ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા હસ્તાંતરિત કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા


“છેલ્લાં છ વર્ષ દરમિયાન મોદી સરકારે પોતાનો દરેક નિર્ણય દેશના ગરીબો, ખેડૂતો અને વંચિતોને કેન્દ્રમાં રાખીને લીધો છે, જેથી તેમને તેમનો અધિકાર મળે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે”


“પીએમ કિસાન એક એવી અભૂતપૂર્વ યોજના છે, જેના થકી મોદીજી દર વર્ષે દરેક ખેડૂતના ખાતામાં 6000 રૂપિયા જમા કરે છે”


“પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આજે પીએમ કિસાનનો વધુ એક હપ્તો 9 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કર્યો છે, તેમણે કુલ 18,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કર્યા છે, જેથી તેઓ પોતાની કૃષિ સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરી શકે”


“ખેડૂતોના સશક્તિકરણ માટે મોદીજીના આ સમર્પણ અને સંકલ્પ માટે હું એમને અભિનંદન આપું છું”


કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દિલ્હીમાં ખેડૂતોની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનને સાંભળ્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કટિબદ્ધ

“તમામ ખેડૂતોએ સંપૂર્ણ જોશ અને ઉત્સાહ સાથે મોદી સરકારની તમામ ખેડૂત કલ્યાણ નીતિઓ અને કૃષિ સુધારાઓમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે”


જ્યારે યુપીએ સરકારે 10 વર્ષમાં ફક્ત 60,

Posted On: 25 DEC 2020 8:56PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે 9 કરોડ ખેડૂતોના ખાતામાં રૂ. 18,000 કરોડ હસ્તાંતરિત કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યાં છે. પોતાના ટ્વીટ્સમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે, છેલ્લાં 6 વર્ષ દરમિયાન મોદી સરકારે પોતાનો દરેક નિર્ણય દેશના ગરીબો, ખેડૂતો અને વંચિતોને કેન્દ્રમાં રાખીને લીધો છે, જેથી તેમને તેમનો અધિકાર મળે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે. પીએમ કિસાન પણ આવી જ એક અભૂતપૂર્વ યોજના છે, જેના થકી મોદીજી દર વર્ષે દરેક ખેડૂતનાં ખાતામાં રૂ. 6000 જમા કરે છે. શ્રી અમિત શાહે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ કિસાન યોજનાનો વધુ એક હપ્તો રીલિઝ કરીને 9 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ રૂ. 18,000 કરોડ હસ્તાંતરિત કર્યા છે, જેથી તેઓ તેમની ખેતીવાડી સાથે સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરી શકે. ખેડૂતોના સશક્તિકરણ પ્રત્યે મોદીજીના આ સમર્પણ અને સંકલ્પ માટે હું એમને અભિનંદન આપું છું.

Image

આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે દિલ્હીના મહરોલીમાં ખેડૂતોની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંવાદને સાંભળ્યો હતો. આ પ્રસંગે શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. તમામ ખેડૂતોએ સંપૂર્ણ જોશ અને ઉત્સાહ સાથે મોદી સરકારની તમામ ખેડૂત કલ્યાણ નીતિઓ અને કૃષિલક્ષી સુધારાઓમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Image

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે માનનીય પ્રધાનમંત્રીજીએ કિસાન સમ્માન નિધિ યોજના રજૂ કરી હતી, ત્યારે વિપક્ષના લગભગ તમામ નેતાઓએ એનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે, ખેડૂતોનું ઋણ માફ કરો. શ્રી શાહે જણાવ્યું હતું કે, જ્યારે દેશમાં 10 વર્ષ સુધી યુપીએ સરકાર હતી, ત્યારે તેમણે 10 વર્ષમાં ફક્ત એક વાર અને એ પણ ફક્ત 60,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું. બીજી તરફ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ અઢી વર્ષના સમયગાળામાં જ દેશના લગભગ 10 કરોડ ખેડૂતોને અત્યાર સુધી 95,000 કરોડ રૂપિયા સીધા એમના બેંક ખાતામાં હસ્તાંતરિત કરી દીધા છે.

શ્રી અમિત શાહે વર્ષ 2014 અગાઉ અને પછી કૃષિ સંબંધિત આંકડાનો તુલનાત્મક અભ્યાસ પ્રસ્તુત કરીને જણાવ્યું હતું કે, જ્યારે વર્ષ 2013-14માં ખાદ્યાન્નનું ઉત્પાદન ફક્ત 265 મિલિયન ટન હતું, ત્યારે અત્યારે એ વધીને 296 મિલિયન ટન થઈ ગયું છે. જ્યારે વર્ષ 2013-14માં કૃષિ બજેટ ફક્ત 21,933 કરોડ રૂપિયા હતું, ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અત્યારે કૃષિ બજેટ વધીને 1,34,399 કરોડ રૂપિયા થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે, જે સરકાર કૃષિ બજેટ વધારી શકી નહોતી, એના નેતાઓ અમારી પાસે હિસાબ માંગી રહ્યાં છે. શ્રી શાહે કહ્યું હતું કે, હું આજે દેશભરના ખેડૂત ભાઈઓને કહેવા ઇચ્છું છું કે, વિપક્ષના નેતાઓ પાસે કોઈ મુદ્દો નથી, તેઓ ફક્ત જૂઠ્ઠાણાં ફેલાવી રહ્યાં છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ઘણી વાર સ્પષ્ટ કર્યું છે અને આજે હું ફરી આ વાત સ્પષ્ટ કરી દેવા ઇચ્છું છું કે, લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની વ્યવસ્થા હતી, છે અને હંમેશા જળવાઈ રહેશે. વર્ષોથી ખેડૂતો માંગણી કરતા હતા કે, તેમની ઉપજ પર ખર્ચની ઓછામાં ઓછી દોઢ ગણી એમએસપી આપવામાં આવે, પણ 70 વર્ષ સુધી દેશ પર રાજ કરનાર સરકારોએ આ વિશે કોઈ પગલું ઉઠાવ્યું નહીં. ખેડૂતોને તેમની ઉપજના ખર્ચથી દોઢ ગણી એમએસપી આપવાનું કામ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે.

