આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

સીબીઆઈસી હેઠળ કૃષ્ણાપટનમ અને તુમકુર ખાતે ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર નોડ્સને કેબિનેટની મંજૂરી


ગ્રેટર નોઈડામાં મલ્ટીમોડલ લોજીસ્ટિક્સ હબ અને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ (એમએમટીએચ)ને પણ મંજૂરી

મંજૂર થયેલી દરખાસ્તોને પરિણામે કુલ રૂ. 7,725 કરોડનું મૂડીરોકાણ અને 2.8 લાખ લોકો માટે રોજગાર નિર્માણ થવાનો અંદાજ

આ સુવિધાઓથી દેશમાં ગુણવત્તા ધરાવતા, ભરોસાપાત્ર ટકાઉ અને સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ પૂરી પાડતાં ઉદ્યોગોને મેન્યુફેકચરીંગ ક્ષેત્રે મૂડીરોકાણમાં સાનુકૂળતા થશે

શહેરોમા તાત્કાલિક ફાળવણી થઈ શકે તેવાં વિકસિત લેન્ડ પાર્સલ્સની ઉપલબ્ધી સાથે ભારત ગ્લોબલ વેલ્યૂ ચેઈનમાં મૂડીરોકાણો આકર્ષવા માટે મજબૂત સ્પર્ધક બનશે

મંજૂર થયેલી દરખાસ્તોને કારણે લોજીસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થતાં પેસેન્જરોને રેલવે, રોડ અને એમઆરટીએસમાં અપાર કનેક્ટીવિટી પ્રાપ્ત થતાં સંચાલન ખર્ચ ઘટશે અને “આત્મનિર્ભર ભારત” અને “મેક ઈન ઈન્ડિયા” ઝૂંબેશને વેગ મળશે

Posted On: 30 DEC 2020 3:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વ્યાપાર વિભાગે રજૂ કરેલી માળખાગત સુવિધાઓના વિવિધ ઘટકોમાં મૂડીરોકાણ માટે નીચે મુજબની દરખાસ્તોને મંજૂરી આપી છેઃ

(અ)    રૂ.2139.44 કરોડને  પ્રોજેકટ ખર્ચ ધરાવતા  આંધ્રપ્રદેશમાં  ક્રિષ્ણાપટનમ  ઔદ્યોગિક  વિસ્તારને મંજૂરી

(બ)    રૂ.1,701.81  કરોડનો અંદાજીત ખર્ચ ધરાવતા તુમકુર ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારને મંજૂરી.

(ક)     ઉત્તરપ્રદેશમાં અંદાજે  રૂ.3883.80 કરોડનો ખર્ચ ધરાવતા ગ્રેટર નોઈડા ખાતે મલ્ટી મોડલ લોજીસ્ટીક હબ (એમએમએલએચ) અને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ (એમએમટીએચ) ને મંજૂરી

ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન  ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર્સ, એક્સપ્રેસ વેઝ અને નેશનલ હાઈવેઝ, બંદરો અને વિમાન મથકોની નજીક મહત્વના ટ્રાન્સપોર્ટ કોરિડોર સ્થાપવાના મુખ્ય વિઝનને આધારે ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોગ્રામનો ઉદ્દેશ ટકી શકે તેવા પ્લગ એન્ડ પ્લે’, આઈસીટી એનેબલ્ડ યુટીલીટીઝ જેવી સુવિધાઓ ધરાવતા ઉત્પાદનલક્ષી મૂડી રોકાણોને દેશમાં આકર્ષવા માટે ગુણવત્તાયુક્ત, ભરોંસાપાત્ર, ટકાઉ અને સ્થિતિ સ્થાપક માળખાગત સુવિધાઓ ઉદ્યોગોને પૂરી પાડવાનો ઉદ્દેશ છે. આ શહેરોમાં વિકસાવેલા લેન્ડ પાર્સલ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રને મૂડી રોકાણ માટે ફાળવવા સજ્જ કરાયા છે અને ભારતને ગ્લોબલ વેલ્યુ ચેઈનમાં મજબૂત સ્પર્ધક ગણવામાં આવ્યું છે. ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોગ્રામ આત્મનિર્ભર ભારતના નિર્માણના ઉદ્દેશથી ઉદ્યોગનો વિકાસ સાધશે અને દેશભરમાં મૂડીરોકાણના વ્યાપક દ્વાર ખોલી દેશે.

