નાણા મંત્રાલય
નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સિતારામને તમામ સંબંધિત મંત્રાલયો /વિભાગોના સચિવો સાથે આત્મનિર્ભર પેકેજના અમલીકરણની સમીક્ષા કરી
Posted On:
13 DEC 2020 11:56AM by PIB Ahmedabad
12 મે, 2020ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં કોવિડ- 19 સામે લડત આપવા એક વિશેષ ઘનિષ્ઠ આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમણે આત્મનિર્ભર ભારત અભિયાનની એટલે કે સ્વનિર્ભર ભારત ચળવળની આગ્રહ ભરી હાકલ કરી હતી. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતના પાંચ સ્થંભની રૂપરેખા પણ આપી હતી. આ સ્થંભમાં અર્થતંત્ર, માળખાગત સુવિધાઓ, તંત્ર (સિસ્ટમ), ડેમોગ્રાફી અને માંગનો સમાવેશ થાય છે.
માનનીય પ્રધાનમંત્રીશ્રીની હાકલને અનુસરીને કેન્દ્ર સરકારના નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સિતારામને આત્મનિર્ભર પેકેજ 1.0ની વિગતો 13 મે, 2020થી 17 મે, 2020 દરમિયાન પત્રકાર પરિષદોની એક શ્રેણીમાં આપી હતી. એ પછી નાણાં મંત્રીએ 12 ઓકટોબરના રોજ આત્મનિર્ભર પેકેજ 2.0ની જાહેરાત કરી હતી અને આત્મનિર્ભર પેકેજ 3.0ની જાહેરાત 12 નવેમ્બર, 2020ના રોજ કરી હતી.
સંબંધિત મંત્રીઓ અને વિભાગોએ તુરત જ 3 આત્મનિર્ભર પેકેજીસ (એએનબીપી) હેઠળ જાહેરાતો અમલ શરૂ કરી દીધો હતો. અમલીકરણમાં જે પ્રગતિ થાય તેની નિયમિત રીતે અને લગભગ રોજેરોજ સમીક્ષા કરવામાં આવે છે.
નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સિતારામને શુક્રવારે સંબંધિત વિવિધ મંત્રાલયો /વિભાગોના સચિવો સાથે 3 દિવસ દરમિયાન બેઠકો યોજી આત્મનિર્ભર ભારત પેકેજીસની પ્રગતિની સમીક્ષા કામગીરી પૂરી કરી હતી. અત્યાર સુધીમાં આત્મનિર્ભર ભારત પેકેજીસ હેઠળ જે મહત્વની બાબતોમાં પ્રગતિ સધાઈ છે તે નીચે મુજબ છેઃ
- એમએસએમઈ ક્ષેત્ર સહિતના વિવિધ બિઝનેસને રૂ.3 લાખ કરોડનું કો-લેટરલ ફ્રી ઓટોમેટિક ધિરાણ
ઈમરજન્સી ક્રેડીટ લાઈન ગેરંટી સ્કીમ હેઠળ (ઈસીએલસીજીએસ), તા.04-12-2020ની સ્થિતિએ મળેલી વિગતો મુજબ ટોચની 23 ખાનગી ક્ષેત્રની બેંકો અને 31 નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓએ રૂ.2,05,563ની વધારાની ક્રેડીટ 80.93,491 ધિરાણ લેનાર માટે મંજૂર કરી છે, જયારે 40,49,489 એકમોને રૂ.1,58,626 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે.
તા.26-11-2020ના રોજ આ યોજનામાં વધુ સુધારો કરવામાં આવ્યો હતો અને યોજનાની મુદત તા.31-03-2021 સુધી લંબાવવામાં આવી હતી. આ ઉપરાંત તેમાં દર્શાવાયેલા ટર્નઓવરની મર્યાદા પણ દૂર કરવામાં આવી છે. ઈમરજન્સી ક્રેડીટ લાઈન ગેરંટી સ્કીમ (ઈસીએલસીજીએસ) ના અમલ માટેની માર્ગરેખાઓ તા.26 -11-2020ના રોજ જાહેર કરવામાં આવી છે.
