કૃષિ મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની વર્ષાંત સમીક્ષા 2020
Posted On:
02 JAN 2021 1:19PM by PIB Ahmedabad
નેવુંના દાયકામાં આર્થિક ઉદારીકરણ પછી પણ કૃષિને બાકાત રાખવામાં આવી હોવાથી સરકારને આ ક્ષેત્રના ઉત્કર્ષ માટે ખેડૂતલક્ષી સુધારાઓ એટલે કે, આ ક્ષેત્રને વધુ મજબૂત કરતી નીતિઓની જરૂરિયાત જણાઇ.
2020માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કરેલા મોટા ફેરફારો નીચે મુજબ છે:
- અંદાજપત્રીય ફાળવણીમાં અભૂતપૂર્વ વૃદ્ધિ
- 2020-21માં, રૂ.1,34,399.77 કરોડની અંદાજપત્રીય ફાળવણી સાથે 6 ગણાથી વધુ વૃદ્ધિ. 2013-14માં આ વિભાગને રૂ.21933.50 કરોડ ફાળવાયા હતા.
- ખાદ્યાન્નનું વિક્રમી ઉત્પાદન
- 2015-16માં 251.54 મિલિયન ટન ખાદ્યાન્નના ઉત્પાદન સામે 2019-20માં વધીને 296.65 મિલિયન ટન થયું જે અત્યાર સુધીમાં સર્વાધિક છે.
- ત્રીજા પૂર્વાનુમાનો મુજબ, 2019-20માં ભારતીય બાગાયતના ઇતિહાસમાં સર્વાધિક 319.57 MMTના બાગાયતી ઉત્પાદનનું પૂર્વાનુમાન.
- ઉત્પાદન ખર્ચનો દોઢ ગણો ટેકાનો ભાવ (MSP) નક્કી કર્યો
- સરકારે તમામ જાહેર કરેલ ખરીફ, રવી અને અન્ય રોકડિયા પાકો પર ભારતમાં કૃષિ વર્ષ 2018-19ના સરેરાશ ઉત્પાદન ખર્ચ પર લઘુતમ 50 ટકા વળતર સાથે MSPમાં વધારો કર્યો.
- 2013-14માં ડાંગરનો MSP રૂ.1310/ક્વિન્ટલ હતો જે 43% વધારીને 2020-21માં રૂ.1868/ ક્વિન્ટલ કર્યો.
- 2013-14માં ઘઉંનો MSP રૂ.1400/ક્વિન્ટલ હતો જે વધારીને 2020-21માં રૂ.1975/ ક્વિન્ટલ કર્યો.
- ખેડૂતો પાસેથી ખરીદીમાં વૃદ્ધિ
- 2009-10થી 2013-14ના પાંચ વર્ષની તુલનાએ છેલ્લા પાંચ વર્ષમાં MSP દરે ડાંગરની ખરીદીમાં 2.4 ગણો વધારો. અગાઉ 5 વર્ષમાં રૂ.2.06 લાખ કરોડની સામે છેલ્લા પાંચ વર્ષમાં રૂ.4.95 લાખ કરોડ MSP પેટે ચુકવ્યા.
- 2009-10થી 2013-14ના પાંચ વર્ષની તુલનાએ છેલ્લા પાંચ વર્ષમાં MSP દરે ઘઉંની ખરીદીમાં 1.77 ગણો વધારો. અગાઉ 5 વર્ષમાં રૂ.1.68 લાખ કરોડની સામે છેલ્લા પાંચ વર્ષમાં રૂ.2.97 લાખ કરોડ MSP પેટે ચુકવ્યા.
- 2009-10થી 2013-14ના પાંચ વર્ષની તુલનાએ છેલ્લા પાંચ વર્ષમાં MSP દરે દાળ/કઠોળની ખરીદીમાં 75 ગણો વધારો. અગાઉ 5 વર્ષમાં રૂ.645 કરોડની સામે છેલ્લા પાંચ વર્ષમાં રૂ.49,000 કરોડ MSP પેટે ચુકવ્યા.
- 2009-10થી 2013-14ના પાંચ વર્ષની તુલનાએ છેલ્લા પાંચ વર્ષમાં MSP દરે તેલીબિયાં અને કોપરાની ખરીદીમાં 10 ગણો વધારો. અગાઉ 5 વર્ષમાં રૂ.2,460 કરોડની સામે છેલ્લા પાંચ વર્ષમાં રૂ.25,000 કરોડ MSP પેટે ચુકવ્યા.
- ખરીફ 2020-21 માટે ડાંગરની ખરીદીમાં સરળતાથી વૃદ્ધિ અને 8.12.2020 સુધીમાં 356.18 લાખ MTની ખરીદી થઇ જે ગત વર્ષે સમાન સમયમાં થયેલી 295.79 લાખ MT ખરીદી કરતાં 20% વધારે છે.
- માત્ર પંજાબમાં 30.11.2020 સુધીમાં 202.77 લાખ MTની ખરીદી થઇ જે કુલ ખરીદીમાંથી 56.93% હિસ્સો છે.
