ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે 2001ના સંસદ પરના હુમલાના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી


શ્રી અમિત શાહે કહ્યું "લોકશાહીના મંદિર સંસદ ભવન પર 2001ના કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાથી બચાવવા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતના બહાદુર પુત્રોને મારી શ્રદ્ધાંજલિ."

"કૃતજ્ઞ રાષ્ટ્ર હંમેશા તમારી શહાદત માટે ઋણી રહેશે. હું તેમની અનુકરણીય હિંમત અને બલિદાનને નમન કરું છું"

Posted On: 13 DEC 2020 2:42PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે 2001માં થયેલા આતંકવાદી હુમલામાં સંસદ ભવનની રક્ષા દરમિયાન પોતાના જીવની આહુતિ આપનાર બહાદુર શહીદોને પુષ્પાંજલિ અર્પી હતી.

કાયરતાપૂર્ણ હુમલાની 19મી વર્ષગાંઠ નિમિત્તે પોતાના ટ્વિટમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે લોકશાહીના મંદિર સંસદ ભવન પર 2001ના કાયર આતંકવાદી હુમલાનો બચાવ કરનાર સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતના બહાદુર પુત્રોને મારી શ્રદ્ધાંજલિ. કૃતજ્ઞ રાષ્ટ્ર હંમેશાં તમારી શહાદતનું ઋણી રહેશે.તેમણે ઉમેર્યું હતું કે "હું તેમની અનુકરણીય હિંમત અને બલિદાનને નમન કરું છું."

13 ડિસેમ્બર, 2001ના રોજ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સંસદ સંકુલમાં હુમલો કર્યો હતો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. એક ભયંકર લડાઇ બાદ તેમને ગોળીથી ઠાર કરવામાં આવ્યા હતા જેમાં દિલ્હી પોલીસના પાંચ કર્મચારી, એક મહિલા સીઆરપીએફની જવાન અને બે જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં સંસદ ભવનના વોચમેન, વોર્ડ સ્ટાફ અને એક માળી માર્યા ગયા હતા.અને એક પત્રકારને ઇજા પોહનચતા તેમનું મૃત્યુ પછીથી થયું હતું.

 

SD/GP/BT



(Release ID: 1680387) Visitor Counter : 162