જે રીતે અપેક્ષા હતી તે મુજબ 45 લાખ એકમોએ ફરીથી કામગીરી ચાલુ કરી દીધી છે અને આ યોજનાથી નોકરીઓ સુરક્ષીત બની છે.
- નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ માટે રૂ.45,000 કરોડની આંશિક ક્રેડીટ ગેરંટી સ્કીમ 2.0
તા. 04-12-2020ની સ્થિતિએ જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)એ રૂ.27,794 કરોડના પોર્ટફોલિયોની ખરીદીને મંજૂરી આપી છે અને હાલ તે રૂ.1400 કરોડની મંજૂરી/ વાટાઘાટોની પ્રક્રિયામાં છે. બોન્ડઝ અને કોમર્શિયલ પેપર્સની ખરીદીની સમય મર્યાદાને તા.31-12-2020 સુધી લંબાવવામાં આવી છે.
- નાબાર્ડ મારફતે ખેડૂતોને રૂ.30,000 કરોડનું વધારાનું ઈમર્જન્સી વર્કીંગ કેપિટલ ભંડોળ
તા.04-12-2020ની સ્થિતિએ આ વિશેષ સુવિધામાંથી રૂ.25,000 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. રિઝર્વ બેંકે, નાબાર્ડને બાકીની રૂ.5,000 કરોડની રકમ સ્પેશ્યલ લિકવિડીટી ફેસિલીટી (SLF) હેઠળ નાની નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ (NBFCs) અને નોન- બેંકીંગ ફાયનાન્સિયલ કંપનીઓ - માઈક્રો ફાયનાન્સ ઈન્સ્ટીટ્યુશન (NBFCs-MFIs) માટે ફાળવી છે.
આ ઉપરાંત નાબાર્ડે તા.06-10-2020ના રોજ સ્પેશ્યલ લિકવિડીટી સુવિધાના અમલ માટે નૉન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ (NBFCs) અને નોન- બેંકીંગ ફાયનાન્સિયલ કંપનીઓ - માઈક્રો ફાયનાન્સ ઈન્સ્ટીટ્યુશન માટેની માર્ગરેખાઓ જારી કરી છે.
વધુમાં બાકીની રૂ.5,000 કરોડની રકમમાંથી 6 એનબીએફસી- એમએફઆઈ માટેની રૂ.690 કરોડની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે.
- 2.5 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડ મારફતે રાહત દરે રૂ.2 લાખ કરોડનું ધિરાણ નાણાં મંત્રાલય હેઠળ કાર્યરત ફાયનાન્સિયલ સર્વિસીસ વિભાગે પીએમ- કિસાનના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડથી રાહત દરે ધિરાણ પૂરૂ પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરી છે.
પ્રથમ તબક્કામાં રૂ.46,532 કરોડની ક્રેડીટ લિમિટ ધરાવતાં કિસાન ક્રેડીટ કાર્ડને રૂ.1,58.83 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
બીજા તબક્કામાં (તા.04-12-2020ની સ્થિતિએ) કુલ રૂ.110.94 કરોડની કિસાન ક્રેડીટ કાર્ડ મર્યાદા ધરાવતાં કાર્ડ હેઠળ રૂ.1,07,417 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
આમાંથી બીજા તબક્કામાં 110.94 કિસાન ક્રેડિટ કાર્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. રૂ.92.40 લાખ પાક ધિરાણ માટે, પશુ પાલન સાથેના પાક ધિરાણ અથવા તો માછીમારી માટે રૂ.2.73 લાખ, ડેરી માટે રૂ.4.75 લાખ, મરઘાં પાલન, પશુ અને ઘેટાં ઉછેર વગેરે માટે રૂ.46,786, માછીમારી માટે રૂ.15,037 આપવામાં આવ્યા છે. 10.44 લાખ કેસમાં બેંકોએ કેસીસી મંજૂર કરી દીધી છે.
