ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકાર દેશના ખેડૂતોના હિત માટે સતત કામ કરી રહી છે
આજે મોદી સરકારે શેરડીના ખેડૂતો માટે વધુ એક મોટો નિર્ણય લીધો હતો અને તેમને રૂ. 3500 કરોડની સહાયને મંજૂરી આપી હતી
શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આ નિર્ણય લેવા બદલ હૃદયપૂર્વક આભાર માન્યો, જેનાથી પાંચ કરોડ શેરડીના ખેડૂતોને લાભ થશે
प्रविष्टि तिथि:
16 DEC 2020 7:23PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશના ખેડૂતોના હિત માટે સતત કાર્યરત છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું હતું કે, મોદી સરકારે શેરડીના ખેડૂતો માટે રૂ. 3,500 કરોડની સહાય કરવાનો વધુ એક મોટો નિર્ણય લીધો છે અને એને મંજૂરી આપી છે.
શ્રી અમિત શાહે આ નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયથી શેરડીની ખેતી કરતા ખેડૂતો, તેમના પરિવારો અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા પાંચ લાખ કામદારોને લાભ થશે.
શ્રી અમિત શાહે વધુમાં ઉમેર્યું હતું કે, આ સહાય ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા થશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શેરડીના ખેડૂતો (ગન્ના કિસાનો) માટે આશરે રૂ. 3,500 કરોડની સહાયને મંજૂરી આપવામાં આવી હતી.
અત્યારે ભારતમાં શેરડીની ખેતી કરતાં પાંચ કરોડ ખેડૂતો (ગન્ના કિસાન) અને તેમના આશ્રિતો છે. આ ઉપરાંત ખાંડની મિલો અને આનુષંગિક પ્રવૃત્તિમાં આશરે પાંચ લાખ કામદારો કામ કરી રહ્યાં છે અને ખાંડ ઉદ્યોગ પર તેમની આજીવિકા નિર્ભર છે.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1681295)
आगंतुक पटल : 255