુદર અને પાંચ વર્ષથી ઓછી વયના બાળકોના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના શરૂ થવાના કારણે આ ઘટાડો જોવા મળ્યો હતો.

સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે કે કોવિડ-19 ના કારણે આરોગ્ય ક્ષેત્રની અંદર મહામારી સામેની લડાઈમાં વિશેષ જરૂરિયાતો માટે ફાળવણીની વર્ષા થઈ છે. લોકડાઉનના શરૂઆતના પગલાં જેવા કે સામાજિક અંતર જાળવવું, પ્રવાસ માટેની માર્ગદર્શિકાઓ, હાથ ધોવાની પ્રવૃત્તિ, માસ્ક પહેરવા વગેરેને કારણે રોગને ફેલાતો અટકાવી શકાયો છે. દેશે જરૂરી દવાઓ, હેન્ડ સેનિટાઇઝર્સ, સુરક્ષાત્મક સાધનો જેવા કે માસ્ક, પીપીઈ કીટ્સ, વેન્ટીલેટર્સ, કોવિડ-19 ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ સુવિધાઓમાં આત્મનિર્ભરતા હાંસલ કરી છે. બે સ્વદેશમાં જ ઉત્પાદન થયેલ રસીઓના માધ્યમથી વિશ્વનો સૌથી મોટો કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરી, 2021ના રોજ દેશમાં પ્રારંભ થયો છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે માર્ચ 2020મા જાહેર કરવામાં આવેલ પીએમજીકેવાય યોજના અંતર્ગત બે હપ્તામાં 1000 રૂપિયાની રોકડ રકમનું હસ્તાંતરણ કરવામાં આવ્યું અને રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ (NSAP) અંતર્ગત વર્તમાન વૃદ્ધ વયના લોકો, વિધવાઓ અને દિવ્યાંગ લાભાર્થીઓને પાંચસો-પાંચસો રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. NSAP ના 2.82 કરોડ લાભાર્થીઓની માટે 2814.50 કરોડ રૂપિયાની રકમ જાહેર કરવામાં આવી છે. પીએમ જન ધન યોજનામાં મહિલા લાભાર્થીઓના બેન્ક ખાતાઓમાં ત્રણ મહિનાઓ માટે પાંચસો-પાંચસો રૂપિયાની રકમ ડિજિટલ માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવી છે કે જે કુલ આશરે 20.64 કરોડ રૂપિયાની રકમ હતી. ત્રણ મહિનાઓ માટે આશરે 8 કરોડ પરિવારોને મફત ગેસના સિલિન્ડરોની ફાળવણીની પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી. 63 લાખ મહિલા સ્વ સહાય જૂથો માટે ગિરવી મૂક્યા વિના આપવામાં આવતા ધિરાણની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા સુધીની કરી દેવામાં આવી છે કે જે 6.85 કરોડ પરિવારોને સહાયતા કરશે.

સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2020-21 દરમિયાન 21 જાન્યુઆરી 2021 સુધીમાં કુલ 311.92 કરોડ વ્યક્તિ દિવસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને કુલ 65.09 લાખ વ્યક્તિગત લાભાર્થી કાર્યો અને 3.28 લાખ જળ સંરક્ષણને લગતા કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. મહાત્મા ગાંધી નરેગા અંતર્ગત પગાર ભથ્થા 1 એપ્રિલ 2020થી લાગુ થયેલ અસરથી 20 રૂપિયાથી વધીને 182 રૂપિયા અને તેનાથી વધીને હવે 202 રૂપિયા કરવામાં આવ્યા છે કે જે શ્રમિકોને વાર્ષિક વધારાની 2000 રૂપિયાની રકમ પૂરી પાડશે.   

*****

SD/GP



(Release ID: 1693358) Visitor Counter : 516