- ડેવલપર્સ અને ઘર ખરીદનારા માટે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ ઈન્કમટેક્સ રાહત માંગ માટે પ્રોત્સાહક
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં માંગને વેગ આપવા માટે તથા રેયિલ એસ્ટેટ ડેવલપર સર્કલ રેટથી નોંધપાત્ર રીતે ઓછા દરથી તેમની નહીં વેચાયેલી ઈનવેન્ટરીથી છૂટકારો મેળવી શકે તે માટે અને ઘર ખરીદનારને લાભ આપવા માટે નિવાસી એકમોના માત્ર પ્રાથમિક વેચાણ માટે રૂ.2 કરોડ સુધીના મૂલ્ય માટે તા.12 નવેમ્બર, 2020થી તા.30 જૂન 2021 સુધી કાયદાની કલમ 43 સીએ હેઠળ સેફ હાર્બર રેટ 10 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવ્યો છે.
આ જાહેરાતને અનુસરીને, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસે (સીબીડીટી), 13-11-2020ના રોજા આ જાહેરાતને અમલી બનાવવા માટે એક પ્રેસ નોટ જારી કરી છે.
- ઈન્કમ ટેક્સ રિફંડઝ
તા.1 એપ્રિલ, 2020થી તા.8 ડિસેમ્બર, 2020 સુધીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) એ કરદાતાઓને રૂ.89.29 લાખના રિફંડ જારી કર્યા છે. 87,29,626 કેસમાં રૂ.43,274 કરોડનું રિફંડ આપવામાં આવ્યું છે અને રૂ.1,99,554 કેસમાં રૂ.1,02,345 કરોડનું કોર્પોરેટ ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે.
- મૂડી ખર્ચઃ રાજ્યોને વિશેષ સહાયઃ
આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ મૂડી ખર્ચ માટે રાજ્યોને 50 વર્ષ માટે રૂ.12,000 કરોડના ખાસ વ્યાજ મુક્ત ધિરાણો આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
તા.07-12-2020ની સ્થિતિએ અત્યાર સુધીમાં 27 રાજ્યોની સરકારોએ નવા અને હાલમાં ચાલી રહેલા કેપિટલ વર્કસ/ પ્રોજેક્ટસ માટે દરખાસ્તો રજૂ કરી છે.
આ યોજનાના ભાગ-1 અને ભાગ-2 હેઠળ રૂ.8455.61 કરોડ અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવ્યા છે અને રૂ.4,227.80 કરોડની રકમ રાજ્યો માટે પ્રથમ હપ્તા તરીકે છૂટી કરવામાં આવી છે.
- પ્રધાન મંત્રી આવાસ યોજના- અર્બન (PMAY-U) માટે વધારાનો રૂ.18,000 કરોડનો ખર્ચ
હાઉસિંગ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને પુનર્જીવિત કરવા માટે ભૂતકાળમાં સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા હોવાના કારણે આ ક્ષેત્રમાં સારી રિકવરી થઈ શકી છે. દા.ત. પોસાય તેવા અને મધ્યમ આવકના આવાસો (SWAMIH) – 135 પ્રોજેક્ટસ માટે રૂ.13,200 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આના પરિણામે 87,000 આવાસ/ ફલેટસનું કામ પૂર્ણ કરી શકાશે. પ્રધાન મંત્રી આવાસ યોજના- અર્બન હેઠળ વર્ષ 2020-21 માટે રૂ.18,000 કરોડનો બજેટ એસ્ટીમેટ વધારાની ફાળવણી અને એકસ્ટ્રા બજેટરી રિસોર્સીસ મારફતે પૂરો પાડવામાં આવ્યો હતો. આ રકમ આ વર્ષે ફાળવાઈ ચૂકેલી રૂ.8,000 કરોડની રકમ ઉપરાંતની છે.
- ડેબ્ટ ફાયનાન્સીંગ માટે રૂ.1.10 લાખ કરોડનું પ્લેટફોર્મ- એનઆઈઆઈએફ ડેબ્ટ પ્લેટફોર્મમાં ઈક્વિટી નાંખવા માટે રૂ.6,000 કરોડ
સરકારે તા.25-11-2020ના રોજ યોજાયેલી તેની બેઠકમાં અસીમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સ લિમિટેડ અને એનઆઈઆઈએફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સ લિમિટેડના બનેલા નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એનઆઈઆઈએફ) ડેબ્ટ પ્લેટફોર્મમાં રૂ.6,000 કરોડની ઈક્વિટી નાંખવા માટે મંજૂરી આપી હતી.