આ યોજનાઓ મલ્ટી મોડલ કનેક્ટીવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે આયોજીત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશનો ક્રિશ્નાપટનમ ઔદ્યોગિક વિસ્તાર અને કર્ણાટકનો તુમકુર ઔદ્યોગિક વિસ્તારને ચેન્નાઈ બેંગ્લોર ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર (સીબીઆઈસી) હેઠળ મંજૂરી આપવામાં આવી છે. તેનાથી બેંગ્લોર ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટના વિકાસનો પ્રારંભ થશે. આ ગ્રીન ફિલ્ડ ઔદ્યોગિક શહેરો ફ્રેઈટ મૂવમેન્ટની આવન-જાવન માટે પોર્ટસ અને લોજીસ્ટીક્સની સાથે સાથે ભરોંસાપાત્ર વિજળી અને ગુણવત્તાયુક્ત સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે  જાતે ટકી શકે તેવું વિશ્વસ્તરની માળખાગત સુવિધાઓ, માર્ગો અને રેલવે કનેક્ટીવિટી પૂરી પાડશે.

આ પ્રોજેક્ટસને કારણે ઔદ્યોગિકરણ મારફતે પૂરતી રોજગારી પ્રાપ્ત થશે. ક્રિશ્નાપટનમ નોડ મારફતે વિકાસનો પ્રથમ તબક્કો પૂરો થતાં આશરે 98,000 વ્યક્તિઓને રોજગારી પ્રાપ્ત થવાની સંભાવના છે. આમાંથી 58,000 વ્યક્તિઓને સ્થળ ઉપર જ રોજગારી પ્રાપ્ત થશે. તુમકુર નોડમાં 88,500 વ્યક્તિઓને રોજગારી મળવાનો અંદાજ છે. આમાંથી 17,700 વ્યક્તિઓ રિટેઈલ, ઓફિસો અને અન્ય કોમર્શિયલ તકો મારફતે પ્રોજેક્ટના વિકાસ તબક્કામાં નોકરીઓ મેળવશે.

ઉત્તરપ્રદેશમાં ગ્રેટર નોઈડા ખાતે મલ્ટી મોડલ લોજીસ્ટીક્સ હબ (એમએમએલએચ) અને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ (એમએમટીએચ) યોજનાઓ ઈસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસ વે, નેશનલ હાઈવે-91, નોઈડા -ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે, યમુના એક્સપ્રેસ વે, ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરની નજીકમાં આવેલા છે. લોજીસ્ટીકસ હબ પ્રોજેક્ટ વિશ્વસ્તરની સુવિધાઓ ધરાવતા હશે અને તેને ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર (ડીએફસી)માં આવતા-જતા માલ સામાનનો સંગ્રહ અને અન્ય સ્થળે મોકલવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા પ્રાપ્ત થશે. ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર (ડીએફસી) ફ્રેઈટ કંપનીઓ અને ગ્રાહકોને એક જ સ્થળે સુવિધાઓ ઉપલબ્ધ કરશે. આ સગવડને કારણે સ્ટાન્ડર્ડ કન્ટેઈનર હેન્ડલીંગ પ્રવૃત્તિઓ તો પૂરી પાડી શકાશે, પણ સાથે સાથે લોજીસ્ટીક ખર્ચ ધટાડવા માટે સંચાલનની બહેતર કાર્યક્ષમતાની સાથે સાથે ઓછા લોજીસ્ટીક ખર્ચથી મૂલ્યવર્ધિત સર્વિસીસ પૂરી પાડશે.

મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ (એમએમટીએચ) પ્રોજેક્ટ ભારતીય રેલવે સ્ટેશન બોરાકીની નજીક આવેલો છે અને તે રેલવે, રોડ અને એમઆરટીએસની જોગવાઈ સાથે ટ્રાન્સપોર્ટ હબ તરીક કામ કરશે અને પેસેન્જરોને અપાર ઉપયોગિતા પ્રાપ્ત થશે. એમએમટીએચમાં ઈન્ટર સ્ટેટ બસ ટર્મિનલ (આઈએસબીટી), લોકલ બસ ટર્મિનલ (એલબીટી), મેટ્રો, કોમર્શિયલ, રિટેઈલ એન્ડ હોટલ સ્પેસ તથા નવી ખૂલ્લી જગાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ કેચમેન્ટ ઝોનની વધતી જતી વસતિને વિશ્વસ્તરની પેસેન્જર હેરફેરની સુવિધાઓ પૂરી પાડશે અને ઉત્તરપ્રદેશ, એનસીઆરના પેટા પ્રદેશો વિકાસને વેગ આપશે તથા દિલ્હીમાં ગીચતા ઘટાડશે. બંને પ્રોજેક્ટ મારફતે આશરે 1 લાખ લોકોને રોજગારી મળવાની સંભાવના છે અને આ યોજનાઓના કારણે આસપાસના વિસ્તારોમાં વિકાસની તકો માટે હકારાત્મક અસર ઉભી થશે.(Release ID: 1684690) Visitor Counter : 326