ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે “નેશનલ પોલીસ K-9 જર્નલ”નાં પ્રથમ અંકનું લોકાર્પણ કર્યું

શ્રી શાહે કહ્યું કે, “આ અનોખી પહેલ છે, જે દેશમાં પોલીસ સેવામાં કાર્યરત શ્વાન (K-9) (PSK)ની ટુકડીઓ સાથે સંબંધિત વિષયોને વધારે સમૃદ્ધ કરશે"

"રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી છે અને અમારી સરકાર સુરક્ષા સાથે સંબંધિત તમામ પાસાઓ પર એકસરખું ધ્યાન આપવા માટે ગંભીરતાપૂર્વક પ્રયાસો કરી રહી છે "

"પોલીસ શ્વાન ટુકડી સમાજની સલામતી સુનિશ્ચિત કરવા ફોર્સ મલ્ટિપ્લાયર તરીકે કામ કરી શકે છે"

"તેમનો ઉપયોગ માદક દ્રવ્યો શોધવા અને આતંકવાદીઓનો મુકાબલો કરવા થઈ શકશે"

Posted On: 02 JAN 2021 7:06PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નેશનલ પોલીસ કે-9 જર્નલના પ્રથમ અંકનું લોકાર્પણ કર્યું હતું. પોલીસ સેવા K9s (PSKs) એટલે કે પોલીસ શ્વાસ (Police Dogs) વિષય પર દેશમાં આ પ્રથમ પ્રકાશન છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય ભલ્લા, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના ડાયરેક્ટર જનરલ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ દેશમાંથી કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના અન્ય વરિષ્ઠ અધિકારીઓ વર્ચ્યુઅલ કોન્ફરન્સ દ્વારા હાજર રહ્યાં હતાં.

આ પ્રસંગે શ્રી અમિત શાહે કહ્યું હતું કે, આ એક અનોખી પહેલ છે, જે દેશમાં પોલીસ સેવા K9s (PSKs) ટીમો સાથે સંબંધિત વિષયોને વધારે સમૃદ્ધ બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી છે અને સુરક્ષા સાથે સંબંધિત તમામ પાસાંઓ પર એકસરખું ધ્યાન આપવા માટે અમારી સરકાર પ્રામાણિકતાથી પ્રયાસ કરી રહી છે. જેમ સમાજની સુરક્ષા કરવા ટ્રેન કે ઉપગ્રહકોને ઉપયોગ દેશમાં થઈ રહ્યો છે, એ જ રીતે પોલીસની શ્વાસ ટુકડી એક ફોર્સ મલ્ટિપ્લાયર સ્વરૂપે કામ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, આ તાલીમબદ્ધ શ્વાનની ટુકડીનો ઉપયોગ માદક પદાર્થો શોધવાથી લઈને આંતકવાદીઓનો મુકાબલો કરવામાં સારી રીતે કરી શકાય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયનાં પોલીસ આધુનિકીકરણ ડિવિઝન અંતર્ગત દેશમાં પોલીસ સાથે સેવામાં કાર્યરત K9 ટુકડીઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને એને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે નવેમ્બર, 2019માં વિશેષ પોલીસ K9 સેલની સ્થાપના કરવામાં આવી હતી. એનો ઉદ્દેશ દેશમાં K9s સેવાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનો અને એનો બહોળો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવાનો છે. નેશનલ પોલીસ K9 જર્નલ આ મહત્વપૂર્ણ સંસાધનને તાલીમ આપવા અને શીખવા દેશમાં એક ઇકોસિસ્ટમ ઊભી કરવાની દિશામાં વધુ એક પગલું છે. નેશનલ પોલીસ K9 જર્નલ હિંદી અને અંગ્રેજી ભાષામાં 11 અલગ-અલગ વિભાગ ધરાવે છે. એના પ્રથમ અંકમાં સુરક્ષા દળોના કર્મચારીઓ ઉપરાંત ઘણા પ્રતિષ્ઠિત વિદેશી નિષ્ણાતોએ પણ લેખો લખ્યાં છે. આ જર્નલ વર્ષમાં બે વાર એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં પ્રકાશિત થશે.

 

SD/GP/BT(Release ID: 1685715) Visitor Counter : 20