- તંગી અનુભવતા એમએસએમઈ એકમો માટે રૂ.20,000 કરોડનું ગૌણ ભંડોળ
આ યોજનાને આખરી ઓપ આપીને 24 જૂન, 2020ના રોજ રજૂ કરવામાં આવી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 8,502 ખાતાઓની ઓળખ કરી છે અને તેમને ચૂકવણીની પ્રક્રિયા પ્રગતિમાં છે.
- ફંડોના ફંડ મારફતે એમએસએમઈ એકમોમાં રૂ.50,000 કરોડની શેર મૂડીનો ઉમેરો
એમએસએમઈ મંત્રાલયે આત્મનિર્ભર ભારત ભંડોળ માટે માર્ગરેખાઓ જારી કરી છે અને તા.5 ઓગષ્ટ, 2020ના રોજ તેને મંજૂરી આપી છે. નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડ (એનએસઆઈસી) ની પેટા કંપની ધ એનએસઆઈસી વેન્ચર કેપિટલ ફંડ લિમિટેડની કંપનીઓના કાયદા 2013 હેઠળ રચના કરવામાં આવી છે. આ સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (એસપીવી) મધર ફંડનું સંચાલન કરશે.
યોગ્ય પ્રક્રિયાને અનુસરીને, એસબીઆઈ કેપ વેન્ચર્સ લિમિટેડની ફંડ મેનેજર/ એસેટ મેનેજમેન્ટ કમિટી તરીકે પસંદગી કરવામાં આવી છે.
એસબીઆઈ કેપ, દ્વારા પ્રાઈવેટ પ્લેસમેન્ટ મેમોરન્ડમ (પીપીએમ) માટે કામ કરવાની શરૂઆત કરવામાં આવી છે. એમએસએમઈ મંત્રાલય આ ફંડને કાર્યરત કરવા માટે વધુ પગલાં લઈ રહી છે.
- એમએસએમઈ ક્ષેત્રને ચૂકવણી થાય તે માટે સરકારના સતત પ્રયાસો
એમએસએમઈ મંત્રાલય દ્વારા છેક મે, 2020થી કરવામાં આવેલા એકત્રીત પ્રયાસોના પરિણામે મે, 2020થી શરૂ કરીને છેલ્લા 7 માસમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ અને કેન્દ્ર સરકારના જાહેર ક્ષેત્રના એકમો (સીપીએસઈ) એ એમએસએમઈ ક્ષેત્રને રૂ.21,000 કરોડના બાકી નાણાં ચૂકવી દીધા છે. આ કામગીરીમાં ઓક્ટોબર માસમાં રૂ.5100 કરોડની ખરીદી અને રૂ.4100 કરોડની ચૂકવણીની સર્વોચ્ચ સ્તરની કરવામાં આવી હતી. નવેમ્બર 2020ના પ્રથમ 10 દિવસમાં પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આ સ્તર પણ વટાવી જવાશે તેવી અપેક્ષા છે, કારણ કે રૂ.4700 કરોડની ખરીદી અને રૂ.4,000 કરોડની ચૂકવણી થઈ ગઈ હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો છે.
- ખેડૂતો માટેના ફાર્મ-ગેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ.1 લાખ કરોડનું એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ
કેન્દ્ર સરકારે 08-07-2020ના રોજ એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને મંજૂરી આપી હતી. આ યોજનાનો માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ 09-08-2020ના રોજ ઔપચારિક પ્રારંભ કર્યો હતો.
આ યોજનાને કેબિનેટે ઔપચારિક મંજૂરી આપ્યાના 30 દિવસની અંદર 2,280થી વધુ ખેડૂત મંડળીઓને રૂ.1128 કરોડની પ્રથમ મંજૂરી આપવામાં આવી છે. 12 જાહેર ક્ષેત્રની બેંકો, 9 ખાનગી ક્ષેત્રની બેંકો અને 33 સહકારી બેંકોએ એગ્રીકલ્ચર કો-ઓપરેશન એન્ડ ફાર્મર્સ વેલફેર (DAC&FW) વિભાગ સાથે સમજૂતિના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે.