- વર્તમાન ખરીફ માર્કેટિંગ મોસમ (KMS)માં 18,880 પ્રતિ MTના દરે રૂ.67,248.22 કરોડના MSP આઉટફ્લો સાથે ખરીદીની કામગીરીથી લગભગ 37.88 લાખ ખેડૂતોને ફાયદો.
- PM KISAN દ્વારા ખેડૂતોને આવક સહાય
- કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં શરૂ કરેલી PM KISAN યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં દર વર્ષે ત્રણ હપતામાં કુલ રૂ.6000ની ચુકવણી.
- આ યોજના હેઠળ આજદિન સુધીમાં, 1,10,000 કરોડ રૂપિયા ચુકવાયા અને 10.59 કરોડ ખેડૂત પરિવારોને લાભ થયો.
- પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY)
- ચાર વર્ષથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY)માં 23 કરોડથી વધુ ખેડૂતોની અરજી આવરી લઇને 7.2 કરોડથી વધુ અરજદારોને લાભ આપ્યો. આ સમયગાળામાં રૂ.87,000 કરોડના દાવા સામે, ખેડૂતોએ ચુકવેલા પ્રીમિયમના હિસ્સા અનુસાર અંદાજે રૂ.17,450 કરોડની ચુકવણી કરી. મતલબ, ખેડૂતોએ ચુકવેલા પ્રત્યેક 100 રૂપિયાના પ્રીમિયમ સામે દાવા પેટે રૂ.532 મેળવ્યા.
- કૃષિ ક્ષેત્ર માટે સંસ્થાકીય ધિરાણ
- 2013-14માં રૂ.7.3 લાખ કરોડની સામે 2019-20માં વધીને રૂ.13.73 લાખ કરોડ અને 2020-21માં રૂ.15 લાખ કરોડનું લક્ષ્ય.
- કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 2.5 કરોડ ખેડૂતો માટે રૂ.2 લાખ કરોડનું રાહત ધિરાણ આપવાની યોજના.
PM-KISAN લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાહત ધિરાણ આપવા માટે ફેબ્રુઆરી 2020થી શરૂ કરાયેલી વિશેષ કવાયત અંતર્ગત 146.46 લાખ KCC અરજીઓ મંજૂર કરીને રૂ.1,57,815 કરોડના ધિરાણની મંજૂરી.
- પશુ સંવર્ધન અને માછીમારી જેવી સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ટૂંકાગાળાની કાર્યકારી મૂડીને પહોંચી વળવા ખેડૂતોને વ્યાજ સબસિડીના લાભો આપ્યા.
- ખેડૂતોને જમીન આરોગ્ય કાર્ડ આપ્યા
- પોષકતત્વોનો મહત્તમ ઉપયોગ કરવા માટે 2014-15માં જમીન આરોગ્ય કાર્ડ યોજનાનો આરંભ.
- દેશભરમાં 2015-16થી 2016-17ના પ્રથમ ચક્રમાં 10.74 કરોડ ખેડૂતોને જ્યારે 2017-18થી 2018-19ના બીજા ચક્રમાં 11.75 કરોડ ખેડૂતોને વિનામૂલ્યે જમીન આરોગ્ય કાર્ડની ફાળવણી.
- દેશમાં સજીવ ખેતીને પ્રોત્સાહન
- દેશમાં સજીવ ખેતી (જૈવિક ખેતી)ને પ્રોત્સાહન માટે 2015-16માં પરંપરાગત કૃષિ વિકાસ યોજનાનો પ્રારંભ.
- 30,934 ક્લસ્ટરને લાભ.
- 6.19 લાખ હેક્ટર વિસ્તાર આવરી લીધો જેમાં 15.47 લાખ ખેડૂતોને લાભ થયો.
- 3.5 લાખ ખેડૂતોએ તેમની ઉપજના માર્કેટિંગ માટે સમર્પિત પોર્ટલ www.Jaivikkheti.in પર નોંધણી કરાવી.
- પૂર્વોત્તરમાં મિશન ઓર્ગેનિક મૂલ્ય શ્રૃંખલા વિભાગ (MOVCDNER)નો પ્રારંભ.
- 83,096 ખેડૂતો અને 79,445 હેક્ટર વિસ્તાર સમાવતી 169 ખેડૂત ઉપજ સંસ્થાઓની રચના કરવામાં આવી.
- આદુ, હળદર, મરચા, પ્રસંસ્કરણ કરેલ પાઇનેપલ વગેરેની યુએસએ, યુકે, ફ્રાન્સ, દુબઇ, સ્વીત્ઝર્લેડમાં નિકાસ મજબૂત થઇ. કાળા થાઇ આદુ અને ઔષધીના છોડની કોન્ટ્રાક્ટ ખેતીનો આરંભ.