Image

કેન્દ્રીય ગૃહમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, જ્યારે વર્ષ 2009થી વર્ષ 2014 દરમિયાન અનાજ અને ઘઉંની ખરીદી માટે ફક્ત આશરે રૂ. 3,74,000 કરોડનો ખર્ચ થયો હતો, ત્યારે વર્ષ 2014થી વર્ષ 2019 વચ્ચે રૂ. 8,22,000 કરોડનું અનાજ અને ઘઉંની ખરીદી કરવામાં આવી છે.  આ ઉપરાંત મોદી સરકારે સૉઇલ હેલ્થ કાર્ડ, નીમ કોટેડ યુરિયા જેવી ઘણી પહેલો હાથ ધરી છે, જેનો લાભ દેશના ખેડૂતોને મળ્યો છે. લગભગ 1,000 મંડીઓને ઓનલાઇન જોડવામાં આવી છે અને એના થકી દેશભરમાં ખેડૂતોને સૌથી વધુ ભાવ મળ્યાં છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ દેશના સાડા છ કરોડથી વધારે ખેડૂતોને મળ્યો છે. લગભગ 10,000 ખેડૂત ઉત્પાદક સંઘ બનાવવામાં આવ્યાં છે અને આ માટે 7,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મધના ઉત્પાદન માટે વધુ 500 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાના માધ્યમથી 55 લાખ હેક્ટર જમીનને સૂક્ષ્મ સિંચાઈ યોજનાથી સિંચિત કરવાનું કામ થયું છે.

Image

શ્રી અમિત શાહે જણાવ્યું હતું, અત્યારે વિપક્ષ કૃષિલક્ષી સુધારા સાથે સંબંધિત કાયદાઓના નામ જે હોબાળો મચાવી રહ્યો છે, એના પર હું દેશભરના ખેડૂત ભાઈઓને કહેવા આવ્યો છું કે આ ત્રણ કૃષિલક્ષી સુધારા સાથે સંબંધિત કાયદા ખેડૂતોના સંપૂર્ણ હિતમાં છે. એનાથી ખેડૂતોને કોઈ નુકસાન થવાનું નથી. ન મંડીઓ બંધ થવાની છે, ન ખેડૂતોની એક ઇંચ જમીન કોઈ છીનવી શકવાનું છે. જ્યાં સુધી શ્રી નરેન્દ્ર મોદીજી દેશના પ્રધાનમંત્રી છે, ત્યાં સુધી ખેડૂત ભાઈઓની જમીન કોઈ પણ કોર્પોરેટ છીનવી ન શકે. મંડીઓ પણ કામ કરતી રહેશે. તેમણે કહ્યું હતું કે, હું વિપક્ષના નેતાઓને પૂછવા માંગુ છું કે, આ કૃષિલક્ષી સુધારા સાથે સંબંધિત કાયદામાં કઈ જોગવાઈ છે, જે મંડીઓ બંધ કરવા સાથે સંબંધિત છે. હિંમત હોય, તો ચર્ચા કરવા માટે આવી જાય, અમારા સાંસદ તમારી સાથે ચર્ચા કરવા તૈયાર છે.

Image

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે દેશભરમાં ખેડૂત કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરજીને ફોન કરીને એમને મળવા ઇચ્છે છે અને આ કૃષિલક્ષી સુધારા સાથે સંબંધિત કાયદાઓને એમનું સમર્થન આપવા ઇચ્છે છે. કૃષિલક્ષી સુધારા સાથે સંબંધિત ત્રણ કાયદાને તેઓ ટેકો આપવા ઇચ્છે છે, કારણ કે તેઓ જાણે છે કે, આ સુધારા અને કાયદા ખેડૂતોના હિતમાં છે. વિપક્ષની વાત છોડો, એમને તો રાજકીય લાભ ખાટવો છે, પણ જો ખેડૂત સંગઠનોને લાગે કે આ કૃષિલક્ષી સુધારા સાથે સંબંધિત કાયદાની એક પણ જોગવાઈ ખેડૂતોનું અહિત કરશે તો સરકાર એ જોગવાઈ પર ખુલ્લાં મને ખેડૂત સંગઠનો સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. તમે એ જોગવાઈઓ લઈને આવો, ચર્ચા કરીએ. જો કોઈ પણ જોગવાઈ ખેડૂતવિરોધી હોય, તો શ્રી નરેન્દ્ર મોદીની સરકાર એના પર વિચાર કરવા માટે તૈયાર છે. શ્રી શાહે કહ્યું હતું કે, મોદીસરકાર દેશના ખેડૂતોના કલ્યાણ માટે હંમેશા કામ કરતી રહેશે અને ખેડૂતોની આવકને બમણી કરીને જ જંપશે.

Image

SD/GP/BT

 

 



(Release ID: 1683738) Visitor Counter : 246