- રૂ.15,000 કરોડનું એનિમલ હસબન્ડરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (AHIDF)
એનિમલ હસબન્ડરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની યોજનાએ કેબિનેટે તા.24-06-2020ના રોજ મંજૂરી આપી હતી. સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડીયા (સીડબી)એ તા.27-07-2020ના રોજ ઓનલાઈન પોર્ટલ વિકસાવવા માટે સમજૂતિના કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યા છે.
9 ડિસેમ્બર, 2020ની સ્થિતિએ કુલ 313 અરજીઓ મળી છે અને તે પ્રક્રિયા હેઠળ છે.
- પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) મારફતે માછીમારો માટે રૂ.20,000 કરોડ
સરકારે મે, 2020માં રૂ.20,250 કરોડના મૂડી રોકાણ દ્વારા પીએમએસએસવાય યોજનાને મંજૂરી આપી હતી. 24 જૂન, 2020ના રોજ રાજ્યો /કેન્દ્ર શાસિત પ્રદેશોને પીએમએસએસવાયના સંચાલનની માર્ગરેખાઓ જારી કરવામાં આવી હતી તેની સાથે 5 વર્ષના મત્સ્ય ઉત્પાદનના લક્ષ્યાંકો, બે વર્ષ માટેની પ્રથમ નિર્દેશીત નાણાંકિય ફાળવણી અંગે જાણ કરવામાં આવી હતી.
32 રાજ્યો /કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી રૂ.64,45 કરોડના શેલ્ફ ઓફ પ્રોજેક્ટ પ્રાપ્ત થતાં આ યોજનાને અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.
9 ડિસેમ્બર, 2020ની સ્થિતિએ માછીમારી વિભાગે રૂ.2,182 કરોડના પ્રોજેક્ટસને મંજૂરી આપી હતી. વધુ બે રાજ્યોની વધુ રૂ.322 કરોડની દરખાસ્તો મળી છે. બીજા તબક્કામાં 7 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની દરખાસ્તો પ્રક્રિયામાં છે.
- હાઉસિંગ સેક્ટર અને મધ્યમ આવક ધરાવતા જૂથને ગતિ આપવા માટે રૂ.70,000 કરોડ ક્રેડિટ લીંક્ડ સબસીડી યોજના (સેએલએફએસ) નું વિસ્તરણ કરીને પૂરા પાડવામાં આવ્યા હતા.
સરકારે 31 માર્ચ, 2021 સુધી મધ્યમ આવક જૂથ (રૂ.6 થી 18 લાખની વાર્ષિક આવક) માટે સીએલએસએસનું વિસ્તરણ કર્યું છે. વિસ્તરણનો આદેશ તા.5 મે, 2020ના રોજ કરવામાં આવ્યો છે.
8 ડિસેમ્બર, 2020ની સ્થિતિએ 1,04,354 નવા મધ્યમ આવક જૂથના લાભાર્થીઓને આ યોજના હેઠળ વર્ષ 2020-21ની સબસીડી છૂટી કરવામાં આવી છે અને તેના દ્વારા એકંદર સંખ્યા 4.29 લાખ સુધી પહોંચી છે.
- રોજગારીને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના
કેબિનેટે 09-12-2020 રોજ આ યોજનાની દરખાસ્તને મંજૂરી આપી છે. તેના અમલ માટેની પધ્ધતિઓ/ માર્ગરેખાઓ ઘડાઈ રહી છે.
- રોજગારીને વેગ આપવા માટે મનરેગા યોજનાની ફાળવણીમાં રૂ.40,000 કરોડનો વધારો
10 ડિસેમ્બર, 2020ની સ્થિતિએ વર્ષ 2020-21ની પ્રથમ પૂરક માંગની ગ્રાન્ટ માટે રૂ.40,000 કરોડ પ્રાપ્ત થયા છે. કુલ 273.84 કરોડ માનવ દિનની રોજગારીનું નિર્માણ થઈ શક્યું છે, જે ગયા વર્ષે આ તારીખની સ્થિતિની તુલનામાં 49 ટકા વધુ છે.