- યુરિયાનું નીમ કોટિંગ
- રસાયણોનો ઉપયોગ ઘટાડવા માટે 2015-16માં નીમ કોટિંગ યુરિયા શરૂ કરવાથી જમીનનું આરોગ્ય સુધર્યું, એકંદરે ઉપજ વધી અને બિન-ખેતીના હેતુઓમાં યુરિયાનો વપરાશ ઘટ્યો.
- કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ
- લણણી પછી પાકના વ્યવસ્થાપનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાજ રાહત તેમજ આર્થિક સહાય દ્વારા સામુદાયિક કૃષિ અસ્કયામતોને લગતી વ્યવહારુ પરિયોજનાઓમાં મધ્યમ અને લાંબાગાળાના ડેબ્ટ ફાઇનાન્સિંગ માટે 9 ઑગસ્ટ 2020ના રોજ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ (AIF)નો પ્રારંભ. આ યોજના FY 2020થી FY 2029 સુધી 10 વર્ષ માટે અમલી રહેશે. આ યોજના હેઠળ NABARD દ્વારા 3,064 PACને રૂ.1,565 કરોડનું ધિરાણ પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીઓની 3,064 પરિયોજનાઓ માટે મંજૂર કરાયું છે. આ યોજના હેઠળ રૂ.3,500 કરોડની કિંમતની PAC પરિયોજનાઓનું પહેલાંથી માળખું તૈયાર કરી દેવાયું છે.
- રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન
- આત્મનિર્ભર ભારતના ભાગરૂપે 2020માં NBHMનો પ્રારંભ કર્યો. આ ક્ષેત્રને 2020-2021થી 2022-2023ના સમય માટે રૂ.500 કરોડની ફાળવણી કરી. ડિસેમ્બર 2020માં રૂ.100 કરોડના પ્રોજેક્ટ્સનું લક્ષ્ય.
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ ટીપે ટીપે વધુ પાક (PMKSY – PDMC)નો ઉદ્દેશ માઇક્રો સિંચાઇ એટલે કે ટપક અને ફુવારા સિંચાઇ દ્વારા ખેત સ્તરે પાણીનો પૂર્ણ સદુપયોગ કરવાનો છે. 2015-16થી આજદિન સુધીમાં દેશમાં સુક્ષ્મ સિંચાઇ હેઠળ વધુ 50.1 લાખ હેક્ટર વિસ્તાર આવરી લીધો છે અને PMKSY હેઠળ કેન્દ્રએ રાજ્યોને કુલ રૂ.13309 કરોડની સહાય આપી છે.
- ઇ-નામનું વિસ્તરણ
- 18 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1000 બજારોને ઇ-નામ પ્લેટફોર્મ સાથે જોડ્યા.
- 1.68 લાખ ખેડૂતો અને 1.52 લાખ વેપારીઓએ આ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી અને તેના પરથી રૂ.1.15 લાખ કરોડની કુલ 3.94 કરોડ મેટ્રિક ટન ઉપજનો વેપાર થયો છે.
- ખેડૂત ઉત્પાદક સંઘો (FPO)ને ઇ-નામ સાથે જોડીને તેના મારફતે વેપારની શરૂઆત કરવામાં આવી છે.
- કૃષિ ઉપજોની હેરફેરમાં સુધારો. કિસાન રેલનો આરંભ
- કૃષિ અને બાગાયત ઉપજોની હેરફેર માટે પ્રાથમિક અને ગૌણ પરિવહનના વાહનો શોધતા ખેડૂતો અને વેપારીઓની સુવિધા માટે ખેડૂતોને અનુકૂળ 'કિસાન રથ' એપ્લિકેશનનો પ્રારંભ.
- દેશની પ્રથમ કિસાન રેલ 08.07.2020ના રોજ દેવલાલીથી દાનાપુર સ્ટેશન વચ્ચે શરૂ કરવામાં આવી. અન્ય કિસાન રેલ આંધ્રપ્રદેશના અનંતપુરથી દિલ્હીના આદર્શનગર વચ્ચે ચાલે છે.
- 11.12.2020 સુધીમાં કિસાન રેલે 84 ફેરા લગાવીને 23,219 ટન સામાનનું પરિવહન કરીને સરકારને રૂ.901.3 લાખની કમાણી કરાવી.
- સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનું સર્જન
- કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 424 સ્ટાર્ટ-અપ્સને હપતામાં 45.38 કરોડ રૂપિયાનું ભંડોળ આપવા માટે પસંદ કર્યા છે જેમાંથી રૂ.19.70 કરોડ પ્રથમ હપતા તરીકે આ સ્ટાર્ટ-અપ્સને આપી દીધા છે. આ સ્ટાર્ટ-અપ્સને નોલેજ પાર્ટનર્સ (KP) અને RKVY-RAFTAAR એગ્રી-બિઝનેસ ઇન્ક્યુબેટર્સ (R-ABIs) જેવા વિવિધ કૃષિ વ્યવસાય ઇન્ક્યુબેશન કેન્દ્રો પર બે મહિના સુધી તાલીમ આપવામાં આવી છે.
(Release ID: 1686538)
Visitor Counter : 1084