- ડીસકોમ્સની પ્રવાહિતા માટે રૂ.90,000 કરોડનો ઉમેરો
તા.10 ડિસેમ્બર, 2020ની સ્થિતિએ રૂ.118,273 કરોડના લિક્વીડીટી ઈન્ફ્યુઝન પેકેજ સામે રૂ.31,136 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે અને ચૂકવી દેવામાં આવ્યા છે. વિવિધ રાજ્યોને રૂ.30,000 કરોડ છૂટા કરવાની પ્રક્રિયા ચાલુ છે.
- કોલસા ક્ષેત્રમાં કોમર્શિયલ માઈનીંગની રજૂઆત
આયાત અવેજીકરણઃ દર મહિને સમીક્ષા અને નિર્ણયો/ સુગમતા માટે ઈન્ટર મિનિસ્ટ્રીયલ કમિટી (આઈએમસી)ની રચના કરવામાં આવી છે. હાલમાં ઈમ્પોર્ટ મોનિટરીંગ પોર્ટલ વિકસાવાઈ રહ્યું છે. તા.10 ડિસેમ્બર, 2020ની સ્થિતિએ ઉર્જા ક્ષેત્ર માટે થર્મલ કોલસાની આયાતો (31-10-2020 સુધીમાં) 33 ટકા ઘટાડી શકાઈ છે, એકંદર ઘટાડો 27 ટકા છે.
- કોલસા ક્ષેત્ર માટે ઉદાર વ્યવસ્થા
કોલસા મંત્રાલય/ કોલ ઈન્ડીયા લિમિટેડે વર્ષ 2023-24 સુધીમાં 1 અબજ ટન કોલસાથી વધુ ઉત્પાદનનો લક્ષ્યાંક ધરાવતી કોલ ઈન્ડીયા માટેની મોટાપાયે ખાણકામની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ખાનગી બ્લોક્સમાંથી પણ કોલસો મળશે.
10 ડિસેમ્બર, 2020ની સ્થિતિએ રૂ.13,775 કરોડના મૂડી રોકાણથી નવી 7 રેલવે લાઈનના અમલીકરણની કામગીરી ચાલી રહી છે. પ્રથમ તબક્કાની ફર્સ્ટ માઈલ કનેક્ટીવિટીમાં વાર્ષિક 404 એમટીપીએ મિકેનાઈઝડ કોલસાના મિકેનાઈઝ્ડ ટ્રાન્સફર માટે 35 પ્રોજેક્ટસનું રૂ.12,505 કરોડના ખર્ચે અમલીકરણ થઈ રહ્યું છે. આ તમામ 35 પ્રોજેક્ટસ માટે ટેન્ડર ઈસ્યુ કરવામાં આવ્યા છે. બે પ્રોજેક્ટસ કાર્યરત કરવામાં આવ્યા છે. વર્ષ 2023-24 સુધીમાં તમામ પ્રોજેક્ટસ પૂર્ણ થશે.
કોલ બેડ મિથેન (સીબીએમ) ખોદી કાઢવા માટેના હક્કોની હરાજીઃ કોલ ઈન્ડીયા લિમિટેડના કમાન્ડ એરિયામાં બીઓઓ ધોરણે ત્રણ યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે. બે યોજના માટે એનઆઈટી જારી કરવામાં આવી છે. તા.28-12-2020 સુધીમાં બીડ સબમીટ કરવામાં આવશે. એક (સોહાગપુર) યોજનાના ફીઝીબીલિટી રિપોર્ટને એસઈસીએલ બોર્ડની મંજૂરી મળી છે.
29 મે, 2020ના રોજ સુધારેલી માઈનીંગ પ્લાન ગાઈડલાઈન્સની કામગીરી પૂરી કરવામાં આવી છે. માઈનીંગ પ્લાન મંજૂર કરવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે અને ઓનલાઈન મંજૂરી માટેનું પોર્ટલ વિકસાવાઈ રહ્યું છે.
10 ડિસેમ્બર, 2020ની સ્થિતિએ કોલ ઈન્ડીયા લિમિટેડે રૂ.6663.78 કરોડના કન્સેસન્સની કોમર્શિયલ શરતો 02-12-2020 સુધી લંબાવી છે.
SD/GP/BT
(Release ID: 1680447)
Visitor Counter : 352